ગરીબોને રાંધવા માટે ગેસથી સસ્તો વિકલ્પ ઉપલબ્ધ કરાવશે સરકાર, જાણો શું છે પ્લાન?

પ્રતિકાત્મક તસવીર

સમાજના ગરીબ વર્ગને તેમની રોજેરોજની જરૂરિયાતો પૂરી કરવા માટે સસ્તા વિકલ્પના રૂપમાં વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવશે

 • Share this:
  નવી દિલ્હીઃ ઉર્જા મંત્રી (Power Minister) આર.કે. સિંહે કહ્યું કે સરકાર ગરીબોની મદદ માટે ભોજન રાંધવામાં વ્યાપક સ્તરે વિદ્યુતના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનું વિચારી રહી છે. ઉર્જા મંત્રાલયના નિવેદન અનુસાર મંત્રીએ કહ્યું કે સમાજના ગરીબ વર્ગને તેમની રોજેરોજની જરૂરિયાતો પૂરી કરવા માટે સસ્તા વિકલ્પના રૂપમાં વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેનાથી દેશ આત્મનિર્ભર બનશે ઉપરાંત આયાત (પેટ્રોલિયમ) પર નિર્ભરતા ઓછી કરવામાં મદદ મળશે. મંત્રીએ એનટીપીસીના નબીનગર, બાઢ અને બરૌનીમાં ક્રમશઃ સર્વિસ બિલ્ડિંગ, શોપિંગ પરિસર અને મેઇન પ્લાન્ટ કેન્ટીનનું ઉદ્ઘાટન કરતી વખતે આ વાત કહી. આ કેન્દ્રની બિહારના લોકો અને એનટીપીસીના કર્મચારીઓની સુવિધા માટે બનાવવામાં આવી છે.

  આર.કે. સિંહે કહ્યું કે, વિદ્યુત ભારતનું ભવિષ્ય છે અને આવનારા સમયમાં દેશની મોટાભાગની પાયાની સુવિધાઓ વિદ્યુત ઉર્જા પર જ નિર્ભર હશે. તેઓએ કહ્યું કે સરકારે મંત્રાલય સ્તર પર એક પાવર ફાઉન્ડેશનના રચનાને પ્રસ્તાવ મૂક્યો છે. તેના લક્ષ્યોમો ભોજન રાંધવાના કામમાં માત્ર વિદ્યુતનો ઉપયોગ કરવામાં આવે તે સામેલ છે. તેનાથી આપણી અર્થવ્યવસ્થા આત્મનિર્ભર થશે ઉપરાંત આયાત પર નિર્ભરતા ઓછી કરવામાં પણ મદદ મળશે. સિંહે કહ્યું કે અમારી સરકાર ગરીબોના કલ્યાણ માટે કાર્યરત છે અને આ પગલાથી સમાજના ગરીબ વર્ગને ભોજન રાંધવામા માટે સસ્તો વિકલ્પ ઉપલબ્ધ કરાવીશું.

  તેઓએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લૉકડાઉન દરમિયાન પણ ગરીબોને ધ્યાનમાં રાખતાં પીએમ આવાસ યોજના અને દરેક ઘરે વીજળી જેવી સુવિધાઓ પર કામ કરવાનું ચાલુ રાખ્યું છે. મંત્રીએ એનટીપીસીના વિભિન્ન પ્રયાસોને વખાણ્યા, જે દેશના આર્થિક વિકાસની દિશામાં આ વિદ્યુત ઉત્પાદક કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

  આ પણ વાંચો, Gold Silver Price: સોનાના ભાવમાં આવી તેજી, ચાંદી પણ થઈ મોંઘી

  આર.કે. સિંહે કહ્યું કે, હંમેશાથી સાર્વજનિક ઉપક્રમોની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે, પરંતુ જો એનટીપીસી અને અન્ય સાર્વજનિક ઉપક્રમોના પ્રદર્શનને જોવા જઈએ તો સ્પષ્ટ છે કે તેના પ્રયાસ અન્ય ખાનગી કંપનીઓ કરતાં સારા રહ્યા છે અને પ્રગતિની સાથે લાભ પણ કમાતા રહ્યા. હું એનટીપીસી પ્રત્યે આભારી છું. જેણે રાષ્ટ્રના નિર્માણ હેતુ બિહાર તથા અન્ય રાજ્યોની પ્રગતિમાં ઉલ્લેખનીય ભાગીદારની ભૂમિકા નિભાવી છે.

  આ પણ વાંચો, મોટો આંચકો! ટૂંક સમયમાં TV થઈ જશે મોંઘા, આટલા ટકા થશે વધી જશે ભાવ

  આ પ્રસંગે એનટીપીસીના ચેરમેન અને પ્રબંધ નિદેશક ગુરદીપ સિંહે કહ્યું કે, એનટીપીસી ભોજન રાંધવામાં વિદ્યુતના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે શક્ય તમામ પગલાં ભરી રહ્યું છે. અમને વિશ્વાસ છે કે અમે દેશભરમાં આ મોડલનું અનુકરણ કરી શકીશું. તેઓએ કહ્યું કે એનટીપીસીની બિહારમાં 3800 મેગાવોટ ક્ષમતાની પરિયોજના નિર્માણાધીન છે અને કંપની રાજ્યની પ્રગતિમાં યોગદાન આપતી રહેશે. એનટીપીસી સમૂહની કુલ સ્થાપિત ક્ષમતા 62,900 મેગાવોટ છે. તેના 70 વીજળી ઘર છે.
  Published by:Mrunal Bhojak
  First published: