Home /News /business /Rising India Summit 2023: BVR સુબ્રમણ્યમે કહ્યું – ડિજિટલ આર્કિટેક્ચર પર કોઈનો ઈજારો ન હોવો જોઈએ

Rising India Summit 2023: BVR સુબ્રમણ્યમે કહ્યું – ડિજિટલ આર્કિટેક્ચર પર કોઈનો ઈજારો ન હોવો જોઈએ

રાઇઝિંગ ઇન્ડિયા સમિટ 2023માં BVR સુબ્રમણ્યમ

Rising India Summit 2023: ન્યૂઝ18 નેટવર્ક પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડ (સાયરસ પૂનાવાલા ગ્રુપ) સાથે બે દિવસીય માર્કી લીડરશીપ કોન્ક્લેવ 'રાઇઝિંગ ઇન્ડિયા સમિટ 2023'નું આયોજન કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, આ વખતે કોન્ક્લેવની થીમ 'ધ હીરોઝ ઓફ રાઈઝિંગ ઈન્ડિયા' રાખવામાં આવી છે.

વધુ જુઓ ...
Rising India Summit 2023: ન્યૂઝ18 નેટવર્ક પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડ (સાયરસ પૂનાવાલા ગ્રુપ) સાથે બે દિવસીય માર્કી લીડરશીપ કોન્ક્લેવ 'રાઇઝિંગ ઇન્ડિયા સમિટ 2023' ચાલુ છે. આ વખતના કોન્ક્લેવની થીમ 'ધ હીરોઝ ઓફ રાઈઝિંગ ઈન્ડિયા' રાખવામાં આવી છે, જેનો હેતુ ભારતીયોની અસાધારણ સિદ્ધિઓ પર પ્રકાશ ફેંકવાનો છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધી પાસે સુધારવાની તક હતી, પરંતુ....: વિદેશ પ્રધાન એસ. જયશંકર

આ પ્રસંગે નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) BVR સુબ્રમણ્યમે કહ્યું કે, ડિજિટલ આર્કિટેક્ચર પર કેટલાક ખેલાડીઓનો ઈજારો ન હોવો જોઈએ. તેને સામાન્ય સંસાધન તરીકે ખુલ્લું રાખવું જોઈએ. સુબ્રમણ્યમે કહ્યું કે, ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સંદર્ભમાં ભારત વૈશ્વિક સ્તરે વિઘ્નહર્તાની ભૂમિકા ભજવી રહ્યું છે.

ચોમાસા સત્રમાં ડેટા પ્રોટેક્શન એક્ટ પસાર થઈ શકે છે

નીતિ આયોગના CEOએ કહ્યું કે, ભારતનો આગામી ડેટા પ્રોટેક્શન એક્ટ અંતિમ વિચારણા હેઠળ છે. ચોમાસુ સત્રમાં પાસ થઈ શકે છે. આ એક સ્વપ્નદ્રષ્ટા કાર્ય છે. આ દરમિયાન સુબ્રમણ્યમે કહ્યું કે, નીતિ આયોગ એ ભારત સરકારની IIT છે.



ટૂંક સમયમાં અન્ય દેશો પણ ભારતના પેમેન્ટ સ્ટેકનો ઉપયોગ કરશેઃ દિલીપ આસબે

NPCIના MD અને CEO દિલીપ આસબેએ જણાવ્યું હતું કે, "આગામી 5 વર્ષમાં, કેટલાક દેશો ભારતના પેમેન્ટ સ્ટેકનો ઉપયોગ કરતા જોવા એ મોટી વાત નહીં હોય."
First published:

Tags: #News18RisingIndia, Business news, News18 Rising India Summit