મુંબઈ : એક તરફ સરકાર કહે છે કે પેટ્રોલ-ડીઝલના (Petrol-diesel price)બદલે ગ્રીન ઇંધણના (Green Fuel)વિકલ્પોનો ઉપયોગ કરવો જોઈએ. જોકે ગ્રીન ઇંધણના વિકલ્પ પણ સતત મોંઘા થઇ રહ્યા છે. દેશભરમાં ગ્રીન અને બીજા વિકલ્પો તરીકે જે ઇંધણનો ઉપયોગ કરવામાં આવે છે તે સીએનજી (CNG)છે. જોકે સીએનજીની કિંમતોમાં (CNG price)સતત વધારો થઇ રહ્યો છે. મુંબઈમાં ફરી કિંમતોમાં વધારો થયો છે. મુંબઈમાં સીએનજીમાં 3.96 રૂપિયા પ્રતિ કિલોના હિસાબના વધારા પછી હવે નવો ભાવ 61.5 રૂપિયા પ્રતિ કિલો થયો છે.
આ નવી કિંમતો શનિવારથી લાગુ થઇ ગઈ છે. જો 2 મહિનાની વાત કરવામાં આવે તો મહાનગર ગેસ લિમિટેડે સીએનજીની કિંમતોમાં ત્રીજી વખત વધારો કર્યો છે. જો 10 મહિનાની વાત કરવામાં આવે તો સીએનજીની કિંમતોમાં અત્યાર સુધી 14 વખત વધારો કરવામાં આવ્યો છે.
સૌથી લોકપ્રિય અને સસ્તું છે ગ્રીન ઇંધણ
પેટ્રોલ અને ડીઝલની સરખામણીમાં સીએનજીને (CNG) સૌથી સારું ગ્રીન ફ્યૂલ માનવામાં આવે છે. આટલું જ નહીં પેટ્રોલ અને ડીઝલની સરખામણીમાં સીએનજીની કિંમતો ઘણી ઓછી છે. પર્યાવરણને નુકસાન ના થાય એ સિવાય ગ્રાહકોને પણ આર્થિક રીતે બચત થાય છે.
મુંબઈમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા વટાવી ગયા પછી ઓટો રિક્ષા, ટેક્સી અને પેસેન્જર વ્હીકલ સીએનજી પર શિફ્ટ થઇ ગયા છે. સતત થઇ રહેલા વધારાના કારણે સામાન્ય લોકોને ટ્રાન્સપોર્ટેશન માટે વધારે પૈસા ચુકવવા પડી રહ્યા છે.
ઓક્ટોબરમાં થયો હતો વધારો
આ પહેલા ઓક્ટોબરમાં દિલ્હી સહિત અન્ય શહેરોમાં CNG અને PNGની કિંમતમાં વધારો થયો હતો. દિલ્હીમાં CNGની કિંમતમાં 2.28 રૂપિયાનો ભાવ વધારો થયો હતો. અમદાવાદની વાત કરીએ તો સીએનજીની કિંમત (Ahmedabad CNG rate)માં 2.56નો વધારો કરાયો હતો. જે બાદમાં હવે એક કિલોગ્રામ સીએનજીની કિંમત 61.49 રૂપિયા પર પહોંચી છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે સીએનજીની કિંમતમાં પણ વધારો કરાતા સામાન્ય લોકો પરેશાન થઈ ગયા છે.
દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવથી કંટાળીને લોકો હવે સીએનજી તરફ વળ્યા છે. ભાવમાં અસહ્ય વધારા બાદ લોકો પોતાની પેટ્રોલ કારને સીએનજીમાં કન્વર્ટ કરી રહ્યા છે. બીજી તરફ કાર ઉત્પાદક કંપનીઓએ પણ આ તકને ઝડપી લીધી છે. તેમણે પણે પોતાની કારના સીએનજી વેરિએન્ટ લોંચ કર્યાં છે. અનેક કંપનીઓ આગામી દિવસોમાં વિવિધ કંપનીઓના સીએનીજી વેરિએન્ટ બજારમાં આવશે. જોકે, પેટ્રોલ-ડીઝલથી કંટાળીને સીએનજી તરફ વળેલા લોકોને સીએનજીમાં પણ ભાવ વધારો થતાં ઝટકા લાગ્યો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર