Home /News /business /કિસ્મતનું 'કાર'નામુઃ એક સરખી કાર અને બેફામ સ્પીડ, ઋષભ પંત બચ્યા અને સાયરસ મિસ્ત્રી નહીં

કિસ્મતનું 'કાર'નામુઃ એક સરખી કાર અને બેફામ સ્પીડ, ઋષભ પંત બચ્યા અને સાયરસ મિસ્ત્રી નહીં

બંને એક્સિડેન્ટમાં એક જ સરખી કાર એકનું મોત થયું છે જ્યારે બીજા ગંભીર ઈજાગ્રસ્ત.

Rishabh Pant Car Accident: ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું પણ એક્સિડેન્ટ મર્સિડિઝ બેન્ઝ જીએલસીમાં જ થયું હતું. તે જ મોડેલને ઋષભ પંત પણ ડ્રાઈવ કરી રહ્યો હતો. તેવામાં એ જાણવું જરુર છે કે કેમ આવો અકસ્માત થયો.

નવી દિલ્હીઃ હવે આને કિસ્મતનો ખેલ જ કહીએ કે જોગાનુજોગ તે તો ખબર નહીં પરંતુ ઘટના જ કંઈક એવી છે. આજે સવારે ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર ઋષભ પંતનો જે કારમાં એક્સિડેન્ટ થયો તે જ કારમાં ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું પણ એક્સિડેન્ટ થયું હતું. તે એક્સિડેન્ટમાં સાયરસ મિસ્ત્રીનો જીવ ગયો હતો. તો બીજી તરફ ઋષભ પંત અત્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને સારવાર લઈ રહ્યો છે. તેના માથા અને પગમાં ગંભીર ઈજા થઈ છે. બંને અકસ્માતમાં મર્સિડિઝ બેન્ઝ જીએલસી એસયુવી સામેલ છે અને બંને એક્સિડેન્ટ કારની ભારે સ્પીડના કારણે ડિવાઈડર પર અથડાવાના લીધે થયા છે.



ઋષભ પંતના અકસ્માતને જોઈએ તો તેને ઝોકું આવી જવાના કારણે આ અકસ્માત થયો હોવાનું કહેવામાં આવે છે. જ્યારે સાયરસ મિસ્ત્રીના અકસ્માતમાં ભારે સ્પીડ અને વળાંક પર ગાડીને સંભાળી ન શકવાના કિસ્સામાં આ થયું હતું. સાયરસ મિસ્ત્રીનું એક્સિડેન્ટ દુનિયાભરના સમાચારોમાં મથાળે ચમક્યું અને તે બાદ મર્સિડિઝ કંપની પર પણ સવાલ ઉઠ્યો હતો. જે પછી કંપનીએ પોતાની રીતે અકસ્માતની ઘટનાનો અભ્યાસ કર્યો અને કારની તપાસમાં અનેક ચોંકવનારી બાબતો સામે આવી હતી.

....બે અકસ્માતની ઘટના


સાયરસ મિસ્ત્રીના નિધન પછી કેટલાક લોકોએ મર્સિડિઝ કંપનીની કાર પર સવાલ ઉઠાવ્યો. જોકે કંપનીએ આ વાતને સોય ઝાટકીને નકારી કાઢી હતી. કંપનીએ તે અકસ્માતની સ્વતંત્ર તપાસ કરી અને જાણ્યું કે જે સમયે સાયરસ મિસ્ત્રીની કારનો અકસ્માત થયો હતો ત્યારે તેની સ્પીડ 100 કિમી આસપાસ હતી અને ડિવાઇડર સાથે અથડાતા પહેલા ફક્ત 5 સેકન્ડ પહેલા બ્રેક મારવાનું શરું કર્યું હતું. જે બાદ ગાડીની સ્પીડ 80 પર આવી ગઈ હતી અને તે સમયે તે અથડાઈ હતી. આ સ્થિતિમાં કોઈપણ કારમાં અંદર બેઠેલા વ્યક્તિ ક્યારેય સુરક્ષિત રહી શકે નહીં. આ રિપોર્ટ બાદ મર્સિડિઝ બેન્ઝને ઓટો એક્સપર્ટે ક્લીન ચીટ આપી હતી. હવે ઋષભ પંતના અકસ્માતની વાત કરવામાં આવે તો હાલ એ સ્પષ્ટ નથી કે તેમની સ્પીડ કેટલી હતી. જોકે સીસીટીવી જોતા એ સ્પષ્ટ છે કે ઋષભની કાર પ્રમાણમાં ઘણી ઝડપમાં હતી અને જેના કારણે કારને પણ નુકસાન થયું અને પંતને પણ ખૂબ જ ઈજા થઈ હતી.

આ પણ વાંચોઃ રોડ પર તડપતો હતો ઋષભ અને લોકો કારમાંથી ઉડેલા રુપિયા ભેગા કરવામાં લાગ્યા હતા!

આખરે કેમ થાય છે આવા અકસ્માત


આવા અકસ્માતોનું સૌથી મોટું કારણ આવી કારના પાવરને માનવામાં આવે છે. મર્સિડીઝ બેન્ઝ જીએલસી પણ ખૂબ જ પાવરફુલ કાર છે અને વધુ ટોર્કને કારણે તે ઝડપથી વેગ પકડી શકે છે.

બીજું કારણ એ છે કે કેબિન પણ સાયલ્ટ છે. આ કારોનું ડેમ્પિંગ એ રીતે કરવામાં આવે છે કે એન્જિનનો બહુ ઓછો અવાજ અથવા કોઈપણ પ્રકારનો બાહ્ય અવાજ ખૂબ જ ઓછો કારમાં પ્રવેશે. આવી સ્થિતિમાં સ્પીડનો યોગ્ય અંદાજ લગાવવો પણ મુશ્કેલ બની જાય છે. આ સાથે ઉંઘ આવવા જેવી સમસ્યાઓ પણ થાય છે.


કોઈપણ કાર માટે સલામત ઝડપ મહત્તમ 80 કિમી છે. ગણવામાં આવી છે. પરંતુ આ કારોમાં આ સ્પીડ ત્રીજા ગિયરમાં જ આવે છે. આવી સ્થિતિમાં, તેઓ ખૂબ જ ઊંચી ઝડપે જાય છે.
First published:

Tags: Business news, Cyrus mistry, Mercedes Benz, Rishabh pant, Team india

विज्ञापन