દુનિયાના સૌથી મોટા તેલ ઉત્પાદક દેશ સાઉદી અરબે એશિયાઈ દેશો માટે કાચા તેલની કિંમતોમાં 6.50 ડૉલરનો ઐતિહાસિક વધારો કર્યો છે. જે બાદ વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ 0.3% વધીને 102.04 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે.
આસમાને પહોંચી રહેલી મોંઘવારીએ (Inflation) ગરીબ અને મધ્યમ વર્ગની (Poor & Middle Class) કમર તોડી નાંખી છે અને હાલ તેનાથી રાહત મળવાની કોઇ સંભાવના નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો (Oil Price hike in international Market), રેપો રેટમાં વધારો (Repo Rate), ઘઉં અને અન્ય ખાદ્ય ચીજોના વધતા જતા ભાવને પગલે ફુગાવો (Inflation) ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ માસિક ગાળા સુધી ચાલુ રહેશે. આ સમય દરમિયાન પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થશે, એટલું જ નહીં પણ પહેલા કરતા વધારે ઈએમઆઈ (EMI) ચૂકવવી પડશે. જો કે સરકાર અને આરબીઆઇએ સામાન્ય લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે અનેક પગલાં ભર્યા છે.
રેપો રેટમાં ફરી વધારો
આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસની બેઠક સોમવારે શરૂ થઈ ગઈ છે. બુધવારે તેના નિર્ણયો આવશે, જેમાં 0.35-0.40% સુધી ફરીથી રેપો રેટની જાહેરાત કરવામાં આવી શકે છે. જો આમ થશે તો વિવિધ પ્રકારના દેવા મોંઘા થશે. આની અસર લોકોના માસિક હપ્તા (ઈએમઆઈ) પર પડશે. તેમને પહેલા કરતા વધારે ઈએમઆઈ ચૂકવવી પડશે. જાણકારોનું માનવું છે કે, રિટેલ ફુગાવો એપ્રિલમાં આઠ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે અને જથ્થાબંધ ફુગાવો 13 મહિના સુધી બે આંકડામાં રહેવાને કારણે આરબીઆઇ પાસે વ્યાજદરમાં વધારો કરવા માટે મર્યાદિત વિકલ્પો બચ્યા છે.
કોટક મહિન્દ્રા બેન્કના ગ્રુપ પ્રેસિડેન્ટ (કન્ઝ્યુમર બેન્કિંગ) શાંતિ એકમ્બરમે જણાવ્યું હતું કે, "વધતી મોંઘવારીના સમયમાં આ બેઠકમાં એમપીસીમાં 0.35-0.50 ટકાનો વધારો થઈ શકે છે. પેટ્રોલિયમ અને કોમોડિટીના ભાવને જોતા રેપો રેટમાં કુલ એકથી દોઢ ટકાનો વધારો થવાનો અંદાજ છે.
દુનિયાના સૌથી મોટા તેલ ઉત્પાદક દેશ સાઉદી અરબે એશિયાઈ દેશો માટે કાચા તેલની કિંમતોમાં 6.50 ડૉલરનો ઐતિહાસિક વધારો કર્યો છે. જે બાદ વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ 0.3% વધીને 102.04 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે. યુએસ બેન્ચમાર્ક ડબલ્યુટીઆઈ ક્રૂડ 0.3 ટકા વધીને 119.27 ડોલર પ્રતિ બેરલની ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. સાઉદી અરબે એશિયાઈ દેશો માટે ક્રૂડ ઓઈલ (અરબ લાઈટ ક્રૂડ)ના જુલાઈ મહિનાના ભાવમાં 6.50 ડૉલરનો વધારો કર્યો છે. આને કારણે વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતો મે મહિનાથી જ ટોચ પર પહોંચી ગઈ હતી.
- ભારત સાઉદી અરેબિયા પાસેથી 35-39 ટકા ક્રૂડ ઓઇલની ખરીદી કરતું હોવાથી ભાવ વધારાની અસર સ્થાનિક બજારમાં દેખાશે.
- ઓપેક દેશોએ જુલાઈ અને ઓગસ્ટ માટે તેલ ઉત્પાદનમાં દૈનિક 6.48 મિલિયન બેરલનો વધારો કરવા સંમતિ આપી છે. હાલ તેની અસર કિંમતો પર પડે તેમ લાગતું નથી.
યુએનની ફૂડ એજન્સીનું કહેવું છે કે, રશિયાના આક્રમણ બાદ ભારતની નિકાસ પર પ્રતિબંધ અને યુક્રેનમાં ઉત્પાદન પર પ્રતિબંધને કારણે વૈશ્વિક બજારમાં ઘઉંના ભાવ વધ્યા છે. ખાદ્ય અને કૃષિ સંગઠન (એફએઓ)નો ભાવાંક મે 2022માં સરેરાશ 157.4 પોઇન્ટ રહ્યો હતો, જે ગત વર્ષે મેની તુલનામાં 22.8% વધારે છે. વૈશ્વિક ભાવમાં વધારાની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળશે. તેનાથી ન માત્ર લોટ મોંઘો થશે, પરંતુ તેનાથી બનેલી પ્રોડક્ટના ભાવમાં પણ વધારો થશે.
આ બેંકોએ કરી લોન મોંઘી
કેનેરા બેંક અને કરુર વૈશ્ય બેંકે લોન મોંઘી કરી છે. કેનેરા બેન્કે એક વર્ષના ગાળા માટે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR) 0.05 ટકા વધારીને 7.40 ટકા કર્યો છે. છ મહિનાના ગાળા માટે એમસીએલઆર 7.30 ટકાથી વધારીને 7.35 ટકા કરવામાં આવ્યો છે. નવા દરો 7 જૂનથી લાગુ થશે. ખાનગી ક્ષેત્રની કરુર વૈશ્ય બેન્કે બેન્ચમાર્ક આધારિત ધિરાણ દર (BPLR) 0.40 ટકા વધારીને 13.75 ટકા અને બેઝ રેટ 0.40 ટકા વધારીને 8.75 ટકા કર્યો છે. BPLR એ MCLR વ્યવસ્થા પહેલાં ધિરાણ આપવાના જૂના માપદંડો છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર