Home /News /business /

ગ્રીન એનર્જી ક્ષેત્રે ઘરાયેલા વાદળોમાં રિલાયન્સ આશાના કિરણ સમાન

ગ્રીન એનર્જી ક્ષેત્રે ઘરાયેલા વાદળોમાં રિલાયન્સ આશાના કિરણ સમાન

ગ્રીન એનર્જી (પ્રતિકાત્મક તસવીર)

હાલના સમયમાં ઉર્જાનો પ્રશ્ન વિકરાળ બની રહ્યો છે. પ્રદુષણને નુકસાન ન કરે તેવી ઉર્જા ઉત્પન્ન કરવા માટે મથામણ થઈ રહી છે. ગ્રીન એનર્જી (green energy) માટે રિલાયન્સ (Reliance) પણ આગળ આવ્યું છે અને આ ક્ષેત્રે રહેલા પડકારોમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે

વધુ જુઓ ...


(Abhijit Iyer-Mitra)

હાલના સમયમાં ઉર્જાનો પ્રશ્ન વિકરાળ બની રહ્યો છે. પ્રદુષણને નુકસાન ન કરે તેવી ઉર્જા ઉત્પન્ન કરવા માટે મથામણ થઈ રહી છે. ગ્રીન એનર્જી (green energy) માટે રિલાયન્સ (Reliance) પણ આગળ આવ્યું છે અને આ ક્ષેત્રે રહેલા પડકારોમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે. આ ક્ષેત્રમાં રિલાયન્સ મુખ્ય ટેક્નોલોજી હસ્તગત કરવા તૈયારીમાં છે. જે સૂચવે છે કે ગ્રીન એનર્જી પ્લાન (green energy plan) હકીકતમાં કેટલો વિચારશીલ અને મહત્વનો છે. ભારત હાલ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. જેનો ઉકેલ વિદેશથી લાવેલી ટેકનોલોજીથી આવે તેમ નથી. જેથી દરેક ટેક્નોલોજીને ભારતીય પર્યાવરણ અને ઓપરેટિંગ શરતો માટે કાળજીપૂર્વક તપાસવી અને કન્ડિશન્ડ કરવી જરૂરી છે. ઉદાહરણ તરીકે ઉત્તર યુરોપના કોઇ પણ મોટા શહેરમાં પહોંચતા, તમને એરપોર્ટ નજીક અનેક પવનચક્કીઓ જોવા મળશે. યુરોપમાં ઊર્જાનો મહત્તમ વપરાશ શિયાળા દરમિયાન થાય છે (તે સમયે લોકો ઘરોને ગરમ રાખવા ઉપકરણો ચલાવે છે) અને આ સમયને વીજળી ઉત્પન્ન કરવાનો શ્રેષ્ઠ સમયગાળો ગણાય છે. આ સમયમાં પવનચક્કીઓને સરખી રીતે ચાલે છે. પરંતુ ભારતમાં આપણી પાસે આવી સુવિધાઓ નથી. ભારતીયોમાં કિંમત પ્રત્યે વધારે સંવેદનશીલતા હોય છે, યુરોપમાં એકદમ વિપરીત સ્થિતિ છે. યુરોપમાં ગ્રીન એનર્જી તેના યુનિટના ઊંચા ભાવ હોવા છતા નૈતિક અને વૈચારિક રીતે હિતાવહ છે.

એક કડવું સત્ય છે કે, દર વર્ષ લગભગ 16 અબજ ડોલરની ઊર્જાની ચોરી થાય છે. ટૂંકમાં ભારત ચાર પડકારોનો સામનો કરી રહ્યું છે, જેનો સામનો ગ્રીન ઊર્જા ક્ષેત્રમાં આવતા કોઇ પણ વ્યક્તિ કે સંસ્થાને કરવો પડશે.

1. પીક એનર્જીના ઉત્પાદન સમય અને પીક એનર્જીના વપરાશના સમયમાં સુસંગતતા નથી.

2. અત્યંત પડકારજનક પર્યાવરણીય પરિસ્થિતિઓ સંવેદનશીલ ટેક્નોલોજી માટે અનુકૂળ નથી. અત્યંત વધુ પ્રદૂષણના સ્તરથી માંડીને 50°Cથી વધુ ગરમી અને -40°Cથી વધુ ઠંડી પડે છે. દેશના અમુક ભાગોમાં ખૂબ વરસાદ થાય છે.

3. ભાવ અંગે વધુ સંવેદનશીલતા હોવા છતા ઉચ્ચ કાર્યક્ષમતાની માંગ રહે છે.

4. ભારતનું અસ્થિર ઊર્જા બજાર કે જ્યાં ચૂકવણી કરવી લગભગ અશક્ય છે.

આ પણ વાંચો - Relianceની મોટી સોલર એનર્જી ડીલ, રૂ.5792 કરોડમાં નોર્વેના REC Groupનું કર્યું અધિગ્રહણ

આ જટિલ સમસ્યાઓને ઉકેલવા માટે રિલાયન્સ એક્વિઝિશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ આપણને હકીકતમાં શું આયોજન કરાયું છે. તેની બ્લૂપ્રિન્ટ આપે છે અને કઇ રીતે આ અલગ ભારતીય બજાર અને પર્યાવરણીય સ્થિતિઓનો સામનો કરવામાં આવશે તે જણાવે છે. સોલર સેલ અને સોલર પેનર માટે REC સોલર હોલ્ડિંગ્સ (REC ગૃપ) ટેક્નોલોજી એકદમ અદ્યતન છે, જે બજારમાં ઉપલબ્ધ કટ-પ્રાઇસ અને નીચી ગુણવત્તાવાળી ચાઇનીઝ પેનલ્સથી ઘણી શ્રેષ્ઠ છે. એવું નથી કે, ચીન ઉચ્ચ ગુણવત્તા વાળી પેનલનું ઉત્પાદન કરી શકતું નથી. પરંતુ ચીનનું બજાર એવા ઉત્પાદનો માટે છે જે ઓછા ખર્ચે હોય છે અને થોડા વર્ષમાં રિપ્લેસમેન્ટની જરૂર પડે છે. આવા ઉત્પાદન મધ્યમ આવક ધરાવતી અર્થવ્યવસ્થાને અનુરૂપ ઉત્પાદનો. આ સ્થાનિક ચાઇનીઝ બજાર પશ્ચિમી ઓછી આવકવાળી પેટર્ન સાથે સુમેળ ભર્યુ છે. ભારત નિશ્ચિત રૂપે અલગ છે. જે ઉત્પાદન ફિલોસોફી ભારતમાં કામ કરે છે (અને હજુ સુધી મેળવવી અશક્ય લાગે છે) તે ચીની કિંમતો પર આવશ્યકપણે સ્કેન્ડિનેવિયન ગુણવત્તા છે.

રિલાયન્સે આમ જ કરવાનું નક્કી કર્યુ છે, અત્યાધુનિક પશ્ચિમી ટેક્નોલોજી ખરીદવી અને તેની કિંમત ચીની કિંમતોથી નીચે લાવવાની ઔદ્યોગિક યોજના છે. ઉત્પાદનથી વપરાશ સુધી સમગ્ર સ્પેક્ટ્રમમાં આ પ્રક્રિયાને સ્પષ્ટ રીતે કોપી કરવાની યોજના છે. વૈશ્વિક સ્તરે સોલર પ્રોજેક્ટ્સ ચલાવનાર સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલર લિમિટેડમાં રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડ 40 ટકા હિસ્સો હસ્તગત કરી શકે છે. વધુમાં ગૃપે એમ્બ્રીમાં નોંધપાત્ર રોકાણ કર્યુ છે, જે મેસેચ્યુસેટ્સ સ્થિત કંપની છે, જે ક્લિન બેટરીમાં વિશેષતા ધરાવે છે, જે ઓછી કાટવાળી, પર્યાવરણને સુસંગત અને લાંબા સમય સુધી ઊર્જા સંગ્રહિત કરી શકે છે.

ફોર્મ ફેક્ટર અને મિની એચ્યુરાઇઝેશનની દ્રષ્ટિએ એમ્બ્રીની બેટરી ટેક્નોલોજી કેટલી આગળ લઇ જઇ શકાય તે જોવાનું છે. રિલાયન્સની જાહેરાત અનુસાર બેટરી ઉત્પાહન પ્લાન્ટ પણ પાઇપલાઇનમાં હોઇ શકે છે. આ રોકાણ ખાસ કરીને એટલા માટે મહત્વનું છે કારણ કે તે ઓછી કિંમતને કારણે ચીની કંપનીઓની બેટરીને સ્પર્ધા આપીને મ્હાત આપશે. જો એમ્બ્રીની શક્યતાને સાકાર કરવામાં આવે તો તે કારની બેટરીમાં ખૂબ સારી રીતે બંધ બેસી શકે છે. જે હાલમાં પ્રચલિત લિથિયમ-આયન બેટરીઓ કરતા વધુ સુરક્ષિત છે.

એક રીતે આ એક્ઝિબિશન ભારતીય બજારે રજૂ કરેલા ઉત્પાદન અને વપરાશના સમયમાં સુસંગતતાનો અભાવ, પડકારરૂપ પર્યાવરણીય પરિસ્થિતિઓ, ભાવ સંવેદનશીલ બજાર માટે અત્યંત ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનોનું નિર્માણ જેવા પડકારો સામે ઊભા રહેવામાં મદદ કરશે. આ જાહેરાત ગાઢ ધૂમ્મસમાં જાણે સૂર્યપ્રકાશની તેજસ્વી કિરણ જેવી છે.

First published:

Tags: Green Energy, રિલાયન્સ, સોલર ઉર્જા

આગામી સમાચાર