રિલાયન્સ રિટેલને 1.75 ટકાની ભાગીદારી માટે Silver Lakeથી મળ્યા રૂ.7,500 કરોડ

News18 Gujarati
Updated: September 26, 2020, 7:25 PM IST
રિલાયન્સ રિટેલને 1.75 ટકાની ભાગીદારી માટે Silver Lakeથી મળ્યા રૂ.7,500 કરોડ
ફાઈલ તસવીર

આ સાથે સિલ્વર લેકે દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની બીજા સહાયક એકમમાં રોકાણ કર્યું છે. આ પહેલા કંપનીએ 2020માં જ રિલાયન્સ જિયો પ્લેટફોર્મમાં 10,202.55 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

  • Share this:
મુંબઈઃ મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ શનિવારે આપેલી જાણકારી પ્રમાણે કંપનીને રિલ્વર લેક પાર્ટનર્સ (Silver Lake Partners) પાસેથી 7,500 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. અમેરિકાની કેલિફોર્નિયા સ્થિતિ આ પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ (SLP)ને રિલાયન્સ રિટેલ (Reliance Retail)માં 1.75 ટકાની ભાગીદારી ખરીદી છે. 9 સપ્ટેમ્બરે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીજે એલાન કર્યું હતું કે સિલ્વર લેક 7,500 કરોડ રૂપિયામાં રિલાયન્સ રિટેલ વેન્ટર લિમિટેડમાં (RRVL) 1.75 ટકાની ભાગીદારી ખરીદશે.

નિયામકીય ફાઈલિંગમાં કંનપીએ આપી જાણકારી
શનિવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મિયામકી ફાઈલિંગમાં (Exchange Filing) કહ્યું છે કે, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડને સિલ્વર લેક પાર્ટનર્સ તરફથી 7,500 કરોડ રૂપિયાની સબ્સક્રિપ્શન એમાઉન્ટ પ્રાપ્ત થઈ છે. ઈક્વિટી સ્ટેક એલોટમેન્ટ બાદ એસએલપી રેનબો હોલ્ડિંગ્સ (SLP Rainbow Holdings)ની પાસે RRVLમાં કુલ 1.75 ટકાની ઈક્વિટી શેર કેપિટલ છે. સિલ્વર લેક દ્વારા આ ઈન્વેસ્ટમેન્ટ RRVLના પ્રી-મની ઈક્વિટી વેલ્યૂ 4.21 લાખ કરોડ રૂપિયા આંક્યા બાદ થયો છે.

જિયો પ્લેટફોર્મ્સમાં પણ રોકાણ કરી ચૂકી છે સિલ્વર લેક
આ સાથે સિલ્વર લેકે દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની બીજા સહાયક એકમમાં રોકાણ કર્યું છે. આ પહેલા કંપનીએ 2020માં જ રિલાયન્સ જિયો પ્લેટફોર્મ (Jio Platforms)માં 10,202.55 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

આ પણ વાંચોઃ-અમદાવાદમાં ચાંદીના ભાવમાં થયો મોટો સુધારો, ફટાફટ જાણી લો આજના સોના-ચાંદીના નવા ભાવઆ પણ વાંચોઃ-બારડોલીઃ corona દર્દીનું મોત થતાં પરિવારજનોએ એમ્બ્યુલન્સ ડ્રાઈવરે માર માર્યો, જુઓ live મારામારીના દ્રશ્યો

ફેસબુક બાદ સિલ્વર લેક બીજી અમેરિકી કંપની બની હતી. જેણે જિયો પ્લેટફોર્મમાં રોકાણ કર્યું છે. જિયો પ્લેફોર્મમાં સિલ્વર લેકે બે વારમાં કુલ 2.08 ટકાની ભાગીદારી ખરીદી છે. આ પહેલા સોશિયલ મીડિયા કંપની ફેસબુકે જિયો પ્લેટફોર્મમાં 9.99 ટકાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચોઃ-પતિ અને બાળકોને નશીલો પદાર્થ ખવડાવી રોજ રાત્રે ડોક્ટર પ્રેમી સાથે કરતી હતી રંગરલીયા, ભાંડો ફૂટતા થઈ જોવાજેવી

દેશભરમાં પોતાની પહોંચ બનાવનાર રિલાયન્સ રિટેલ સૌથી મોટી, સૌથી તેજ અને આગળ વધનારી અને સૌથી વધારે નફો કમારા રિટેલ બિઝનેસ છે. રિલાયન્સ રિટેલ બિઝનેસની પાસે અત્યારે આશરે 64 કરોડ ગ્રાહકો છે.

2 કરોડ વેપારીઓને થશે ફાયદો
કંપનીએ શનિવારે પોતાના નિવેદનમાં કહ્યું કે નવી કોમર્સ રણનીતિ અંતર્ગત હવે નાના અને અસંગઠીત વેપારીઓના કારોબારનું ડિજિટલીકરણ કરી રહી છે. અને આ નેટવર્ક આશરે 2 કરોડ વેપારીઓ સુધી પહોંચવા માટે પ્રતિબદ્ધ છે. રિલાયન્સ રિટેલે કહ્યું કે ટેક્નોલોજી ટૂલ્સની મદદથી આ વેપારઓને ફાયદો થશે અને દક્ષ સપ્લાઈ ચેન ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી ગ્રાહકોનો અનુભવ સારો રહેશે.
Published by: ankit patel
First published: September 26, 2020, 7:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading