Reliance Industries પર્યાવરણને અનુકૂળ અને વાજબી કિંમત ધરાવતાં વસ્ત્રોનું ઉત્પાદન કરશે

News18 Gujarati
Updated: September 11, 2019, 4:08 PM IST
Reliance Industries પર્યાવરણને અનુકૂળ અને વાજબી કિંમત ધરાવતાં વસ્ત્રોનું ઉત્પાદન કરશે
પ્રતિકાત્મક તસવીર

“અમે એવી સિસ્ટમ સ્થાપિત કરી છે, જેમાં ગ્રાહકો સ્ટોરમાં વપરાશ કરેલાં ઉત્પાદનો પરત કરી શકે છે અને ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. પછી આ વસ્ત્રોને રિસાઇકલિંગ માટે પરત મોકલી શકાય છે. સંપૂર્ણ વેલ્યુ ચેઇન સાઇકલિકલ છે.”

 • Share this:
અમદાવાદ: વિશ્વની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પોલીમર યાર્ન અને ફાઇબર ઉત્પાદક (World’s largest polyester fiber maker) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)એ પર્યાવરણને અનુકૂળ તથા વાજબી કિંમત ધરાવતાં વસ્ત્રોનું ઉત્પાદન કરવા હરણફાળ ભરી છે.

ભારતમાં પીઇટી બોટલ્સનું રિસાઇકલિંગ (Recycling) કરવામાં પથપ્રદર્શક બનેલી આરઆઇએલ (RIL) દર વર્ષે બે અબજથી વધારે પોસ્ટ-કન્ઝ્યુમર (Consumers) (ઉપયોગ થયેલી) પીઇટી બોટલનું પ્રોસેસિંગ કરે છે અને બે વર્ષમાં એને છ અબજ સુધી લઈ જવાની યોજના ધરાવે છે.

આરઆઇએલનાં પેટ્રોકેમિકલ્સ ડિવિઝન (Petrochemicals division) નાં ચીફ ઓપરેટિંગ ઓફિસર (Chief Operating Officer)  વિપુલ શાહે કહ્યું હતું કે, “અમારાં માટે સસ્ટેઇનેબિલિટી એ ફેશનેબલ શબ્દ નથી, પણ અમે પર્યાવરણને અનુકૂળ ચીજવસ્તુઓમાંથી ફેશન ઊભી કરીએ છીએ અને આ જ અમારાં માટે સસ્ટેઇનેબલ બિઝનેસ છે. હવે અમે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીથી પર થઈને સસ્ટેઇનેબિલિટીનો વિચાર કરીએ છીએ.”

છેલ્લાં બે દાયકાથી આરઆઇએલ ઉપયોગ થયેલી પીઇટી બોટલ્સનું કલેક્શન કરીને સમાજ અને દેશ પ્રત્યે સામાજિક જવાબદારીનાં મુખ્ય ઉદ્દેશ સાથે પર્યાવરણને અનુકૂળ રીતે ફાઇબરનું રિસાઇકલિંગ કરે છે. ઉપયોગ થયેલી પીઇટી બોટલનો ઉપયોગ ગ્રે ફાઇબરનું ઉત્પાદન કરવા માટે થાય છે, જેનું વેચાણ રેક્રોન®ગ્રીનગોલ્ડ બ્રાન્ડ તરીકે થાય છે અને રેક્રોન® ગ્રીન ગોલ્ડ ઇકોડી તરીકે ડોપ ડાઇડ પોલીસ્ટર સ્ટેપ્લ ફાઇબરનું બ્રાન્ડિંગ થાય છે. આ પર્યાવરણને અનુકૂળ ફાઇબર રિલાયન્સની આગામી પેઢીની ફેબ્રિક રેન્જ બ્રાન્ડ આર|એલન™ ફેબ્રિક 2.0ને સસ્ટેઇનિબિલિટી પણ પ્રદાન કરે છે.

આરઆઇએલ કો-બ્રાન્ડેડ ટેક્સટાઇલનું ઉત્પાદન કરવાની સ્ટ્રેટેજી ધરાવે છે તથા એરો, રેંગલર, રેમન્ડ, લી જેવી ઇન્ટરનેશનલ બ્રાન્ડ સાથે પાર્ટનરશિપ પણ ધરાવે છે. આરઆઇએલની સ્ટ્રેટેજી પર્યાવરણને અનુકૂળ ફેશન માટેની ઇકોસિસ્ટમ ઊભી કરવાનો અને એને વ્યાપક બનાવાની છે, જેથી આ ફેશનેબલ વસ્ત્રો વાજબી અને સર્વસુલભ થાય. શાહે કહ્યું હતું કે, “અમે ઉચિત કિંમત સાથે જનઆંદોલન ઊભું કરીશું. પર્યાવરણને અનુકૂળ વસ્ત્ર માટે પ્રીમિયમ કિંમતથી કાયમી પરિવર્તન નહીં આવે. હકીકતમાં પર્યાવરણને સુધારવા માટે સ્થાયી પરિવર્તનની જરૂર છે.”

ભારતીય પર્ફોર્મન્સ વેર બ્રાન્ડ અલ્સિસ સ્પોર્ટ્સ અને ડિઝાઇનર નરેન્દ્ર કુમારે આરઆઇએલ ફાઇબરનો ઉપયોગ કરીને સસ્ટેઇનેબલ જિમ અને વર્કવેર માટે ‘અલ્સિસ એક્સ નારી’ કલેક્શન લોંચ કરવા જોડાણ કર્યું છે.આ અંગે કુમારે કહ્યું હતું કે, “ઉપભોક્તાઓ સસ્ટેઇનેબલ ચીજવસ્તુઓને લઈને ઓછા જાગૃત છે. મોટાં ભાગનાં ગ્રાહકો હજુ આપણાં માટે પડકારજનક પર્યાવરણ સંબંધિત સમસ્યાઓની તીવ્રતાને સમજતાં નથી. એટલે અમે ફેશનનાં પાસામાં એને સામેલ કરવા કામગીરી કરી છે, પણ આ માટે એને વાજબી બનાવવી જરૂર છે. અમે ઉપભોક્તાઓને કહીએ છીએ કે, દુનિયાને બચાવવા આ વસ્ત્રો ન પહેરો, આ વસ્ત્રો પહેરો કારણ કે આ ફેશનેબલ અને વાજબી છે તેમજ પર્યાવરણે અનુકૂળ છે.”

આરઆઇએલ અને કુમાર એકવાર ગ્રાહકો ઉપયોગ કરે પછી આ ઉત્પાદનોને વધુ રિસાઇકલ કરવાની રીતો પર પણ કાર્યરત છે, જેથી તેનો નિકાલ કરવાની ઓછી જરૂર રહે. કુમારે ઉમેર્યું હતું કે, “અમે એવી સિસ્ટમ સ્થાપિત કરી છે, જેમાં ગ્રાહકો સ્ટોરમાં વપરાશ કરેલાં ઉત્પાદનો પરત કરી શકે છે અને ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. પછી આ વસ્ત્રોને રિસાઇકલિંગ માટે પરત મોકલી શકાય છે. સંપૂર્ણ વેલ્યુ ચેઇન સાઇકલિકલ છે.”

 
First published: September 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
 • India
 • World

India

 • Active Cases

  6,039

   
 • Total Confirmed

  6,761

   
 • Cured/Discharged

  515

   
 • Total DEATHS

  206

   
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

 • Active Cases

  1,158,565

   
 • Total Confirmed

  1,622,049

  +18,397
 • Cured/Discharged

  366,292

   
 • Total DEATHS

  97,192

  +1,500
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres