Home /News /business /

Reliance Industriesના શેર આ સપ્તાહમાં જ થઈ જશે એક્સ ડિવિડન્ડ, જાણો મહત્વનની બાબતો

Reliance Industriesના શેર આ સપ્તાહમાં જ થઈ જશે એક્સ ડિવિડન્ડ, જાણો મહત્વનની બાબતો

રિલાયન્સના શેરમાં 80 ટકા જેટલું ડિવિન્ડ મેળવવા ખરીદવાની 18 ઓગસ્ટ છેલ્લી તારીખ છે.

RIL Dividend: માર્કેટ કેપના હિસાબે ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ સપ્તાહમાં સ્ટોક એક્સચેન્જમાં એક્સ ડિવિડન્ડ થઈ જશે. અહીં નોંધવું રહ્યું કે એક્સ ડિવિડન્ડ ડેટ એ તારીખને કહેવાય છે જેના પહેલા શેર ખરીદનારને જ ડિવિડન્ડ મળે છે. આ માટે તમે 18 ઓગસ્ટ સુધીમાં સ્ટોક ખરીદી શકો છો.

વધુ જુઓ ...
    મુંબઈઃ માર્કેટ કેપના હિસાબે ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ સપ્તાહમાં સ્ટોક એક્સચેન્જમાં એક્સ ડિવિડન્ડ થઈ જશે. અહીં નોંધવું રહ્યું કે એક્સ ડિવિડન્ડ ડેટ એ તારીખને કહેવાય છે જેના પહેલા શેર ખરીદનારને જ ડિવિડન્ડ મળે છે. સામાન્ય રીતે એક્સ ડિવિડન્ડ ડેના બીજા દિવસે રેકોર્ડ ડેટ હોય છે. એટલું જ નહીં એ પણ ધ્યાન રાખવાની જરુર છે કે ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ અને પેમેન્ટ ડેટ પણ અલગ અલગ હોય છે.

    આપને જણાવી દઈએ કે RILએ નાણાકીય વર્ષ 2022 માટે તેના શેરધારકોને 80 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. 6 મેના રોજ, RILએ નાણાકીય વર્ષ 2022 માટે રૂ. 10ની ફેસ વેલ્યુ પર શેર દીઠ રૂ. 8ના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. મુકેશ અંબાણીની આગેવાની હેઠળની કંપનીએ આ ડિવિડન્ડના નિર્ણયને એજીએમ (વાર્ષિક સામાન્ય સભા)માં મંજૂર કરવામાં આવે તો એક સપ્તાહની અંદર ચૂકવવાની યોજના બનાવી છે. તમને જણાવી દઈએ કે RILના શેરમાં છેલ્લા સપ્તાહમાં વધારો જોવા મળ્યો છે.

    IRCTC પોતાના રોકાણકારોને 75% ડિવિડન્ડ આપશે, 18 ઓગસ્ટ એક્સ-ડિવિડન્ડ ડેટ, જાણો વિગતવાર માહિતી

    આ મહિનાની શરૂઆતમાં જૂન 2022 ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરતી વખતે, RILએ નાણાકીય વર્ષ 2022 માટે આ ડિવિડન્ડ આપવા માટેની રેકોર્ડ તારીખ 19 ઓગસ્ટ, 2022 જાહેર કરી હતી. . આવી સ્થિતિમાં RILનો સ્ટોક 18 ઓગસ્ટે એક્સ-ડિવિડન્ડ બની જશે. RILની 45મી એજીએમ 29 ઓગસ્ટના રોજ યોજાવાની છે. આ બેઠક બપોરે 2 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાશે. કંપનીએ નાણાકીય વર્ષ 22 ના ડિવિડન્ડ માટે 19 ઓગસ્ટની રેકોર્ડ તારીખ નક્કી કરી છે, જે એજીએમમાં ​​જાહેર થવાની શક્યતા છે.

    શું હોય છે ડિવિડન્ડ?

    સ્ટોક માર્કેટમાં કેટલીક એવી કંપનીઓ છે જે સમય સમય પર પોતાના નફામાંથી એક ભાગ પોતાના શેર ધારકોને આપે છે. આ નફાના આ ભાગને ડિવિડન્ડ કહેવામાં આવે છે. આવી કંપનીઓના શેરને ડિવિડન્ડ યીલ્ડ સ્ટોક કહેવામાં આવે છે. જો કે, આ ડિવિડન્ડ ચૂકવવું કે નહીં તે કોઈપણ કંપનીનો પોતાનો નિર્ણય છે. આ ફરજિયાત નિયમ નથી. સરકારી કંપનીઓ મોટે ભાગે તેમના શેરધારકોને ડિવિડન્ડ ચૂકવે છે.

    આશિષ કચોલિયાનો આ શેર બે વર્ષમાં રુ.15થી વધીને રુ. 795 પર પહોંચ્યો, રુ.1 લાખના રુ.53 લાખ થયા



    રેકોર્ડ ડેટ શું છે?

    રેકોર્ડ ડેટ એ તારીખ છે જેના આધારે શેરધારકને બોનસ શેર આપવામાં આવે છે. એટલે કે, તેનો અર્થ એ છે કે રેકોર્ડ તારીખે જેઓ કંપનીના શેર ધરાવે છે તેમને જ બોનસ શેર આપવામાં આવે છે.

    એક્સ-ડિવિડન્ડ થવું એટલું શું ?

    એક્સ-ડિવિડન્ડની ડેટ તે તારીખને કહેવામાં આવે છે જે પહેલાં શેર ખરીદનાર વ્યક્તિને જ ડિવિડન્ડ મળે. સામાન્ય રીતે તેના બીજા દિવસે રેકોર્ડ ડેટ હોય છે. તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ અને પેમેન્ટ ડેટ પણ અલગ અલગ હોય છે.

    Stock Market Today: આજના દિવસે બજારનો ટ્રેન્ડ સમજી લો તો ફાયદાનો સોદો પકડી શકશો

    સામાન્ય રીતે કોઈપણ રોકાણકારને ડિવિડન્ડ માટે પાત્ર બનવા માટે એક્સ ડિવિડન્ડ ડેટ પહેલા જે તે કંપનીના શેર ખરીદવા પડે છે અને તેનું હોલ્ડિંગ ધરાવવું પડે છે. એક્સ ડિવિડન્ડની તારીખે અથવા તે પછી સ્ટોક ખરીદનારા રોકાણકારો ચોક્કસ નાણાકીય વર્ષ માટે કંપની દ્વારા જાહેર કરાયેલા ડિવિડન્ડ માટે પાત્ર બનતા નથી. બજાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવાર 12 ઓગસ્ટે RILનો શેર BSE પર 42.45 પૈસા એટલે કે 1.64 ટકાના વધારા સાથે રૂ. 2,632.65 પર બંધ થયો હતો. ગત સપ્તાહમાં કુલ આ શેરમાં લગભગ 4 ટકાનો વધારો થયો હતો.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: BSE Sensex, Indian Stock Market, Nifty 50, Reliance Industries

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन