Intel તરફથી રોકાણની જાહેરાત બાદ રિલાયન્સના શેરના ભાવમાં ઉછાળો

moneycontrol
Updated: July 3, 2020, 11:26 AM IST
Intel તરફથી રોકાણની જાહેરાત બાદ રિલાયન્સના શેરના ભાવમાં ઉછાળો
ફાઇલ તસવીર

અમેરિકાની મલ્ટીનેશનલ કંપની Intel રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના ડિજિટલ આર્મ જિયો પ્લેટફોર્મ્સ (Jio Platforms)માં 1,894.50 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

  • Share this:
મુંબઈ : અમેરિકાની મલ્ટીનેશનલ કંપની Intel તરફથી જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણની જાહેરાત બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોની કિંમતમાં શરૂઆતના ટ્રેડનમાં એક ટકાનો વધારો જોવા મળ્યો છે. સવારે 11.15 વાગ્યાની આસપાસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર NSE 1775ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

Intel તરફથી 1,894.50 કરોડના રોકાણની જાહેરાત

અમેરિકાની મલ્ટીનેશનલ કંપની ઇન્ટલ (Intel)એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના ડિજિટલ આર્મ જિયો પ્લેટફોર્મ્સ (Jio Platforms)માં 1,894.50 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ત્રણ મહિનામાં રિલાયન્સ જિયોમાં થયેલું આ બારમું હાઇપ્રોફાઇલ રોકાણ છે. આ રોકાણ દ્વારા ઇન્ટેલ રિલાયન્સ જિયોની 0.39 ટકા હિસ્સેદારી ખરીદશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્ટેલ કેપિટલની સાથે આ રોકાણ ભાગીદારી જિયો પ્લેટફોર્મ્સની 4.91 કરોડ રૂપિયાની ઇક્વિટી વેલ્યૂ પર થઈ છે. જિયો પ્લેટફોર્મ્સની એન્ટરપ્રાઇઝ વેલ્યૂ 5.16 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ રોકાણ દ્વારા ઇન્ટેલ કેપિટલને જિયો પ્લેટફોર્મ્સમાં 0.39 ટકા હિસ્સેદારી ફુલી ડાયલૂટેડ આધાર પર આપવામાં આવશે.

Intel ટેક્નોલોજી સેક્ટરની અગ્રણી કંપનીઓ પૈકીની એક છે. ઇન્ટેલ કેપિટલ, જેના માધ્યમથી કંપનીએ Jio Platformsમાં રોકાણ કર્યું છે તે ક્લાઉડ કોમ્પૂટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા સેક્ટરમાં કામ કરનારી કંપનીઓમાં રોકાણ કરે છે.
12 રોકાણથી અત્યાર સુધી 1.17 લાખ કરોડ રૂપિયા એકત્ર થયાRILએ જિયો પ્લેટફોર્મ્સની ભાગીદારી વેચીને 1,17,588.45 કરોડ રૂપિયા એકત્ર કરી દીધા છે. આ રકમ 11 કંપનીઓના 12 રોકાણ દ્વારા એકત્ર કરવામાં આવ્યા છે. તેમાં સૌથી વુધ રોકાણ ફેસબુકનું રહ્યું છે. ફેસબુકે જિયો પ્લેટફોર્મ્સમાં 9.99 ટકાની હિસ્સેદારી માટે 43,573.62 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. RILએ અત્યાર સુધી જિયો પ્લેટફોર્મ્સની હિસ્સેદારી માટે રોકાણ મળી ચૂક્યું છે.

(ડિસ્ક્લેમર- ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)
First published: July 3, 2020, 11:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading