રિલાયન્સે 58 દિવસમાં ₹ 168,818 કરોડ એકઠા કર્યાં, મુકેશ અંબાણીએ કહ્યુ- દેવામુક્તનું વચન પૂર્ણ

રિલાયંસ ઇન્ડસ્ટ્રીસના ચેરમેન મુકેશ અંબાણીની ફાઇલ તસવીર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યુ કે, મને આ જાહેરાત કરતા ખુશી થાય છે કે શેરધારકોને આપેલું વચન પૂર્ણ કર્યું છે.

 • Share this:
  નવી દિલ્હી : માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (RIL-Reliance Industries) 58 દિવસમાં કુલ 168,818 કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. કંપનીએ આ રકમ રાઇટ્સ ઇશ્યૂ અને ટેલીકૉમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio)નો હિસ્સો વેચીને એકઠી કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણીએ (Reliance Industries Chairman Mukesh Ambani) શુક્રવારે જાહેરાત કરી કે રિલાયન્સે દુનિયાની ટોચની રોકાણ કંપનીઓ તરફથી Jio Platformsમાં મળેલા રેકોર્ડ રોકાણ અને મેગા શેરના વેચાણને કારણે માર્ચ 2021 પહેલા નેટ ડેબ્ટ ફ્રી એટલે કે દેવા મુક્ત થવાનું પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું છે.

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેવામુક્ત : મુકેશ અંબાણીએ કહ્યું કે, મને આ જાહેરાત કરતા ખુશી થાય છે કે શેરધારકોને આપેલું વચન પૂર્ણ કર્યું છે. અમે 31 માર્ચ, 2021ના રોજ નિર્ધારિત તારીખ પહેલા જ રિલાયન્સને દેવામુક્ત કરી દીધી છે.

  નોંધનીય છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (RIL) ગુરુવારે જિયો પ્લેટફૉર્મ્સ (Jio Platforms)માં 11માં રોકાણની જાહેરાત કરી હતી. ગત 9 અઠવાડિયામાં સતત 10 રોકાણકારો બાદ સાઉદી અરેબિયાની સોવરિન વેલ્થ ફંડ PIFએ જિયો પ્લેટફૉર્મ્સમાં રૂપિયા 11,367 કરોડનું રોકાણ કરશે.

  22 એપ્રિલ પછી જિયો પ્લેટફૉર્મ્સમાં આ 11મું રોકાણ છે. આ સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (Reliance Industries) છેલ્લા નવ અઠવાડિયામાં જિયો પ્લેટફૉર્મ્સનો 24.7 ટકા હિસ્સો વેચીને 1.15 લાખ કરોડ રૂપિયા એકઠા કર્યાં છે.

  (ડિસ્ક્લેમર- ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)
  Published by:Vinod Zankhaliya
  First published: