નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ વર્ચ્યુઅલી આયોજિત કરેલી 44મી વાર્ષિક જનરલ મિટિંગની (Annual General Meeting)શરૂઆતમાં એ જાહેરાત સાથે કરી કે મહામારી દરમિયાન પણ ગત એન્યુઅલ જનરલ મિટિંગ પછીથી વેપાર અને વિત્તીય સફળતા અપેક્ષાઓથી વધારે રહી છે. અંબાણીએ કંપનીની સંયુક્ત રેવેન્યૂ 5,40,000 કરોડ રૂપિયા અને સંયુક્ત EBITDA 90,000 કરોડ રૂપિયા અંદાજિત ગણાવ્યા. જેમાંથી લગભગ 50 ટકા કન્ઝ્યૂમર બિઝનેસથી મેળવેલ રકમ છે.
ચોખ્ખા નફામાં કુલ વૃદ્ધિ 53,739 કરોડ રૂપિયા નોંધાઇ છે, જે ગત વર્ષની સરખામણીમાં 34.8 ટકા વધારે છે. મુકેશ અંબાણીએ કહ્યું કે મહામારી છતા આપણ આ વર્ષે લાભાંશમાં વધારો કર્યો. આ સિવાય દેશના સૌથી મોટા નિર્યાતકનો દરજ્જો યથાવત્ રાખતા આરઆઈએલે 1,45,143 કરોડ રૂપિયાનું (19.9 બિલિયન અમેરિકી ડોલર) 107 દેશોમાં નિર્યાત કર્યું, જે ભારતના કુલ વ્યાપારિક નિર્યાતમાં 6.8% છે.
મુકેશ અંબાણીએ કહ્યું કે કંપનીએ 3,24,432 કરોડ રૂપિયા (44.4 બિલિયન અમેરિકી ડોલર)થી વધારેની રકમ ભેગી કરી. વિત્ત વર્ષ 2021 માટે રિલાયન્સે કોવિડ પડકારો છતા એક વર્ષમાં વૈશ્વિક સ્તર પર કોઇપણ કંપની દ્વારા ભેગી કરેલી અત્યાર સુધીની સૌથી મોટી પૂંજી જમા કરવામાં સફળતાપૂર્વક અંજામ આપ્યો છે.
બોર્ડ ઓફ ડાયરેક્ટર્સથી વાઇપી ત્રિવેદીની સેવાનિવૃત્તિની જાહેરાત કરતા અંબાણીએ આરઆઈએલના બોર્ડના એક સ્વતંત્ર નિર્દેશકના રૂપમાં સાઉદી અરામકોના અધ્યક્ષ અને સાર્વજનિક નિવેશ કોષના ગર્વનર યાસિર અલ રુમાયનનું સ્વાગત કર્યું.
" isDesktop="true" id="1108105" >
તેમણે કહ્યું કે આ વિશ્વ સ્તર પર ઉર્જા વિત્ત અને પ્રોદ્યોગિકીમાં સૌથી પ્રસિદ્ધ નામોમાંથી એક છે. મને વિશ્વાસ છે કે આપણે દુનિયાની સૌથી મોટી કંપનીઓમાં એકની સાથે રહેલા તેમના સમૃદ્ધ અનુભવ અને દુનિયાની સૌથી મોટા સોવરેન વેલ્થ ફંડોમાંથી એકથી ફાયદો મળશે. અંબાણીએ કહ્યું કે આ કદમ રિલાયન્સના આંતરરાષ્ટ્રીયકરણની શરૂઆત છે.
(Disclaimer- નેટવર્ક18 અને ટીવી18 કંપનીઓ ચેનલ/વેબસાઇટનું સંચાલન કરે છે, જે ઇન્ડિપેન્ડન્ટ મીડિયા ટ્રસ્ટ દ્વારા નિયંત્રિત છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એકમાત્ર લાભાર્થી છે.)
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર