રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને Q1 માં 10,104 કરોડનો નફો, જિયોનો નફો 45.6% વધ્યો

જિયોનો નફો 45.6 ટકા વધીને 891 કરોડ રુપિયા રહ્યો

જિયોનો નફો 45.6 ટકા વધીને 891 કરોડ રુપિયા રહ્યો

 • Share this:
  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે(RIL)શુક્રવારે નાણાંકીય વર્ષ 2020ના પ્રથમ ક્વાર્ટરના પરિણામ જાહેર કરી દીધા છે. નાણાંકીય વર્ષ 2020ના પ્રથમ ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને 10,104 કરોડ રુપિયાનો કંસોલિડેટેડ નફો થયો છે. આ પાછલા નાણાંકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં થયેલા 9,459 કરોડ રુપિયાના પ્રોફિટથી 6.8 ટકા વધારે છે. આ ગાળામાં કંપનીની આવક 1.57 લાખ કરોડ રુપિયા રહી છે. જિયોનો નફો 45.6 ટકા વધીને 891 કરોડ રુપિયા રહ્યો છે.

  પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો GMR (ગ્રોસ રિફાઇનિંગ માર્જિન) ગત ક્વાર્ટરના 8.20 ડોલર પ્રતિ બેરલથી ઘટીને 8.10 ડોલર પ્રતિ બેલર પર રહ્યો છે. ક્વાર્ટર દર ક્વાર્ટર પર આધારે પ્રથમ ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો કંસોલિડેટેડ એબિટડા માર્જિન 15 ટકાથી ઘટીને 13.6 ટકા અને કંસોલિડેટેડ એબિટડા 20,832 કરોડ રુપિયાથી વધીને 21,315 કરોડ રુપિયા રહ્યો છે.

  RIL નો Q1FY20માં કંસોલિડેટેડ પેટ્રોકેમિકલ EBIT 7508 કરોડ રુપિયા રહ્યો, જે Q1FY1માં 7,857 કરોડ રુપિયા રહ્યો હતો. સમીક્ષાધીન ક્વાર્ટરમાં RILનો રિફાઇનિંગ અને રિટેલ EBIT ક્રમશ 4508 કરોડ રુપિયા અને 1777 કરોડ રુપિયા રહ્યો હતો. પાછલા વર્ષના આ ગાળામાં આ આંકડા ક્રમશ 5,315 કરોડ અને 1,069 કરોડ રુપિયા રહ્યા હતા.  રિટેલ બિઝનેસનો EBITDA 20,000 કરોડ રુપિયાને પાર ગયો છે. રિટેલ બિઝનેસની આવક વાર્ષિક આધાર પર 4.2 ટકા વધીને 38,196 કરોડ રુપિયા રહી છે.

  રિલાયન્સ જિયોને 891 કરોડનો નફો
  વિત્ત વર્ષ 2020ના પ્રથમ ક્વાર્ટરમાં રિલાયન્સ જિયો (Reliance Jio)નો નફો 891 કરોડ રુપિયા રહ્યો છે. ગત વર્ષે આ ગાળામાં નફો 610 કરોડ રુપિયા હતા. એપ્રિલ-જૂન દરમિયાન જિયોની રેવન્યૂ 11,679 કરોડ રુપિયા, EBITDA 4,686 કરોડ રુપિયા અને માર્જિન 40.1 ટકા રહ્યું છે. જિયોની Q1ની એવરેજ રેવન્યૂ પ્રતિ યૂઝર (ARPU) 12 રુપિયા રહી છે. પ્રથમ ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોના કુલ 33.13 કરોડ ગ્રાહક છે.  શાનદાર રહ્યા પરિણામ
  વિત્તીય પરિણામો પર ટિપ્પણી કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ગ્લોબલી નબળા માહોલમાં પણ પ્રથમ ક્વાર્ટરના પરિણામ શાનદાર રહ્યા છે. ઓછી માંગ છતા પ્રદર્શન શાનદાર છે. રિટેલ કારોબારમાં શાનદાર ગ્રોથ જોવા મળ્યો છે.
  Published by:Ashish Goyal
  First published: