સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલારમાં 40% ભાગીદારી ખરીદશે રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર (RNESL) તરફથી રવિવારે જાહેરાત કરવામાં આવી છે કે તે સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલાર (SWSL)માં 40% ભાગીદારી મેળવશે.

  • Share this:
    મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના પૂર્વ સ્વામિત્વવાળી સહાયક કંપની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર લિમિટેડ એટલે કે RNESL (Reliance New Energy Solar Ltd) તરફથી રવિવારે જાહેરાત કરવામાં આવી છે કે તે સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલાર એટલે કે SWSL (Sterling & Wilson Solar)માં 40% ભાગીદારી મેળવશે. આ ડીલ આરએનઈએસએલ, શાપૂરજી પાલોનજી એન્ડ કંપની, ખુર્શીદ દારૂવાલા અને એસડબ્લ્યૂએસએલ વચ્ચે છે.

    આ ડીલ રિલાયન્સ ગ્રુપના વર્ષ 2030 સુધી સોલાર એનર્જીમાં 100 ગીગાવોટ ઉત્પાદન લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે. કંપની રિન્યૂએબલ ઇન્ડસ્ટ્રીમાં એક વૈશ્વિક પ્લેયર બની શકશે. કંપની તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રાઇમરી ઇન્વેસ્ટમેન્ટ, સેકન્ડરી પરચેજ, અને ઓપન ઑફરના તાલમેલ સાથે સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલારમાં 40% હિસ્સાનું અધિગ્રહણ કરશે.

    ડીલના પ્રથમ તબક્કામાં RNESLને 375 રૂપિયા પ્રતિ શેરના ભાવથી 2.93 કરોડ ઇક્વિટી શેર (15.46% હિસ્સા બરાબર)ની ફાળવણી કરવામાં આવશે. જે બાદમાં રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર 375 રૂપિયા પ્રતિ શેર લેખે 1.84 કરોડ ઇક્વિટી શેર ખરદીશે. ત્રીજા તબક્કામાં સેબીના અધિગ્રહણ નિયમ પ્રમાણે 4.91 કરોડ ઇક્વિટી શેરના અધિગ્રહણ માટે ઓપન ઑફર કરવામાં આવશે, જે 25.9% ભાગીદારી સમાન હશે.

    RNESL તરફથી REC સોલારનું અધિગ્રહણ

    RNESL તરફથી બે દિવસમાં આ બીજું સોલાહ અધિગ્રહણ છે. આ પહેલા રવિવારે જ રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર લિમિટેડે 77.1 કરોડ ડૉલરના મૂલ્યથી આરઈસી સોલાર હોલ્ડિંગ એએસ (REC Group)ની 100% ભાગીદારી ખરીદી હતી.

    44મી એજીએમમાં ન્યૂ એનર્જી પર ચર્ચા

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણીએ 44મી એજીએમમાં ન્યૂ એનર્જીને લઈને મહત્ત્વપૂર્ણ વાત કહી હતી. તેમણે કહ્યુ હતુ કે કંપની પોતાની environment-friendly પહેલ અંતર્ગત ચાર ફેક્ટરી લગાવશે. આ ઉપરાંત 2021માં કંપનીની NEW Energy Biz લૉંચ કરવાની યોજના છે, જેમાં RIL લીડરશિપ હશે. આ યોજના અંતર્ગત ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સની સ્થાપના કરવામાં આવશે. જે અંતર્ગત ચાર ફેક્ટરી લગાવવામાં આવશે.

    (ડિસ્ક્લેમર: નેટવર્ક 18 અને ટીવી 18 કંપનીઓ ચેનલ/વેબસાઇટનું સંચાલન કરે છે, જેનું નિયંત્રણ સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ કરે છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી માત્ર એક લાભાર્થી છે.)
    Published by:Vinod Zankhaliya
    First published: