Home /News /business /

RIL Q4 Results : રિલાયન્સને રૂ. 16,203 કરોડનો થયો નફો, ડિવિડન્ડ જાહેર કર્યું

RIL Q4 Results : રિલાયન્સને રૂ. 16,203 કરોડનો થયો નફો, ડિવિડન્ડ જાહેર કર્યું

રિલાયન્સ ચોથા ક્વાર્ટરનું પરિણામ

RIL Q4 Results : રિલાયન્સ (reliance industries) 100 અબજ ડોલર સેલ્સ રેવન્યુ પાર કરનારી પ્રથમ ભારતીય કંપની બની છે. કંપનીએ શેર દીઠ રૂ. 8ના વાર્ષિક ડિવિડન્ડની જાહેરાત કરી છે

    નવી દિલ્હી : માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ શુક્રવારે, 6 મે 2022 ના રોજ ગયા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. ચોથા ક્વાર્ટર (RIL Q4 Results) માં કંપનીનો ચોખ્ખો નફો 22.5 ટકા વધીને રૂ. 16,203 કરોડ થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 13,227 કરોડ હતો. નાણાકીય વર્ષ 2021-22 ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો 18549 કરોડ રૂપિયા હતો. કંપનીએ શેર દીઠ રૂ. 8ના વાર્ષિક ડિવિડન્ડની જાહેરાત કરી છે.

    100 બિલિયન ડોલરની કમાણી કરનાર પ્રથમ ભારતીય કંપની બની

    રિલાયન્સ 100 અબજ ડોલર સેલ્સ રેવન્યુ પાર કરનારી પ્રથમ ભારતીય કંપની બની છે.

    ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 2.07 લાખ કરોડ રહી હતી

    મનીકંટ્રોલના સમાચાર અનુસાર, ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર, નાણાકીય વર્ષ 2021-22 ના ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક 2.07 લાખ કરોડ રૂપિયા રહી, જે સમાન નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં 1.85 લાખ કરોડ રૂપિયા હતી.

    ચોથા ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ EBITDA (EBITDA) વધીને વધીને રૂ. 31,336 કરોડ થયો છે, જ્યારે ત્રીજા ક્વાર્ટરમાં આ રૂ. 29,706 કરોડ રહ્યો હતો. ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધારે, ચોથા ક્વાર્ટરમાં કંપનીનું કોન્સોલિડેટેડ EBITDA માર્જિન 16.05 ટકાથી ઘટીને 15.13 ટકા રહ્યું છે.

    ઓઈલ-થી-કેમિકલ વ્યવસાય પરિણામો

    ચોથા ક્વાર્ટરમાં ઓઈલથી લઈને કેમિકલ બિઝનેસની આવક 1.46 લાખ કરોડ રૂપિયા રહી હતી. ત્રીજા ક્વાર્ટરમાં તે રૂ. 1.31 લાખ કરોડ હતો. ચોથા ક્વાર્ટરમાં કંપનીના આ સેગમેન્ટના બિઝનેસનું Ebit ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 11,667 કરોડની સામે રૂ. 12,386 કરોડ હતું. સેગમેન્ટનું એબિટ માર્જિન ત્રીજા ક્વાર્ટરમાં 8.9 ટકાથી ઘટીને ચોથા ક્વાર્ટરમાં 8.5 ટકા થયું છે.

    આ પણ વાંચોJio Q4 result : રિલાયન્સ જીયોનો ચોથા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 15.4 ટકા વધીને રૂ. 4,173 કરોડ થયો

    ઓઈલ અને ગેસના વ્યવસાયના પરિણામો

    ચોથા ક્વાર્ટરમાં ઓઈલ એન્ડ ગેસ બિઝનેસની આવક 2008 કરોડ રૂપિયા હતી, જે ત્રીજા ક્વાર્ટરમાં 2,559 કરોડ હતી. કંપનીના ઓઈલ અને ગેસ બિઝનેસનો Ebit રૂ. 946 કરોડ હતી, જ્યારે Ebit માર્જિન ઘટીને 47 ટકા થઈ ગઈ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Reliance Foundations, Reliance group, Reliance Industries, મુકેશ અંબાણી, રિલાયન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ

    આગામી સમાચાર