નવી દિલ્હીઃ ઓઈલથી લઈને ટેલિકોમ સેક્ટરમાં સામેલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 21 ઓક્ટોબરે સપ્ટેમ્બર 2022 ક્વાટરના પરિણામ રજૂ કર્યા. કંપનીએ કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વર્ષ-દર-વર્ષના આધાર પર ફ્લેટ હતો. સપ્ટેમ્બર 2022 ક્વાટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 13,656 કરોડ રૂપિયા રહ્યો. ગત વર્ષે આ જ ક્વાટરમાં તે 13,680 કરોડ રૂપિયા હતો.
પેટ્રોકેમિકલ કંપનીની આવક 33.7 ટકા વધીને 2.32 લાખ રૂપિયા થઈ. વિશ્લેષકોને આશા હતી કે, નફો 12 ટકા વધીને 15,263 કરોડ રૂપિયા થઈ શકે છે. જ્યારે વેચાણ 34 ટકા વૃદ્ધિ સાથે 2.25 લાખ કરોડ રૂપિયા રહેવાની આશા હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જણાવ્યુ કે, સપ્ટેમ્બર ક્વાટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ ઓપરેટિંગ નફો 14.5 ટકા વધીને 34,663 કરોડ રૂપિયા થયો. જુલાઈમાં સરકારે ક્રૂડ પર વધારે એક્સાઈઝ ડ્યૂટિ લગાવવાની અસર કંપનીના બિઝનેસ પર પડી છે.
કંપનીએ જણાવ્યુ કે, સ્પેશિયલ એક્સાઈઝ ડ્યૂટિને બાદ કરીએ તો કોન્સોલિડેટેડ ઓપરેટિંગ ચોખ્ખો નફો સપ્ટેમ્બર 2022 ક્વાટરમાં 27.8 ટકા વધીને 38,702 કરોડ રૂપિયા થયો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ એક પ્રેસ સ્ટેટમેન્ટમાં કહ્યુ કે, ‘કંન્ઝ્યુમર બિઝનેસના રેકોર્ડ પરફોર્મેન્સને જોઈને હું ખુશ છું. આ બિઝનેસ દરેક ક્વાટરમાં નવી સીમાચિહ્નોને સ્પર્શી રહ્યો છે.
રિલાયન્સ જીયોએ 30 સપ્ટેમ્બર, 2022ના રોજ સમાપ્ત ક્વાટર માટે તેના પરિણામોની જાહેરાત કરી છે. સપ્ટેમ્બર ક્વાટરમાં કંપનીનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો 28 ટકા વધીને 4,518 કરોડ રૂપિયા થઈ ગયો છે. જ્યારે એક વર્ષ પહેલા સમાન ક્વાટરમાં કંપનીનો નફો 3,528 કરોડ રૂપિયા હતો.
રિલાયન્સની ટેલિકેમ કંપની રિલાયન્સ જીયોના સપ્ટેમ્બર ક્વાટરમાં કામગીરીમાંથી આવક 20 ટકા વધીને 22,521 કરોડ રૂપિયા થઈ છે. જ્યારે ગત નાણાકીય વર્ષના સમાન ક્વાટરમાં કંપનીની આવક 18,731 કરોડ રૂપિયા હતી.
ક્વાટરના આધાર પર નાણાકીય વર્ષ 2023ના બીજા ક્વાટરમાં રિલાયન્સ જીયોનો નફો 4.2 ટકા વધીને 4518 કરોડ રૂપિયા થયો, જ્યારે નાણાકીય વર્ષ 2023ના પહેલા ક્વાટરમાં કંપનીનો નફો 4,335 કરોડ રૂપિયા હતો.
(ડિસ્ક્લેમરઃ નેટવર્ક18 અને ટીવી18 કંપનીઓ ચેનલ/વેબસાઈટનું સંચાલનક કરે છે. જેનું નિયંત્રણ સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ કરે છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક માત્ર લાભાર્થી છે.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર