રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સૌથી મોટો રેકોર્ડઃ 14 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કૅપવાળી દેશની પહેલી કંપની બની

News18 Gujarati
Updated: July 24, 2020, 2:16 PM IST
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સૌથી મોટો રેકોર્ડઃ 14 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કૅપવાળી દેશની પહેલી કંપની બની
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (ફાઇલ તસવીર)

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરે 9 મહિનામાં 55 ટકા અને એક વર્ષમાં 70 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે

  • Share this:
મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL-Reliance Industries Ltd)ની માર્કેટ કૅપ 14 લાખ કરોડ રૂપિયા (RIL market cap hits ₹14 lakh crore)ને પાર પહોંચી ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવું કરનારી દેશની પહેલીસ કંપની બની ગઈ છે. રિલાયન્સના શૅરમાં આવેલી તેજીને કારણે માર્કેટ કૅપમાં ઉછાળો આવ્યો છે. NSE (Nation Stock Exchange) પર રિલાયન્સનો શૅર હાલ (12:20 PM) 3.50 ટકાની તેજી સાથે કારોબાર કરતો જોવા મળ્યો. તે 2100 રૂપિયાના ભાવની ઉપર બની રહ્યો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કૅપ 14 લાખ કરોડને પાર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરમાં આવેલી તેજીને કારણે કંપનીની માર્કેટ કૅપ અત્યાર સુધીના સૌથી ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે. શૅરે એક સપ્તાહમાં 16 ટકા, એક મહિનામાં 24 ટકા, ત્રણ મહિનામાં 57 ટકા, 9 મહિનામાં 55 ટકા અને એક વર્ષમાં 70 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે.

આ પણ વાંચો, ભારતમાં ટૂંક સમયમાં મળશે કોરોનાની સૌથી સસ્તી દવા! એક ટેબ્લેટની કિંમત હશે 59 રૂપિયા

દેશની 10 સૌથી મોટી કંપનીઓની યાદી અહીં જુઓ (માર્કેઠ કૅપના હિસાબથી મનીકન્ટ્રોલ પર જાહેર થયેલી યાદી)
1. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ- માર્કેટ કૅપ-14.40 લાખ કરોડ રૂપિયા
2. ટીસીએસ (ટાટા કન્સલટન્સી સર્વિસિસ)- માર્કેટ કૅપ-8 લાખ કરોડ રૂપિયા
3. HDFC બેન્ક- માર્કેટ કૅપ-6 લાખ કરોડ રૂપિયા
4. HUL (હિન્દુસ્તાન યૂનિલીવર લિમિટેડ)- માર્કેટ કૅપ-5 લાખ કરોડ રૂપિયા
5. ઇન્ફોસિસ- માર્કેટ કૅપ-3.90 લાખ કરોડ રૂપિયા
6. HDFC લિમિટેડ- માર્કેટ કૅપ-3.20 લાખ કરોડ રૂપિયા
7. ભારતી એરટેલ- માર્કેટ કૅપ-3 લાખ કરોડ રૂપિયા
8. કોટક મહિન્દ્રા બેન્ક- માર્કેટ કૅપ-2.67 લાખ કરોડ રૂપિયા
9. ITC (ઇન્ડિયન ટોબેકો કંપની)- માર્કેટ કૅપ-2.44 લાખ કરોડ રૂપિયા
10. ICICI બેન્ક- માર્કેટ કૅપ-2.30 લાખ કરોડ રૂપિયા

આ પણ વાંચો, Forbes: મુકેશ અંબાણી બન્યા વિશ્વના પાંચમા સૌથી અમીર વ્યક્તિ

એશિયામાં રિલાયન્સ 10મા સ્થાને

એશિયામાં સૌથી વધુ માર્કેટ કૅપવાળી કંપનીઓની યાદીમાં રિલાયન્સ 10મા સ્થાને છે. વૈશ્વિક સ્તર પર ચીનનું અલીબાબા ગ્રુપ (Alibaba Group) 7મા સ્થાને છે. દુનિયાની 100 મૂલ્યવાન કંપનીઓની યાદીમાં ટીસીએસ પણ સામેલ છે. BSE પર TSCના એક શૅરનો ભાવ 2,170.75 રૂપિયા છે. હાલ ટીસીએસનું માર્કેટ કૅપ 109 અબજ ડૉલર એટલે કે 8.14 લાખ કરોડ રૂપિયા છે.

(ડિસ્ક્લેમર- ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)
Published by: Mrunal Bhojak
First published: July 24, 2020, 2:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading