"મેક ઈન ઓડિશા સંમેલન-2018"માં મુકેશ અંબાણી કરશે સંબોધન

News18 Gujarati
Updated: November 12, 2018, 10:30 AM IST
મુકેશ અંબાણી (ફાઇલ તસવીર)

મુખ્યમંત્રી નવિન પટનાયકે મુંબઈમાં મુકેશ અંબાણી સાથે મુલાકાત કરી આ આયોજનમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું.

  • Share this:
મુંબઈઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ઓડિશામાં મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા ચાલી રહેલા 'મેક ઈન ઓડિશા' સંમેલનને સંબોધશે. ભુવનેશ્વરમાં ચાલી રહેલા આ સંમેલનમાં અંબાણીનું સંબોધન સવારનાં 11 થી 12 વાગ્યાની વચ્ચે પ્લેનેટરી સત્રમાં હશે. તેમની સાથે ઓડિશાનાં મુખ્યમંત્રી નવિન પટનાયક પણ મંચ પર ઉપસ્થિત હશે. એવું માનવામાં આવી રહ્યું છે કે અંબાણીના આ પ્રોગ્રામમાં આવવાથી રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને એક નવી દિશા મળશે.

મુખ્યમંત્રી નવિન પટનાયકે મુંબઈમાં મુકેશ અંબાણી સાથે મુલાકાત કરી આ આયોજનમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું. આ વર્ષનાં ઓડિશા સંમેલનમાં અંબાણી સાથે દેશનાં બીજા ઘણા મોટાં ઉદ્યોગપતિઓ પણ હાજર રહેશે. જેમાં આદિત્ય બિરલા ગ્રુપનાં અધ્યક્ષ કુમાર મંગલમ્ બિરલા, તાતા સન્સ તરફથી નટરાજન ચંદ્રશેખરન અને વેદાંત ગ્રુપનાં અધ્યક્ષ અનિલ અગ્રવાલ પણ સામેલ છે.

છેલ્લા એક વર્ષથી રાજ્ય સરકાર 'મેક ઈન ઓડિશા' સંમેલનની તૈયારી કરી રહી છે. આમાં, રાજ્ય સરકારે દેશ અને વિદેશનાં આશરે 800 ઉદ્યોગપતિઓની જોડાવાની અપેક્ષા રાખી છે. પટનાયકે ઓડિશાને એન્જિનિયરિંગ હબ બનાવવા માટે તમામ સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી આપી છે.

સરકારનું અનુમાન છે કે આ પ્રયત્ન દ્વારા રાજ્યમાં લગભગ બે લાખ કરોડનું રોકાણ થવાની સંભાવના છે. રાજ્યનાં આ ઔદ્યોગિક વિકાસમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણીનાં આ સંમેલનમાં આવવાથી વધુ બળ મળશે. જણાવી દઈએ કે ફોર્બ્સ મેગેઝિને પોતાની યાદીમાં મુકેશ અંબાણીને ભારતના સૌથી ધનિક વ્યક્તિનાં રૂપમાં રાખ્યા છે. મુકેશ અંબાણી સતત 11 વર્ષોથી આ મેગેઝિનમાં સૌથી ટોચ પર છે.

ઉલ્લેખનીય છે કે, મેક ઈન ઓડિશા સંમેલન 11 થી 15 નવેમ્બર સુધી ચાલશે. જેમાં ઉદ્યોગપતિઓનો એક રોડ શો પણ ઓયોજિત કરવામાં આવ્યો છે. વિદેશી રોકાણકારોમાં જાપાન અને ફ્રાંસ પણ આમાં રસ દાખવી રહ્યું છે. ઓડિશા ભારતનું ખનિજ સંપદાથી સંપન્ન રાજ્ય છે. અત્યાર સુધી 250 કંપનીઓ આ સ્ટાર્ટએપ હેઠળ નોંધાઈ ગઈ છે.
First published: November 12, 2018, 10:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading