Home /News /business /Reliance Retailએ ડિજિટલ ફાર્મા Netmedsનો મોટો હિસ્સો ખરીદ્યો, 620 કરોડ રૂપિયામાં થઈ ડીલ

Reliance Retailએ ડિજિટલ ફાર્મા Netmedsનો મોટો હિસ્સો ખરીદ્યો, 620 કરોડ રૂપિયામાં થઈ ડીલ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (ફાઇલ તસવીર)

રિલાયન્સ રિટેલે નેટમેડ્સનો મોટો હિસ્સો ખરીદ્યો, અમેઝોનને ટક્કર આપવાની તૈયારી

    મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ જાહેરાત કરી કે તેમણે ઓનલાઇન ફાર્મસી બ્રાન્ડ નેટમેડ્સ (Netmeds)નો 60% હિસ્સો ખરીદી લીધો છે.  રિલાયન્સે આ ડીલ 620 કરોડ રૂપિયામાં કરી છે. આ ડીલના કારણે નેટમેડ્સની માર્કેટ વેલ્યૂ 1000 કરોડ રૂપિયાની થઈ ગઈ છે.

    RILનીસહાયક રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડએ નેટમેડ્સની ઇક્વિટી બહુમત હાસલ કરી દીધી છે. હેવિટાલિક હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ અને તેની સહાયક કંપનીઓ સામૂહીક રીતે નેટમેડ્સના રૂપમાં ઓળખાય છે. આ રો કાણનો 60% હિસ્સો હેવિટાલિકની ઇક્વિટી શેરના હોલ્ડિંગમાં અને 100% ડાયરેક્ટ પ્રત્યક્ષ ઇક્વિટી સ્વામિત્વ વિટેલિકની સહાયત એટલે કે ત્રિસારા હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ, નેટમેડ્સ માર્કેટ પ્લસ લિમિટેડ અને દાદા ફાર્મા ડિસ્ટ્રીબ્યૂશન પ્રાઇવેટ લિમિટેડમાં કરવામાં આવ્યું છે.

    નેટમેડ્સના સંસ્થાપક અને મુખ્ય કાર્ય કારી અધિકારી પ્રદીપ દાધા (Pradeep Dadha - Founder & CEO - Netmeds Marketplace)એ જણાવ્યું કે, રિલાયન્સના ડિજિટલ, રિટેલ અને ટેક પ્લેટફોર્મની સંયુક્ત તાકાતની સાથે અમે અનેકગણા વધારે ગ્રાહકોની વચ્ચે અમારી ચેનલને મજબૂત કરવામાં સક્ષમ થઈ શકીશું. તેઓએ કહ્યું કે, આ કરાર બાદ અમે અમારી સેવાને વધુ સારી બનાવીશું.

    આ વ્યૂહાત્મક રોકાણ વિશે જણાવતાં RRVLની નિદેશક ઈશા અંબાણીએ જણાવ્યું કે, ભારતમાં દરેક માટે ડિજિટલ પહોંચ પ્રદાન કરવા માટે અમારી પ્રતિબદ્ધતાની સાથે આ સમજૂતી કરવામાં આવી છે. નેટ્મેડ્સ ઉપરાંત રિલાયન્સ રિટેલની સારી ગુણવત્તા પ્રદાન કરવાની ક્ષમતાને વધારે છે. સસ્તી સ્વાસ્થ્ય દેખભાળ પ્રોડક્ટસ અને સેવાઓ અને ગ્રાહકોને રોજેરોજની જરૂરિયાતોને સામેલ કરવા માટે ડિજિટલ કોમર્સપ્રોપ્શને પણ વ્યાપક બનાવે છે. અમે આટલા ઓછા સમયમાં એક રાષ્ટ્રવ્યાપી ડિજિટલ પ્લેટફોર્મનું નિર્માણ કરવા માટે Netmedsના વિકાસથી પ્રભાવિત છીએ અને અમારું રોકાણ અને ભાગીદારીની સાથે તેને વધુ વેગવંતુ કરવાનો આત્મવિશ્વાસ ધરાવીએ છીએ.

    ડિજિટલ ફાર્મામાં નેટમેડ્સનું મોટું નામ

    વિટાલિક અને તેની સહાયક કંપનીઓ ફાર્મા ડિસ્ટ્રીબ્યૂશન, સેલ્સ અને બિઝનેસ સપોર્ટ સર્વિસના બિઝનેસમાં છે. તેઓ વર્ષ 2015થી કામ કરી રહ્યા છે, તેની સહાયક કંપની એક ઓનલાઇન ફાર્મસી પ્લેટફોર્મ- નેટમેડ્સ ચલાવે છે જે ગ્રાહોકને ફાર્માસિસ્ટોથી જોડવા અને ડોર સ્ટેપ ડિલીવરીને સક્ષમ કરવા માટે છે.

    (ડિસ્કેલમરઃ ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Deal, Reliance Industries, મુકેશ અંબાણી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन