RIL Annual Report: મુકેશ અંબાણી બોલ્યા,રિલાયન્સ પાસે મજબૂત બેલેન્સશીટ અને પૂરતી લિક્વિડિટી

  • Share this:
    મુંબઈ: રિલાયન્સ ઈડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited)એ બુધવારે નાણાંકીય વર્ષ 2020-21માં પોતાનો વાર્ષીક રીપોર્ટ જાહેર કર્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ (Mukesh Ambani)એ કહ્યું કે રિલાયન્સ પાસે ગ્રોથને સપોર્ટ કરવા માટે મજબૂત બેલેન્સશીટ છે. આ સાથે તેમણે કહ્યું કે રિલાયન્સ રિટેલની સાથે તેલ અને રસાયણ(O2C)બિઝનેસમાં મોટા રોકાણ કરવા માટેના સંકેત આપ્યા હતા.

    રિલાયન્સ જિયો, રિટેલ અને ઓઇલ-ટુ-કેમિકલ - અમારા ત્રણ હાયપર ગ્રોથ એન્જિનની વૃદ્ધિ યોજનાઓને ટેકો આપવા માટે અમારી પાસે હવે મજબૂત બેલેન્સશીટ અને પૂરતી લિક્વિડિટી છે. રિલાયન્સના વાર્ષિક રિપોર્ટમાં અંબાણીએ કહ્યું છે કે, આ ત્રણેય વ્યવસાયોના વિકાસ યોજનાને ટેકો આપવા કંપની પાસે લિક્વિડિટી પૂરતા પ્રમાણમાં છે.

    કંપનીએ રાઇટ્સ ઇશ્યૂ દ્વારા 53,124 કરોડ ઉભા કર્યા

    મુકેશ અંબાણીએ જણાવ્યું છે કે, કંપનીએ તેના ટેલિકોમ અને ડિજિટલ વ્યવસાયને સંચાલિત કરતી જિઓ પ્લેટફોર્મ્સ અને રિટેલ બિઝનેસમાં લઘુમતી શેર વેચીને આશરે 2 લાખ કરોડ રૂપિયા ઉભા કર્યા છે. આ સિવાય કંપનીએ રાઇટ્સ ઇશ્યૂ દ્વારા રૂ. 53,124 કરોડ પણ એકત્ર કર્યા છે. જેના કારણે કંપનીએ પહેલાથી જ શૂન્ય દેવું એટલે કે દેવા મુક્તનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે. રિલાયન્સ હવે નેટ શૂન્ય ડેટ કંપની બની ગઈ છે.

    આ પણ વાંચો: Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે શું થયો ફેરફાર, ફટાફટ ચેક કરો

    ટેક્નોલોજી અને નવીનતા પર ભાર મુકતા તેમણે કહ્યું કે, ભવિષ્ય તે કંપનીઓ અને સંસ્થાઓનું છે, જે ડિજિટલ ક્રાંતિ તરફ દોરી જશે અને તેનો સંપૂર્ણ લાભ પણ મળશે. તેમણે કહ્યું કે, ટેકનોલોજી હવે દરેક વ્યક્તિના જીવનનો એક અવિભાજ્ય અંગ બની ગઈ છે. અને આ સાથે જ તે બધા ધંધાની ચાલક શક્તિ બની ગઈ છે.

    (નોધ- નેટવર્ક 18 અને ટીવી 18 કંપનીઓ ચેનલ / વેબસાઇટનું સંચાલન કરે છે, જે ઇન્ડિપેન્ડન્ટ મીડિયા ટ્રસ્ટ દ્વારા નિયંત્રિત છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એકમાત્ર લાભર્થી છે.)
    Published by:kuldipsinh barot
    First published: