Reliance Industries Limited AGM: દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 42મી વાર્ષિક સામાન્ય મીટિંગ (AGM)માં ચેરમેન મુકેશ અંબાણીએ રોકાણકારોને જણાવ્યું કે નાણાકીય વર્ષ 2019માં કંપનીએ ફરી એકવાર ઉત્તમ પ્રદર્શન કર્યુ છે. ગયા વર્ષે પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ કમાણી કરનારી કંપની રહી છે. કન્ઝ્યૂમર વેપાર EBITDA 32 ટકા રહ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, Oil-to-Chem bizમાં Saudi Aramco પણ રોકાણ કરશે. આ અત્યાર સુધીનું સૌથી મોટું એફડીઆઈ (વિદેશી રોકાણ) હશે. તેમાં Saudi Aramcoની 20 ટકા ભાગીદારી હશે.
સઉદી અરામકો શું કરે છે?
આપને જણાવી દઈએ કે સઉદી અરબની ઓઇલ કંપની સઉદી અરામકો (Saudi Aramco) દુનિયાની સૌથી વધુ નફો કરતી કંપની છે. હાલમાં જ કંપનીએ પહેલીવાર પોતાનો ફાઇનાન્સિયલ ડેટાનું બોન્ડ ઇન્વેસ્ટમેન્ટનો ખુલાસો કર્યો છે. અરામકોનો 2018નો નફો 111.1 અબજ ડોલર રહ્યો, જે આ પૃથ્વી પર કોઈ પણ પ્રકારના બિઝનેસ સાથે જોડાયેલી કોઈ પણ અન્ય કંપનીનો નથી.
ડિસ્ક્લેમેર: ગુજરાતી ન્યૂઝ 18 ડોટ કોમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર