Home /News /business /એક રૂમ અને શેયર્ડ લેન્ડલાઇન ફોન, RIL AGMમાં મુકેશ અંબાણીએ 45 વર્ષ જૂની ઓફિસને યાદ કરી

એક રૂમ અને શેયર્ડ લેન્ડલાઇન ફોન, RIL AGMમાં મુકેશ અંબાણીએ 45 વર્ષ જૂની ઓફિસને યાદ કરી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના (Reliance Industries)ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ (Mukesh Ambani)કંપનીની 45મી એજીએમમાં (AGM)જૂના દિવસોને યાદ કર્યા

RIL AGM 2022 - મુકેશ અંબાણીએ કહ્યું- આપણા ફાઉન્ડર ધીરુભાઈ અંબાણી મોટા વિઝન અને મોટી મહત્વકાંક્ષા વાળા વ્યક્તિ હતા. તે સપના પુરા કરવામાં આવતા વિધ્નોને પાર કરવાની અદમ્ય ક્ષમતા રાખતા હતા

    મુંબઈ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના (Reliance Industries)ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ (Mukesh Ambani)કંપનીની 45મી એજીએમમાં (AGM)જૂના દિવસોને યાદ કર્યા હતા. તેમણે 45 વર્ષ પહેલા ધીરુભાઇ અંબાણી દ્વારા કંપનીની શરૂઆતના દિવસો વિશે વાત કરી હતી. તેમણે કંપનીની પ્રથમ ઓફિસને યાદ કરી અને જણાવ્યું કે કેવી રીતે એક રુમની ઓફિસ હતી અને ત્યાં શેયર્ડ લેન્ડલાઇન ફોન હતો.

    મુકેશ અંબાણીએ કહ્યું કે 45 વર્ષ પહેલા રિલાયન્સે એક લિસ્ટેડ કંપનીના રૂપમાં શરૂઆત કરી હતી. જૂની મુંબઈના એક ભીડભાડ વાળા વિસ્તારમાં એક સિંગલ રૂમની ઓફિસ હતી. ત્યાં બે નાના ટેબલ અને એક શેયર્ડ લેન્ડલાઇન ફોન હતો. જોકે આપણા ફાઉન્ડર ધીરુભાઈ અંબાણી મોટા વિઝન અને મોટી મહત્વકાંક્ષા વાળા વ્યક્તિ હતા. તે સપના પુરા કરવામાં આવતા વિધ્નોને પાર કરવાની અદમ્ય ક્ષમતા રાખતા હતા.

    તેમણે કહ્યું કે આજે રિલાયન્સ દુનિયાના મોટા અને વિશ્વસનીય બિઝનેલ એન્ટરપ્રાઇઝેઝમાંથી એકના રૂપમાં સ્થાપિત થઇ ચૂક્યું છે. આવા સમયમાં રિલાયન્સ પરિવારના દરેક સભ્યની કહીશ કે તેમણે બે વસ્તુઓ યાદ રાખવી જોઈએ, જે આપણા ફાઉન્ડરે ટિપ્સના રૂપમાં આપણને આપી છે.

    આ પણ વાંચો - જિયોનું ફાઇબર ઓપ્ટિક નેટવર્ક લગાવી શકે છે આ ધરતીના 27 ચક્કર : મુકેશ અંબાણી

    પ્રથમ - રિલાયન્સ ભલે ભવિષ્યમાં ઘણું મોટું થઇ જાય, જેને નિશ્ચિત થવાનું જ છે, તે હંમેશા પોતાના સંસ્થાપકની સ્પિરિટને લઇને આગળ વધતું રહેશે.

    બીજું - રિલાયન્સ ભવિષ્યમાં ગ્લોબલ લેવલ પર વધારે વિસ્તાર કરી લે, જેને નિશ્ચિત જ થવાનું છે, તે ગર્વથી પોતાની ભારતીય આત્મા અને ભારતીય ઓળખને બનાવી રાખશે.

    રિલાયન્સ પરિવારમાં દરરોજ આપણે જે પણ કરીએ છીએ તેમાં દેશભક્તિ આપણને વધારે ઉર્જા સાથે કામ કરવા માટે પ્રેરિત કરે છે. આપણો ઉદ્દેશ્ય દેશની અર્થવ્યવસ્થાને આગળ વધારવાનો, રોજગારી ઉભી કરવાની સાથે લોકોનો ખ્યાલ રાખવો પણ છે.

    મુકેશ અંબાણીએ Jio અને Qualcomm વચ્ચે ભાગીદારીની જાહેરાત કરી

    - ક્વોલકોમના સીઈઓ ક્રિસ્ટિયાનો અમોને કહ્યું કે - જેમ ભારત 75 વર્ષની આઝાદીની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે જિયો સાથે મળીને અમે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે પ્રતિબદ્ધ છીએ જે નાગરિકો અને વ્યવસાયોની સફળતાને સક્ષમ બનાવે છે, અને વડાપ્રધાન દ્વારા કલ્પના કરાયેલ નવીન ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

    - દુનિયાની ટોચની ચિપ મેકિંગ કંપની ક્વાલકોમ રિલાયન્સના જિયો પ્લેટફોર્મમાં રોકાણ કરશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Reliance Industries, RIL AGM, મુકેશ અંબાણી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन