નવી દિલ્હી. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited)ની 44મી વાર્ષિક સામાન્ય સભા (RIL 44th AGM) પર દેશભરની નજર રહેશે. RILના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી (Mukesh Ambani) બપોરે 2 વાગ્યે કંપનીના શેરધારકોને સંબોધિત કરશે. આજની AGMમાં Saudi Aramco ડીલ, 5G Service Timeline,5G ફોન અને Jio Book જેવી મોટી જાહેરાતો થવાની શક્યતા છે. AGMથી પહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલો વધુ એક અહેવાલ સામે આવ્યો છે. Fitchએ કંપનીની Foreign-Currency રેટિંગ વધારીને BBB કરી દીધી છે. બીજી તરફ, લોકલ કરન્સી આઉટલુક સ્ટેબલ પર બરકરાર રહી છે.
આજની RIL AGMમાં થઈ શકે છે મોટી જાહેરાત
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આજની AGMમાં સાઉદી અરામકો પર વિશેષ અપડેટ આવવાની શક્યતા છે. તેમાં સાઉદી અરામકોના ચેરમેનને RILના બોર્ડમાં સામેલ કરવાની જાણકારી આપવામાં આવી શકે છે. આજની AGMમાં 5G Service શરૂ કરવાની ટાઇમલાઇન (Timeline) આપવામાં આવી શકે છે. આ ઉપરાંત 5G સ્માર્ટફોન, Jio Book લેપટોપના લૉન્ચ સાથે જોડાયેલી જાહેરાતો પણ થઈ શકે છે.
આ ઉપરાંત આજની AGMમાં O2C કારોબાર પર મોટી જાહેરાતની શક્યતા છે. કારોબારના ડીમર્જર પર NCLT મંજૂરી અંગેના અપડેટ મળી શકે છે. KG-D6 ગેસ પ્રોડક્શન પર અપડેટ મળી શકે છે. ફ્યૂઅલ રિટેલિંગ અને ઇલેક્ટ્રીક વ્હીકલ પર કંપનીના પ્લાનની પણ જાણકારી મળી શકે છે. તેની સાથે જ કંપનીના રિટેલ કારોબાર અને JioMart-WhatsApp ડીલ ઉપર પણ અપડેટ મળી શકે છે.
ગઈ AGM બાદ શું ફેરફારો આવ્યા?
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષની AGM બાદ આજે યોજાનારી AGM સુધી કંપનીમાં ઘણા ફેરફાર આવ્યા છે. આ અવધિમાં કંપનીની બેલેન્સ શીટ ખૂબ મજબૂત થઈ છે. કંપની નેટ દેવામુક્ત થઈ છે. કંપનીનો કેશ ફ્લો વધ્યો છે. જેને જોતાં આશા છે કે કંપની આજે મોટા રોકાણ અને નવા સેક્ટર્સમાં ઉતરવાની જાહેરાત કરી શકે છે.
વિશેષમાં AGMના એક દિવસ પહેલા એટલે કે 23 જૂને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્ટોકમાં લગભગ 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીના રોકાણકારો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે અનેક મોટી જાહેરાતો અને સ્પષ્ટીકરણનો ઇંતજાર કરી રહ્યા છે. રોકાણકારોને આશા છે કે આજે યોજાનારી RIL AGMમાં નવા વ્યૂહાત્મક રોકાણકારો અને સ્ટોક સેલ પર અત્યાર સુધીમાં થયેલી પ્રગતિની જાણકારી મળશે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, આજની AGMમાં સઉદી અરામકોના ચેરમેન Yasir Al-Rumayyanને રિલાયન્સના બોર્ડમાં સામેલ કરવાની જાહેરાત થઈ શકે છે. JPMorganના જણાવ્યા મુજબ, આ પ્રકારનો કોઈ પણ નિર્ણય કંપની માટે ખૂબ પોઝિટિવ રહેશે.
(Disclaimer- નેટવર્ક18 અને ટીવી18 કંપનીઓ ચેનલ/વેબસાઇટનું સંચાલન કરે છે, જે ઇન્ડિપેન્ડન્ટ મીડિયા ટ્રસ્ટ દ્વારા નિયંત્રિત છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એકમાત્ર લાભાર્થી છે.)
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર