Home /News /business /RIL AGM: જાણો આજે શું થઈ શકે છે મોટી જાહેરાત અને ઇવેન્ટની આસપાસ કેવી રહેશે સ્ટોકની ચાલ?
RIL AGM: જાણો આજે શું થઈ શકે છે મોટી જાહેરાત અને ઇવેન્ટની આસપાસ કેવી રહેશે સ્ટોકની ચાલ?
આજે વાર્ષિક સભામાં રિલાયન્સ શું મોટી જાહેરાત કરી શકે છે? જેની અસર શેર પર કેવી રહેશે?
ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરના પરિણામ બાદ બ્રોકરેજ હાઉસો રિલાયન્સના શેર પર ખૂબ જ બુલિશ છે. આ સ્ટોકની હિલચાલને ટ્રેક કરતા 39 બ્રોકરેજ હાઉસ પૈકી 31 બ્રોકરેજ હાઉસે આ સ્ટોકમાં BUY રેટિંગ આપ્યું છે. ત્યારે આજની આ ઈવેન્ટમાં થનારી જાહેરાતોની પણ શેર પર અસર જોવા મળી શકે છે.
મુંબઈઃ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સની વાર્ષિક સામાન્ય સભા સોમવારે, 29 ઓગસ્ટના રોજ એટલે કે આજે યોજાવાની છે. મુકેશ અંબાણીએ આ વર્ષે જૂનમાં રિલાયન્સ જિયોના ચેરમેન પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમના મોટા મોટા આકાશ અંબાણીએ આ કમાન સંભાળી છે. RILની AGM એક એવી ઈવેન્ટ છે, જેના કારણે નિફ્ટી 50 ઈન્ડેક્ષના આ હેવી વેટ સ્ટોકમાં મોટી મૂવમેન્ટ જોવા મળી શકે છે. રોકાણકાર અને એનાલિસ્ટને આશા છે કે, આ AGMમાં મોટી જાહેરાત થઈ શકે છે.
ગયા વર્ષે કંપનીએ પોતાની AGMમાં ગ્રીન એનર્જી બિઝનેસમાં મોટું પગલું ભરવાની જાહેરાત કરી હતી. તેની અગાઉના વર્ષે કંપનીએ ગૂગલને મોટનોરિટી રોકાણકાર તરીકે શામેલ કરવાની જાણકારી આપી હતી. વર્ષ 2016ના AGMમાં ટેલિકોમ સર્વિસ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
સતત ત્રીજા વર્ષે કંપનીની AGM 29 ઓગસ્ટના રોજ એટલે કે, આજે થશે. આ AGM બપોરે 2 વાગ્યાથી શરૂ થશે જેમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ સાથે બીજા સબસિડિયરી મેમ્બર પ્રેઝન્ટેશન આપશે. આ AGMમાં કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર અને શેરહોલ્ડર 11 પ્રેઝન્ટેશન પર વોટિંગ કરશે.
AGMની આસપાસ સ્ટોકની ચાલ કેવી રહી શકે છે
છેલ્લા 10 વર્ષના આંકડા પર નજર નાખવામાં આવે તો AGM પહેલા અને પછી રિલાયન્સ સ્ટોકમાં ફેરફાર થઈ શકે છે. AGMના એક સપ્તાહ પહેલા તેનું રિટર્ન મામૂલી રહેતુ આવ્યું છે. AGMના એક સપ્તાહ બાદ આ સ્ટોકમાં લગભગ 4 ટકાની એવરેજ જોવા મળી શકે છે. Bloombergએ જે પણ માહિતી જાહેર કરી છે, તેના પરથી આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડા અનુસાર છેલ્લા 10 વર્ષના પરફોર્મન્સ પર નજર નાખવામાં આવે તો AGMના એક મહિના પહેલા સ્ટોકમાં 2.1 ટકા વૃદ્ધિ જોવા મળી. AGMના એક મહિના પછી આ સ્ટોકમાં 6 ટકાની વૃદ્ધિ જોવા મળી.
નિષ્ણાંતો અનુસાર આ વર્ષે રોકાણકારોને રિલાયન્સની AGM પાસેથી ખૂબ જ આશા છે. આ AGMમાં કંપની કન્ઝ્યુમર રિટેઈલ બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. માનવામાં આવી રહ્યું થે કે, 29 ઓગસ્ટની AGMમાં જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેઈલના લિસ્ટિંગની ટાઈમ લાઈમની જાહેરાત થઈ શકે છે.
માનવામાં આવી રહ્યું છે કે, આગામી AGMમાં ન્યૂ એનર્જી બિઝનેસ અંગે મોટી જાહેરાત થઈ શકે છે. ગયા વર્ષે થયેલ AGMમાં ન્યૂ એનર્જી બિઝનેસ મુખ્ય મુદ્દો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી આ કંપનીનો બિઝનેસ ખૂબ જ વિસ્તર્યો છે.
બ્રોકરેજ ફર્મ જેએમ ફાઈનાન્શિયલ જણાવે છે કે, રોકાણકારો રાહ જોઈ રહ્યા છે કે, આગામી AGMમાં કંપનીના ઓઈલ ટુ કેમિકલ અને ગ્રીન એનર્જી બિઝનેસમાં રણનૈતિક રોકાણકાર શામેલ થવાની જાહેરાત થશે કે નહીં. AGMમાં 5G મોબાઈલ સર્વિસ અંગે જાહેરાત કરવામાં આવશે કે નહીં તે માટે પણ રોકાણકારો મીટ માંડીને રાહ જોઈ રહ્યો છે. સ્પેક્ટ્રમ ફાળવણીમાં રિલાયન્સે સૌથી વધુ સ્પેક્ટ્રમ મેળવ્યા છે. આ પછી કંપનીના શેરમાં ઘણો ઉછાળો આવ્યો છે. અંબાણી તેની લૉન્ચ ટાઈમલાઈન અને ટેરિફ પ્લાનની માહિતી બધાની સામે મૂકી શકે છે.
કંપનીએ સરકાર પાસેથી 25gigahertz સ્પેક્ટ્ર મેળવવા માટે 11.3 અરબ ડોલરનું રોકાણ કર્યું છે. રિલાયન્સ જિયો 5G સર્વિસની પ્રાઈસ અંગે પણ જાહેરાત કરશે, જેના પર રોકાણકાર સતત નજર રાખશે. સ્ટોક ડીલર જણાવે છે કે, જો કંપની આ તમામ બાબતોએ યોગ્ય જાહેરાત કરે તો રિલાયન્સના શેરમાં તેજી આવી શકે છે.
રિલાયન્સના પહેલા ક્વાર્ટરના પરિણામ બાદ બ્રોકરેજ હાઉસમાં સતત આ સ્ટોક પર નજર રાખવામાં આવી રહી છે. આ સ્ટોકને કવર કરનાર 39 બ્રોકરેજમાંથી 31 બ્રોકરેજે આ સ્ટોકને “buy” રેટીંગ આપી છે, 3 બ્રોકરેજે આ સ્ટોકને “હોલ્ડ” રેટીંગ આપી છે. આ તમામ બ્રોકરેજને આપવામાં આવેલ ટાર્ગેટની એવરેજ કાઢવામાં આવે તો આગામી 12 મહિનામાં આ સ્ટોકમાં 12 ટકા તેજી જોવા મળી શકે છે. UBS સિક્યોરિટીઝે આ સ્ટોકને ‘ન્યૂટ્રલ’ રેટીંગમાંથી દૂર કરીને ‘buy’ રેટીંગ આપી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
(ડિસ્ક્લેમરઃ નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ પર ઇન્ડિપેન્ડેન્ટ મીડિયા ટ્રસ્ટનો માલિકી હક છે. જેની લાભાર્થી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર