liveLIVE NOW

Reliance AGM 2021: રિલાયન્સ રિટેલ આગામી 3 વર્ષમાં 10 લાખથી વધુ નોકરીઓ આપશે

Reliance AGM 2021 LIVE: રિલાયન્સે છેલ્લા એક વર્ષમાં 75,000 નવી નોકરીઓ આપી- મુકેશ અંબાણી

  • News18 Gujarati
  • | June 24, 2021, 16:01 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 2 YEARS AGO
    15:49 (IST)
    RILના ચેરમેને મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે, રિલાયન્સ આગામી 10 વર્ષમાં 20,000 કરોડ ડૉલરનું રોકાણ કરશે.

    15:48 (IST)

    મુકેશ અંબાણીએ આશા વ્યક્ત કરી છે કે, ભારત ટૂંક સમયમાં કોરોના મુક્ત થઈ જશે.

    15:46 (IST)
    જિયોના કારોબારમાં જોરદાર તેજી
    મુકેશ અંબાણીએ કહ્યું કે, કોરોના સંક્રમણના કહેર વચ્ચે જિયોનું પર્ફોમન્સ સારું રહ્યું છે. જિયો પહેલી એવી કંપની બની છે જે ચીનને બાદ કરતાં કોઈ એક દેશમાં 40 કરોડથી વધુ સબ્સક્રાઇબ છે. આ કારણે જિયો આજે દુનિયાની બીજી સૌથી મોટી મોબાઇલ ડેટા હેન્ડલ કરનારી કંપની બની ગઈ છે.

    15:43 (IST)
    પોતાના સંબોધનમાં મુકેશ અંબાણીએ કહ્યું કે, કોરોના કાળમાં નેટવર્ક18ના પત્રકારો ખડેપગે રહ્યા

    15:40 (IST)
    મુકેશ અંબાણીને શેરધારકોને સંબોધતા કહ્યું કે, રિલાયન્સ રિટેલ આગામી ત્રણ વર્ષમાં 10 લાખથી વધુ નોકરીઓ આપશે.

    15:35 (IST)
    મુકેશ અંબાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, રિલાયન્સ રિટેલે દૈનિક 30 લાખ યુનિટ વેચ્યા. 8 માંથી 1 ભારતીયે રિલાયન્સ રિટેલમાંથી શોપિંગ કર્યું. Apparel Bizમાં દૈનિક 5 લાખ યુનિટ્સ વેચ્યા. Apparel Bizમાં 1 વર્ષમાં 18 કરોડ યુનિટ વેચ્યા.

    15:33 (IST)
    જિયો ફાઇબર અને 5G ટેક્નોલોજી વિશે મુકેશ અંબાણીએ શું કહ્યું?
    >> JIO ફાઈબરનું વિસ્તરણ ઝડપથી થઈ રહ્યું છે
    >> JIOના એન્જિનિયર 5G સોલ્યૂશન કામ કરી રહ્યા છે
    >> ભારતમાં JIO 5Gનું ટેસ્ટિંગ થઈ ગયું છે
    >> ભારતમાં JIO 5Gનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ
    >> ભાગીદારોની સાથે 5G ડિવાઈઝ ડેવલપ કરી રહ્યા છીએ
    >> 5G ઈકોસિસ્ટમથી ભારત ગ્લોબલ હબ બનશે
    >> ભારતને 2G મુક્ત અને 5G યુક્ત કરશે JIO


    15:27 (IST)
    રિલાયન્સના ચેરમેને કહ્યું કે, RIL આગામી ત્રણ વર્ષમાં ન્યૂ એનર્જી બિઝનેસ પર 75,000 રૂપિયાનું રોકાણ કરશે.

    RIL AGM 2021: માર્કેટ કેપના હિસાબથી દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ની વાર્ષિક સામાન્ય બેઠક (RIL AGM 2021)ને કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી (Mukesh Ambani)એ સંબોધિત કરી. તેઓએ કહ્યું કે, આપણે કોરોના (Coronavirus) કારણે માનવીય ત્રાસદી વચ્ચે ઊભા છીએ. કંપનીના અનેક કર્મચારીઓ અને શેરહોલ્ડર્સે કોરોના વાયરસની મહામારી સહન કરી છે. અમારી સંવેદનાઓ તેમના પરિવારની સાથે છે.

    (Disclaimer- નેટવર્ક18 અને ટીવી18 કંપનીઓ ચેનલ/વેબસાઇટનું સંચાલન કરે છે, જે ઇન્ડિપેન્ડન્ટ મીડિયા ટ્રસ્ટ દ્વારા નિયંત્રિત છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એકમાત્ર લાભાર્થી છે.)