Home /News /business /RIL AGM 2021: કોરોના વોરિયર્સની ઇશા અને આકાશે કરી પ્રશંસા, કહ્યું- દાદાજી સાથે હોત તો બધા પર ગર્વ કરતા
RIL AGM 2021: કોરોના વોરિયર્સની ઇશા અને આકાશે કરી પ્રશંસા, કહ્યું- દાદાજી સાથે હોત તો બધા પર ગર્વ કરતા
RIL AGM 2021
આકાશ અંબાણીએ કહ્યું- પડકારાનો સામનો કર્યો છતા જ્યારે આપણે એક વર્ષ પાછળ વળીને જોઈએ છીએ તો આપણે બધા લોકો વિનમ્ર અને પ્રેરિત અનુભવ કરીએ છીએ. આપણા રિલાયન્સ પરિવારનો દરેક વ્યક્તિ એકબીજાની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે
નવી દિલ્હી : RIL AGM 2021 Live Updates:રિલાયન્સની 44મી એજીએમ (Reliance AGM 2021) બેઠક ચાલી રહી છે. આ બેઠકની શરુઆત મુકેશ અંબાણીના સંબોધનથી થઈ હતી. આ પછી ઇશા અને આકાશ અંબાણીએ (Akash Ambani)બેઠકને સંબોધિત કરી હતી. એજીએમ વીડિયો કોન્ફરન્સ અને બીજા ઓડિયો-વિઝ્યુલના માધ્યમો દ્વારા થઇ રહી છે. આ બેઠક પર બધાની નજર ટકેલી છે. આવો તમને જણાવીએ કે બેઠકને સંબોધિત કરતા ઇશા અને આકાશ અંબાણીએ શું કહ્યું.
ઇશા અંબાણીએ કહ્યું કે ગત એજીએમમાં અમે આશા રાખી હતી કે આ વર્ષ સુધી આપણે મહામારીથી છૂટી જઇશું પણ પરિસ્થિતિઓ સામાન્ય ન હોવાના કારણે આપણે બીજી વખત વર્ચ્યુઅલી મિટિંગ કરી રહ્યા છીએ. આ બધા માટે મુશ્કેલ સમય રહ્યો છે પણ આપણે એક દેશના રૂપમાં, એક સમાજના રૂપમાં અને એક રિલાયન્સ પરિવારના રૂપમાં તેનાથી ઉપર ઉઠવા માટે એક સાથે આવ્યા છીએ.
આકાશ અંબાણીએ કહ્યું કે પડકારાનો સામનો કર્યો છતા જ્યારે આપણે એક વર્ષ પાછળ વળીને જોઈએ છીએ તો આપણે બધા લોકો વિનમ્ર અને પ્રેરિત અનુભવ કરીએ છીએ. આપણા રિલાયન્સ પરિવારનો દરેક વ્યક્તિ એકબીજાની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે.
ઇશા અંબાણીએ આગળ કહ્યું કે જો આપણા દાદા આજે આપણી સાથે હોત તો તેમને બધા પર ગર્વ હોત. આ તે રિલાયન્સ છે જેને તે હંમેશા જોવા માંગતા હતા, જ્યાં પ્રત્યેક વ્યક્તિએ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા અને આપણા સમુદાયો અને આપણા દેશની સેવા કરવા માટે પોતાનો બધો પ્રયત્ન કર્યો છે. આપણા રિલાયન્સ પરિવારના ઘણા સભ્યોએ આ લડાઇને ફ્રન્ટલાઇટથી લડી છે. આપણા રિટેલ સ્ટોરના કર્મચારી, ટેલિકોમ એન્જીનિયર, ડોક્ટર, નર્સ, હોસ્પિટલના કર્મચારી પણ આ સંકટમાં પોતાનું કામ સારી રીતે કરતા રહ્યા હતા.
ફ્રન્ટ લાઇન યોદ્ધાઓને નિભાવી પોતાની ફરજ
આપણા Jio એન્જીનિયરોમાંથી એક દળે 13,000 ફૂટની ઉંચાઇ પર 10 ફૂટ બરફમાં 12 કિલોમીટરની યાત્રા કરી હતી. આપણા ઘણા ફ્રન્ટ લાઇન યોદ્ધાઓએ પોતાની ફરજ દરમિયાન પોતાને COVIDથી બચાવતા લોકોની નિસ્વાર્થ સાહસથી સેવા કરી અને આપણને આ લડાઇમાં આગળ વધવામાં મદદ કરી.
" isDesktop="true" id="1108067" >
ચક્રવાતનો પણ લોકોએ મજબૂતીથી સામનો કર્યો
આ વર્ષની શરૂઆતમાં મુંબઈમાં ચક્રવાત આવ્યું તો આપણા કેટલાક Jio અને રિટેલ સ્ટોરોએ અનિશ્ચિતકાલિન વીજળી કાપનો સામનો કરવો પડ્યો. આપણા સ્ટોર મેનેજર રૂપેશ અને ઘણા અન્ય લોકોએ પોતાના ગ્રાહકોને આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે ન્યૂનતમ વીજળી ખતમ પર સ્ટોર ચાલ્યું રાખ્યા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર