RIL AGM 2021: હવે એનર્જી સેક્ટરમાં રિલાયન્સનો દુનિયામાં વાગશે ડંકો, રૂ.60,000 કરોડનું રોકાણની જાહેરાત

ગ્રીન એનર્જી બિઝનેસ

Green Energy Business RIL AGM: 2021માં રિલાયન્સ પોતાનો ન્યૂ એનર્જી બિઝનેશને લોન્ચ કરવા જઈ રહ્યું છું. તેમણે કહ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 15 વર્ષમાં કાર્બનમુક્ત કંપની બનાવવાનું લક્ષ્ય કર્યું છે

  • Share this:
    નવી દિલ્હીઃ RIL AGM 2021: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની (RIL) 44મી એજીએમમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ (RIL Chairman Mukesh Ambani) ગ્રીન એનર્જીને (Green Energy) લઈને મોટી જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ કહ્યું કે વર્ષ 2016માં અમે ડિઝિટલ ડિવાઈડ ભરવા માટે જીયો લોન્ચ કર્યું હતું. 2021માં રિલાયન્સ પોતાનો ન્યૂ એનર્જી બિઝનેશને લોન્ચ કરવા જઈ રહ્યું છું. તેમણે કહ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 15 વર્ષમાં કાર્બનમુક્ત કંપની બનાવવાનું લક્ષ્ય કર્યું છે.

    કંપની ધીરુભાઈ અંબાણી ગીગા કોમપ્લેલેક્સ ગુજરાતના જામનગરમાં બનાવશે. આ વર્ષે કંપની નવી એનર્જી બિઝનેઝ (New Energy Business)ની જાહેરાત કરીશે. રિલાયન્સ રિન્યએબલ એનર્જીમાં 60,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેમણે કહ્યું કે અમે ચાર ગીગા ફેક્ટરીઓને સમર્થન આપવા માટે માળખાકીય ઢાંચો અને સામગ્રીની ઉપલબ્ધી કરાવશે.

    અમારું જામનગર કોમ્પ્લેક્સ ઈન ગીગા ફેક્ટ્રીઓને સમર્થન આપવા માટે આવશ્યક સહાયક સામગ્રી અને ઉપકરણોના નિર્ણયના માટે માળખાકીય ઢાંચો અને ઉપયોગિતાઓ પ્રદાન કરશે જેથી મહત્વપૂર્ણ સામગ્રી સમય ઉપર ઉપલબ્ધ થઈ શકે.

    આ પણ વાંચોઃ-Reliance AGM: 10માંથી 1 કોરોના દર્દીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં બનેલો ઓક્સીજન મફત મળ્યોઃ નીતા અંબાણી

    કંપની આપશે સસ્તા સોલ મોડ્યૂલ
    અંબાણીએ કહ્યું કે સોલાર એનર્જી થકી કંપની સસ્તા મોડ્યૂલ આપશે. સોલાર એનર્જી ઉપર કંપનીનું ફોકસ ચાલું રહેશે. 2030 સુધી કંપની 100 ગીગાવોટની એનર્જી ક્ષમતા તૈયાર કરશે. કંપની બેટરીમાં સોલર એનર્જી સ્ટોર કરવા ઉપર ફોકસ ચાલું રાખશે. કંપની નવા એનર્જી બિઝનેશમાં 3 વર્ષમાં 75,000 કરોડ રોકાણ કરશે.

    આ પણ વાંચોઃ-Reliance AGM 2021: મુકેશ અંબાણીએ સાઉદી અમારકોના ચેરમેનને રિલાયન્સ બોર્ડમાં શામેલ કર્યા

    ગ્રીન એનર્જીનુ લક્ષ્ય 2030 સુધી પુરું કરવામાં આવશે
    ગ્રીન એનર્જીનું લક્ષ્ય 2030 સુધી પુરુ કરવામાં આવશે. આ ઉપરાંત કંપની ન્યૂ મટીરિયલ અને ગ્રીન કેમિકલ્સને લઈને વિચાર કરી રહી છે. હાઈડ્રોઝન અને સોલર ઈકો સિસ્ટમનો સપોર્ટ કરવા માટે રિલાયન્સ વર્લ્ડ સ્કેલ કાર્બન ફાઇબર પ્લાન્ટ ડેવલોપ કરશે.

    15,000 કરોડનું વધારાનું રોકાણ
    અમે આ દેશવ્યાપી ઇકોસિસ્ટમનો ભાગ બનવા માટે યોગ્ય ક્ષમતાઓ વાળા સ્વતંત્ર નિર્માતાઓને પણ સમર્થન કરશે. અમે અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગો સહિત વેલ્યૂ ચેન, પાર્ટનરશિપ અને ફ્યૂટર ટેક્નોલોજીમાં વધારાના 15,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશું.
    Published by:ankit patel
    First published: