RILની 43મી એજીએમ આજે! જાણો ક્યારે શરૂ થશે અને ક્યાંય LIVE જોઈ શકાશે

News18 Gujarati
Updated: July 15, 2020, 11:35 AM IST
RILની 43મી એજીએમ આજે! જાણો ક્યારે શરૂ થશે અને ક્યાંય LIVE જોઈ શકાશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી (Mukesh Ambani) સંબોધિત કરશે. (ફાઇલ તસવીર)

કોરોના કાળમાં ઓનલાઇન યોજાનારી આ AGMમાં દુનિયાભરથી રિલાયન્સના રોકાણકારો હિસ્સો લેશે

  • Share this:
નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ની 43મી એજીએમ (AGM-Annual General Meeting) બુધવાર 15 જુલાઈ બપોરે બે વાગ્યે યોજાશે. દેશમાં ફેલાયેલા કોરોના સંક્રમણને જોતાં આ વખતે એજીએમને ઓનલાઇન યોજવાનો નિર્ણય લીધો છે. અલગ-અલગ વર્ચ્યૂઅલ પ્લેટફોર્મ દ્વારા રિલાયન્સના એક લાખથી વધુ શૅર હોલ્ડર આ બેઠકમાં સામેલ થશે. રિલાયન્સની આ બેઠક બપોરે બે વાગ્યે શરૂ થશે, તેને કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી (Mukesh Ambani) સંબોધિત કરશે. ખાસ વાત એ છે કે કંપનીનો આઈપીઓ લૉન્ચ થયા બાદ આ પહેલી બેઠક છે.

આવી રીતે પ્રાપ્ત કરી શકાશે જાણકારી - એજીએમથી જોડાયેલી કોઈ પણ જાણકારી અને શૅરહોલ્ડર્સ, રોકાણકારો, મીડિયા અને સામાન્ય લોકોની મદદ માટે રિલાયન્સે વોટ્સએપ ચેટબોટ પણ જાહેર કર્યું છે. તેના માટે આપને માત્ર +91 79771 11111ને પોતાના ફોનમાં સેવ કરીને 'Hi' લખીને મોકલવાનું રહેશે. ત્યારબાદ બૉટ દ્વારા આપની તમામ સમસ્યાઓનું સમાધાન કરવામાં આવશે. એજીએમથી જોડાયેલા વોટ્સએપ ચેટબોક્સને જિયો હેપ્ટિકે બનાવ્યું છે. આ ચેટબોક્સ 24*7 કામ કરશે.

આ પણ વાંચો, દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 43મી AGM આજે, થઈ શકે છે અગત્યની જાહેરાતો

સમય કરતાં પહેલા પૂરો કર્યો દેવા મુક્ત થવાનો વાયદો

કોરોના સંકટ કાળમાં પણ પોતાના ડિજિટલ પ્લેટફોર્મમાં દુનિયાના દિગ્ગજ રોકાણકારો તરફથી ભારે રોકાણ એકત્ર કરવામાં સફળ રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ શાખા R-Jio પ્લેટફોર્મમાં કંપનીને 22 એપ્રિલથી 12 જુલાઈ સુધી કુલ 25.24 ટકા હિસ્સેદારીના વેચાણથી 1,18,318.45 કરોડ રૂપિયાનું રોકાણ મળ્યું છે. આ ઉપરાંત કંપનીએ પોતાના હાલના શેરહોલ્ડર્સને રાઇટ ઇસ્યૂ જાહેર કરી 53,124 કરોડ રૂપિયા પણ એકત્ર કર્યા છે.

આ પણ વાંચો, ખુશખબર! કોર્ટમાં ટ્રમ્પ સરકાર ઝૂકી- વિદેશી સ્ટુડન્ટ્સના વીઝા રદ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો

કોરોના કાળમાં ઓનલાઇન યોજાનારી આ એજીએમમાં દુનિયાભરથી રિલાયન્સના રોકાણકારો હિસ્સો લેશે.
Published by: Mrunal Bhojak
First published: July 15, 2020, 11:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading