દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 43મી AGM આજે, થઈ શકે છે અગત્યની જાહેરાતો

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 43મી AGM આજે, થઈ શકે છે અગત્યની જાહેરાતો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (Reliance Industry Chairman Mukesh Ambani)

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની AGMમાં મુકેશ અંબાણી કંપનીના મેગા ફ્યૂચર પ્લાનની જાહેરાત થઈ શકે છે

 • Share this:
  નવી દિલ્હીઃ માર્કેટ કૅપના હિસાબથી દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ની એજીએમ (AGM-Annual General Meeting)માં કંપનીના મેગા ફ્યૂચર પ્લાનની જાહેરાત થઈ શકે છે. CNBC આવાજ મુજબ, તેમાં Reliance Jio ડીલ અને કંપની સમય પહેલા દેવા મુક્ત (Net Debt Free) થવાની પણ ચર્ચા થઈ શકે છે. રિલાયન્સ ઇન્ડસ્રીે ઝના ચેરમેન મુકેશ અંબાણી (Reliance Industry Chairman Mukesh Ambani) ફેસબુક જેવી ટેક દિગ્ગજોની સાથે ભાગીદારીનો ફાયદો ઉઠાવવા સાથે જોડાયેલી જાહેરાત કરી શકે છે. એવું અનુમાન પણ છે કે એજીએમમાં અંબાણી શેરહોલ્ડર્સની સામે પોતાની મુખ્ય કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં તેલને રસાયણમાં ફેરવવાની મોટી વિસ્તાર યોજનાની પણ જાણકારી આપશે.

  રિટેલ બિઝનેસ ગ્રોથ પ્લાન  આ બેઠકમાં કંપનીના રિટેલ બિઝનેસ ગ્રોથ પ્લાન પર ફોકસ રહી શકે છે. તેની સાથે જ O-to-C બિઝનેસનો પ્લાન જણાવવામાં આવી શકે છે. જાણકારોનું કહેવું છે કે AGMમાં કંપની Aramco ડીલ વિશે જાણકારી આપી શકે છે. મોર્ગન સ્ટેનલી મુજબ, આજની એજીએમમાં ઇનવિટ અને O-to-C બિઝનેસમાં ભાગીદારી વેચા ણની પ્રગતિની જાણકારી આપવામાં આવશે.

  આ ઉપરાંત ડિજિટલ વેપારમાં વ્યૂહાત્મક ભાગીદારી વિશે વધુ જાણકારી મળી શકે છે, નાણાકીય કારોબાર ગ્રોથ પ્લાનની જાણકારી મળી અને ઓઇલથી રસાયણ એકીકરણ પ્રક્રિયા તથા નવી ટેક્નોલોજી વિશે જણાવવામાં આવી શકે છે.

  આ પણ વાંચો, ખુશખબર! કોર્ટમાં ટ્રમ્પ સરકાર ઝૂકી- વિદેશી સ્ટુડન્ટ્સના વીઝા રદ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો

  આજની એજીએમમાં વેલ્યૂ એડેડ પ્રોડક્ટસને બનાવવા માટે ઉર્જા કણને કાર્બન મુક્ત કરવા વિશે કંપનીની યોજના પર વાત થઈ શકે છે. આ પ્રકારના ઉત્પાદોથી કાર્બન ઇમીશન નહીં થાય. જાણકારોનું અનુમાન છે કે આજની એજીએમમાં કોરોના કાળ બાદની કંપનીની રણનીતિ અને સંપત્તિનું વેલ્યૂએશન વિશે પણ જાણકારી મળશે.

  જિયો પ્લેટફોર્મનું લિસ્ટિંગ, 5Gને લઈને થઈ શકે છે જાહેરાત

  જિયો પ્લેટફોર્મને દુનિયાભરના રોકાણકારોથી મળેલા ખૂબ જ સારા પ્રતિસાદ બાદ તેના લિસ્ટિંગને લઈને જાહેરાત થઈ શકે છે. કંપની પહેલા પણ સંકેત આપી ચૂકી છે કે તેઓ તેમાં રોકાણ એકત્ર કરવા માટે ઇન્ટરનેશનલ માર્કેટમાં લિસ્ટિંગ કરાવશે. સાથોસાથ જિયો ફાઇબર અને 5Gને લઈને પણ કંપની નવી જાહેરાત કરી શકે છે. ઇન્ડિટ્રેડ કેપિટલના સુદીપ બંદોપાધ્યાયે બિઝનેસ સ્ટાન્ડર્ડને જણાવ્યું કે કંપની જણાવી શકે છે કે જિયો પ્લેટફોર્મ્સને લઈને કંપનીની શું યોજના છે. તેઓએ જણાવ્યું કે લિસ્ટિંગની ટાઇમલાઇનની સાથે એ જાણવું પણ અગત્યનું રહેશે કે તેનું લિસ્ટિંગ ભારતીય સ્ટોક એક્સચેન્જ પર થશે કે પછી ઇન્ટરનેશનલ માર્કેટમાં થશે.

  સમય કરતાં પહેલા પૂરો કર્યો દેવા મુક્ત થવાનો વાયદો

  કોરોના સંકટ કાળમાં પણ પોતાના ડિજિટલ પ્લેટફોર્મમાં દુનિયાના દિગ્ગજ રોકાણકારો તરફથી ભારે રોકાણ એકત્ર કરવામાં સફળ રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ શાખા R-Jio પ્લેટફોર્મમાં કંપનીને 22 એપ્રિલથી 12 જુલાઈ સુધી કુલ 25.24 ટકા હિસ્સેદારીના વેચાણથી 1,18,318.45 કરોડ રૂપિયાનું રોકાણ મળ્યું છે. આ ઉપરાંત કંપનીએ પોતાના હાલના શેરહોલ્ડર્સને રાઇટ ઇસ્યૂ જાહેર કરી 53,124 કરોડ રૂપિયા પણ એકત્ર કર્યા છે.

  આ પણ વાંચો, Alert: ખેડૂતોએ 48 દિવસમાં રૂપિયા જમા નહીં કરાવ્યા તો 4ને બદલે 7 ટકા આપવું પડશે વ્યાજ


  કંપનીએ એનર્જી અને રિટેલ કારોબારમાં પણ હિસ્સેદારી વેચીને 7,000 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. આ બધાના કારણે કંપની પોતાના નિર્ધારિત લક્ષ્યથી પહેલા દેવા મુક્ત થઈ ગઈ છે.

  નોંધનીય છે કે, 12 ઓગસ્ટ, 2019ના રોજ થયેલી કંપનીની અગાઉની એજીએમમાં કંપનીનો ટેક્નોલોજી કારોબાર અને ઓઇલથી કેમિકલ કારોબારમાં હિસ્સેદારી વેચાણ દ્વારા માર્ચ 2021 સુધી સંપૂર્ણપણે દેવા મુક્ત થવાની યોજનાની જાહેરાત કરવામાં આવી હતી.

  (ડિસ્ક્લેમર- ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)
  Published by:Mrunal Bhojak
  First published:July 15, 2020, 10:01 am

  ટૉપ ન્યૂઝ