નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક (MPC-Monetary Policy Committee)ના ગવર્નર શક્તિકાંત દાસ (Shaktikant Das) ની અધ્યક્ષતાવાળી 6 સભ્યોની મોનેટરી પોલિસી કમિટી (MPC-Monetary Policy Committee)એ વ્યાજ દરો પર નિર્ણય જણાવી દીધો છે. વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. જોકે, આ વર્ષની વાત કરીએ તો રિઝર્વ બેન્કે લૉકડાઉનને ધ્યાને લઈ બે વખત વ્યાજ દરોમાં 1.15 ટકાનો ઘટાડો કર્યો છે.
RBIનો નિર્ણયઃ રિઝર્વ બેન્કે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો. રેપો રેટ 4 ટકા બરકરાર છે. MPCએ સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે. રિવર્સ રેપો રેટ 3.3 ટકા પર બરકરાર છે. MSF, બેન્ક રેટ 4.25 ટકા પર બરકરાર છે.
વ્યાજ દરો કેમ ઘટાડવામાં ન આવ્યાઃ એક્સપર્ટ્સનું કહેવું છે કે જૂનમાં વધેલા મોંઘવારી દરને જોતાં એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે રિઝર્વ બેન્ક રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરે. આ વર્ષે જૂનમાં એન્યૂઅલ ઇનફ્લેશન રેટ માર્ચના 5.84 ટકાના મુકાબલે વધીને 6.09 ટકા થઈ ગયો. તે રિઝર્વ બેન્કના મીડિયમ ટર્મ ટારગેટથી વધુ છે. રિઝર્વ બેન્કનો આ ટાર્ગેટ 2-6 ટકા છે.
ભારતીય અર્થવ્યવસ્થામાં રિકવરી શરૂઃ રિઝર્વ બેન્ક પોલિસી સમીક્ષા બાદ ભારતીય રિઝર્વ બેન્ક ના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે દેશમાં આર્થિક સુધાર શરૂ થઈ ગયો છે. ભારતીય વિદેશી મુદ્રા ભંડારમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચો, PM મોદીએ અમદાવાદ આગ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું, CM રૂપાણી અને મેયર સાથે કરી વાત
માર્ચથી લાગુ છે મોરેટોરિયમ : કોરોના સંક્રમણની આર્થિક અસરને જોતાં આરબીઆઈએ માર્ચ મહિનામાં ત્રણ મહિના માટે મોરેટોરિયમ (લોન ચૂકવણીમાં મહોલત) સુવિધા આપી હતી. આ સુવિધા માર્ચથી 31 મે સુધી ત્રણ મહીના માટે લાગુ કરવામાં આવી હતી. બાદમાં આરબીઆઇએ તેને ત્રણ મહિના માટે લંબાવીને 31 ઓગસ્ટ સુધી લાગુ કરી દીધી હતી. એટલે કે કુલ 6 મહિનાની મોરેટોરિયા સુવિધા આપવામાં આવી છે.
Published by:Mrunal Bhojak
First published:August 06, 2020, 10:41 am