Home /News /business /27 પૈસાના આ શેરે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, હજુ પણ 64% કમાણીના ચાન્સ; બ્રોકરેજ હાઉસે આપી ખરીદીની સલાહ

27 પૈસાના આ શેરે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, હજુ પણ 64% કમાણીના ચાન્સ; બ્રોકરેજ હાઉસે આપી ખરીદીની સલાહ

આ મલ્ટીબેગર શેરમાં 64 કમાણીના ચાન્સ

Multibagger Stock: બજાર જાણકારોનું માનવું છે કે, આ શેરમાં આગળ પણ શાનદાર તેજી જોવા મળી શકે છે અને આ શેરના વર્તમાન ભાવ કરતા 64 ટકા નફો કમાઈ શકાય છે. જેએમ ફાઈનાન્સિયલના શેર ગુરુવારે 70 રૂપિયાના ભાવ પર બંધ થયા છે.

    મુંબઈઃ શેરબજારમાં રોકાણ કરવા માટે લોકોને સલાહ આપનારી કંપનીના શેરે રોકાણકારોને કમાણી કરાવી છે. ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ ફર્મ જેએમ ફાઈનાન્સિયલના શેરે લાંબા ગાળામાં રોકાણકરોને તગડું વળતર આપ્યુ છે અને ઓછા પૈસાના રોકાણ પર જ રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે.

    હજુ પણ તેજીની શક્યતા


    બજાર જાણકારોનું માનવું છે કે, આ શેરમાં આગળ પણ શાનદાર તેજી જોવા મળી શકે છે અને આ શેરના વર્તમાન ભાવ કરતા 64 ટકા નફો કમાઈ શકાય છે. જેએમ ફાઈનાન્સિયલના શેર ગુરુવારે 70 રૂપિયાના ભાવ પર બંધ થયા છે.

    આ પણ વાંચોઃ તમારી લાડકવાયીના લગ્નના ખર્ચની ચિંતા જરા પણ નહીં રહે, જો આ એક પગલું લીધું હશે

    બ્રોકરેજ હાઉસે આપી રોકાણની સલાહ


    મની કંટ્રોલની ખબર અનુસાર, બ્રોકરેજ ફર્મ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે જેએમ ફાઈનાન્સિયલના શેર માટે 119 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરી છે. તેનું માર્કેટ કેપ 6,922.14 કરોડ રૂપિયા છે. લગભગ 20 વર્ષ પહેલા 15 નવેમ્બરના રોજ આ જેએમ ફાઈનાન્સિયલના શેરની કિંમત માત્ર 27 પૈસા હતી અને હવે તેની કિંમત 72.50 રૂપિયા પર છે, એટલે કે શેર 20 વર્ષમાં લગભગ 302 ગણા વધ્યા છે. જો કોઈ રોકાણકારે 20 વર્ષ પહેલા આ શેરમાં 34 હજાર રૂપિયાનુ રોકાણ કર્યુ હોત તો આજે તેના એક કરોડ રૂપિયા થઈ ગયા હોત.

    આ પણ વાંચોઃ મોટી કંપનીઓમાં છટણી વચ્ચે આશા ન છોડતાં, આ ક્ષેત્રોમાં થઈ રહી છે બંપર ભરતી

    આ શેર એક વર્ષના રેકોર્ડ સ્તરે 12 ટકાના ડિસ્કાઉન્ટ પર છે


    ગત વર્ષે જેએમ ફાઈનાન્સિયલના શેર 82.55 રૂપિયાના ભાવ પર હતા, જે તેનો એક વર્ષનો રેકોર્ડ હાઈ છે. ત્યારબાદ તેના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને 16 જૂન 2022 સુધી 31 ટકાના નુકસાનની સાથે શેરનો ભાવ 56.95 રૂપિયા થઈ ગયો હતો. જો કે, ત્યારબાદ ખરીદીમાં વધારો થયો અને તે 27 ટકા રિકવર થઈ ગયો છે. જો કે, હજુ આ શેર એક વર્ષના રેકોર્ડ સ્તરે 12 ટકાના ડિસ્કાઉન્ટ પર છે.


    કંપનીની આર્થિક સ્થિતિ સારી રહી છે


    જ્યારે, કંપનીની આર્થિક સ્થિતિ સારી રહી છે. સપ્ટેમ્બર ક્વાટરમાં જેએમ ફાઈનાન્સિયલની લોન બુક વાર્ષિક આધાર પર 32 ટકાના દરે વધી છે અને રિટેલ માર્ગેજ ડિસ્બર્સમેન્ટની વાત કરીએ તો, તેમાં પણ વાર્ષિક આધાર પર 67 ટકાના દરે વધારો થયો છે. બ્રોકરેજ ફર્મના અનુસાર, જુલાઈ સપ્ટેમ્બર 2022માં કંપનીનું પ્રદર્શન વધુ સારુ રહ્યુ છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investment news, Multibagger Stock

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन