Home /News /business /રિટાયરમેન્ટ પછી દર મહિને જોઈએ છે રૂ. 50,000 પેન્શન? આ છે ઇન્વેસ્ટમેન્ટના વિકલ્પો

રિટાયરમેન્ટ પછી દર મહિને જોઈએ છે રૂ. 50,000 પેન્શન? આ છે ઇન્વેસ્ટમેન્ટના વિકલ્પો

(પ્રતિકાત્મક તસવીર)

Retirement Plan: ખાનગી ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે, નિવૃત્ત થયા પછી જયારે તેમની નિયમિત આવક બંધ થઈ જાય તે પછી જીવન ટકાવી રાખવા માટે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું જરૂરી છે.

    દિલ્હી: 31 ડિસેમ્બર, 2003ના સુધી જોડાનાર સરકારી કર્મચારીઓને તેમની રિટાયર્ડ લાઈફ વિશે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેઓને આજીવન ખાતરીપૂર્વક પેન્શન મળશે. પરંતુ ખાનગી ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે, નિવૃત્ત થયા પછી જયારે તેમની નિયમિત આવક બંધ થઈ જાય તે પછી જીવન ટકાવી રાખવા માટે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું જરૂરી છે.

    અત્યારે વ્યક્તિને તેના પરિવારને સાચવવા માટે દર મહિને લગભગ રૂ. 50,000 જરૂર હોય છે. ચાલો જોઈએ કે હાલમાં રોકાણ માટે ઉપલબ્ધ વિવિધ વિકલ્પોમાં તમને દર મહિને રૂ. 50,000નું પેંશન મેળવવા માટે કેટલા ફંડની જરૂર પડશે.

    ફિક્સ્ડ ડિપોઝિટ (FD)

    સિનિયર સિટીઝન્સ માટે, FD દર હાલમાં પ્રતિ વર્ષ લગભગ 7.5 ટકા છે. તેથી દર મહિને 50,000 રૂપિયા અથવા વાર્ષિક 6 લાખ મેળવવા તમારે લગભગ 80 લાખ રૂપિયાનું રોકાણ કરવાની જરૂર છે.

    સિનિયર સીટીઝન સેવિંગ સ્કીમ (SCSS)એ 7.4 ટકાના વાર્ષિક વ્યાજ દર સાથેનો એક સુરક્ષિત વિકલ્પ છે, પરંતુ તમે દરેક યોજનામાં માત્ર રૂ. 15 લાખ સુધીનું રોકાણ કરી શકો છો.

    ટેક્સ : આવકવેરા કાયદાના 80TTB હેઠળ વરિષ્ઠ નાગરિકો માટે 50,000 રૂપિયાની મુક્તિ મર્યાદાથી વધુનું FD પરનું વ્યાજ કરપાત્ર છે. જ્યાં સુધી ફોર્મ 15H સબમિટ કરવામાં ન આવે ત્યાં સુધી ટેક્સ એટ સોર્સ (TDS) કાપવામાં આવશે.

    રિસ્ક: જેમ જેમ FD દરો બદલાતા રહે છે, તમારે રીઇન્વેસ્ટમેન્ટના જોખમોનો સામનો કરવો પડશે, કારણ કે જ્યારે તમે મેચ્યુરિટીના અંતે તમારી FD રિન્યૂ કરો છો ત્યારે દર બદલાઈ શકે છે.

    આ પણ વાંચો: તમારા ક્રેડિટ કાર્ડનાં બિલમાં પણ હોઈ શકે છે ગરબડ, આ રીતે લાવો ઉકેલ

    પેન્શન યોજનાઓ

    IRDAI રેગ્યુલેટેડ વીમા કંપનીઓ નિયમિતપણે આજીવન વાર્ષિક યોજનાઓ ઓફર કરે છે જેનો ઉપયોગ પેન્શન પ્લાન તરીકે થઈ શકે છે.

    Annuity Offer A (આજીવન વાર્ષિકી યોજના ) હેઠળ, જ્યાં વીમો લેનાર વ્યક્તિ અવસાન પછી રોકાણ કરેલ રકમના રિટર્ન વિના જીવનભર પેન્શન મેળવશે, LICની વાર્ષિક યોજના - જીવન અક્ષય, હાલના વાર્ષિક દર અનુસાર, 60 વર્ષના વ્યક્તિએ 51,342 રૂપિયાનું માસિક પેન્શન મેળવવા માટે 74,88,766 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

    વિકલ્પ F હેઠળ જોકે, 60 વર્ષના રોકાણકારે રૂ. 51,974નું માસિક પેન્શન મેળવવા માટે રૂ. 1,05,26,315નું રોકાણ કરવું પડશે.

    LIC ઑફ ઇન્ડિયા પ્રધાનમંત્રી વય વંદના યોજના (PMVVY) યોજનાપણ ચલાવે છે, જે હાલમાં 10 વર્ષ માટે 7.66 ટકાનો વાર્ષિક વ્યાજ દર ઓફર કરે છે, જેની રોકાણ મર્યાદા 15 લાખ રૂપિયા છે.

    ટેક્સ: એન્યુઈટી(વાર્ષિક લાભ) કરપાત્ર છે. જો કે, કોઈ TDS લાગશે નહીં.

    રિસ્ક : આ પેન્શન યોજન આજીવન માટે હોવાથી, તેમાં રીઈન્વેસ્ટમેન્ટ કોઈ જોખમો સામેલ નથી.

    મ્યુચ્યુઅલ ફંડ (MF)

    ઇક્વિટી અને ડેબ્ટ સેગમેન્ટ બંને હેઠળ વિવિધ પ્રકારની MF યોજનાઓ ઉપલબ્ધ છે. ઇક્વિટી-ઓરિએન્ટેડ MF સ્કીમ્સની સરખામણીમાં ડેબ્ટ-ઓરિએન્ટેડ સ્કીમ માટે રેટ ઓફ રિટર્ન્સ અથવા CAGR ઓછા છે.

    તેથી, રિસ્ક-રિટર્ન પ્રોફાઇલને સંતુલિત કરવા માટે સ્કીમ્સના પોર્ટફોલિયોમાં ડેબ્ટ અને ઇક્વિટી બંને ધરાવતી હાઇબ્રિડ અથવા સંતુલિત યોજનાઓ પસંદ કરવાનું વધુ સારું રહેશે. આવી યોજનાઓને બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ (BAF) અથવા ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ (DAAF) કહેવામાં આવે છે, જે સામાન્ય રીતે ઇક્વિટીમાં ઓછામાં ઓછું 65 ટકા રોકાણ અને બાકીનું ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં કરે છે.

    આ કેટેગરીમાં મોટાભાગના ફંડનો 3 વર્ષનો સરેરાશ CAGR લગભગ 12 ટકા હોવાથી તમે નિયમિત રિટર્ન્સ સાથે કોર્પસ વધવાની ખાતરી માટે વાર્ષિક 8 ટકાના સિસ્ટેમેટિક વિથડ્રોઅલ પ્લાન (SWP)ને પસંદ કરી શકો છો.

    તેથી, દર મહિને રૂ. 50,000 મેળવવા માટે, તમારે સારી BAF અથવા DAAF યોજનામાં રૂ. 75 લાખનું રોકાણ કરવાની જરૂર છે.

    ટેક્સ: ખરીદવાની તારીખથી 12 મહિનાની અંદર રિડીમ કરાયેલા એકમો પરના નફા પર 15 ટકાના ફ્લેટ દરે ટેક્સ લાગશે, જ્યારે નાણાંકીય વર્ષમાં 12 મહિના કરતાં જૂના એકમોના રિડમ્પશન પર રૂ. 1 લાખથી વધુના પ્રોફિટ પર10 ટકાના દરે ટેક્સ લાગશે.

    રિસ્ક : અહીં ઇન્વેસ્ટમ્ટ બજારના જોખમોને આધીન છે.
    First published:

    Tags: Business news, Mutual fund, Retirement

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો