Home /News /business /દર મહિને 1 લાખનું પેન્શન લઈને આરામથી વિતાવો જીવન, દરેક વ્યક્તિ મેળવી શકે છે આ યોજનાનો લાભ
દર મહિને 1 લાખનું પેન્શન લઈને આરામથી વિતાવો જીવન, દરેક વ્યક્તિ મેળવી શકે છે આ યોજનાનો લાભ
દર મહિને ખાતામાં આવી જશે 1 લાખ
આ યોજના તે લોકો માટે સારી માનવામાં આવે છે જે જલ્દી રિટાયર થવા માંગે છે. સાથે જ તે લોકો જે દર મહિને, 3 મહિને, 6 મહિને કે 1 વર્ષના અંતર પર સતત રૂપિયા મેળવવા માંગે છે. જો તમે પણ તમારા માટે કંઈક આવું જ ઈચ્છો છો તો આ યોજના તમારા માટે કારગર સાબિત થઈ શકે છે.
નવી દિલ્હીઃ લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકો માટે ઘણા પ્રકારની યોજનાઓ રજૂ કરે છે. એલઆઈસી મની બેક, પેન્શન, જીવન વીમા વગેરે શ્રેણીઓની યોજનાઓ ઓફર કરે છે. આજે અમે તમને એલઆઈસીની એવી યોજના વિશે જણાવીશું, જે તમને 1 લાખ રૂપિયાનું માસિક પેન્શન આપી શકે છે. અમે વાત કરી રહ્યા છીએ, જીવન શાંતિ યોજનાની, આ LIC ઉચ્ચ વાર્ષિક દર સાથે અપડેટ થઈ છે. એટલે કે હવે ખાતા ધારકોને વધારે પેન્શન મળી શકશે.
આ યોજના તે લોકો માટે સારી માનવામાં આવે છે જે જલ્દી રિટાયર થવા માંગે છે. સાથે જ તે લોકો જે દર મહિને, 3 મહિને, 6 મહિને કે 1 વર્ષના અંતર પર સતત રૂપિયા મેળવવા માંગે છે. જો તમે પણ તમારા માટે કંઈક આવું જ ઈચ્છો છો તો આ યોજના તમારા માટે કારગર સાબિત થઈ શકે છે. આમાં તમારે આ પ્લાન ખરીદવાનો હોય છે અને પછી 1-12 વર્ષની રાહ જોવાની હોય છે.
પ્લાન ખરીદવાની કિંમતમાં કોઈ જ મર્યાદા નથી. જેટલા વધારે રૂપિયા આપીને તમે આ પ્લાન ખરીદશો તમારું પેન્શન તેટલું જ વધી જશે. એલઆઈસીની સત્તાવાર વેબસાઈટ પર એક કેલક્યુલેટર પણ આપવામાં આવ્યુ છે. જેના પર તમે જોઈ શકો છો કે, મરજી પ્રમાણે પેન્શન મેળવવા માટે તમારે કેટલા રૂપિયાનો પ્લાન ખરીદવો પડશે.
જો તમે દર મહિને 1 લાખ રૂપિયાનું પેન્શન મેળવવા માંગો છો તો તમારે 1 કરોડ રૂપિયા પર આ યોજના ખરીદવી પડશે. 12 વર્ષ પછી તમને દર મહિને 1.06 લાખ રૂપિયા પેન્શન મળવાનું શરૂ થઈ જશે. જો તમે માત્ર 10 વર્ષ સુધી જ આ રૂપિયા જમા કરવા માંગો છો તો તમને પાકતી મુદ્દતે 94,840 રૂપિયાનું માસિક પેન્શન મળશે.
50,000 રૂપિયાનું માસિક પેન્શન
જો તમને લાગે છે કે, તમારી જરૂરિયાનો 50 હજારના માસિક પેન્શનથી પૂરી થઈ જશે અને તમે આરામથી જીવન વિતાવી શકશો, તો તમારે માત્ર 50 લાખ રૂપિયા આપીને આ પ્લાન ખરીદવો પડશે, તેનો મેચ્યોરિટી પીરિયડ પણ 12 વર્ષનો જ હશે અને દર મહિને તમને 53,460 રૂપિયાનું પેન્શન મળશે. જો તમે મેચ્યોરિટી પીરિયડને ઘટાડીને 10 વર્ષ કરી દો તો, માસિક પેન્શન પણ આ ઘટી જશે. પછી તમે તમારી મરજી પ્રમાણેની પેન્શન રકમ માટે એલઆઈસી કેલક્યૂલેટર દ્વારા ગણતરી કરી શકો છો, કે તમારે આ સ્કીમમાં કેટલી રૂપિયા લગાવવા પડશે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર