Home /News /business /છૂટક મોંઘવારી દર 18 મહિનામાં સૌથી ઓછો, ડિસેમ્બરમાં 2.19 ટકા

છૂટક મોંઘવારી દર 18 મહિનામાં સૌથી ઓછો, ડિસેમ્બરમાં 2.19 ટકા

છૂટક મોંઘવારી દર 18 મહિનામાં સૌથી ઓછો, ડિસેમ્બરમાં 2.19 ટકા

ખાદ્ય ઉત્પાદનોની કિંમતમાં આવેલા ઘટાડાના કારણે આમ બન્યું

છૂટક મોંઘવારીનો દર ડિસેમ્બરમાં ઘટીને 2.19 ટકા પર આવી ગયો છે. ખાદ્ય ઉત્પાદનોની કિંમતમાં આવેલા ઘટાડાના કારણે આમ બન્યું છે. આ 18 મહિનામાં સૌથી નીચલા સ્તરે છે. સત્તાવાર આંકડા પ્રમાણે નવેમ્બરમાં આ 2.33 ટકાના સ્તરે હતી. જૂન 2017 પછી સૌથી નીચલા સ્તરે છે. ત્યારે તે 1.46 ટકા હતી. બીજી તરફ જથ્થાબંધ મોંઘવારી પર ઘટીને 8 મહિનાના નીચલા સ્તરે 3.80 પર આવી ગઈ છે.

મંત્રાલયએ જાહેર કરેલા આંકડા પ્રમાણે ખાદ્ય ફુગાવો ડિસેમ્બરમાં નકારાત્મક બન્યો રહ્યો છે. આ 2.51 ટકા નીચે છે. નવેમ્બરમાં ખાદ્ય ફુગાવો નકારાત્મક 2.61 ટકા પર હતો. ડિસેમ્બર 2017માં આ 5.21 ટકા પર હતો.

આ પણ વાંચો - 5 લાખ રુપિયા થઈ શકે છે ઇન્કમ ટેક્સમાં છુટ, વચગાળાના બજેટમાં જાહેરાતની સંભાવના!

શાકભાજી, ફળો અને પ્રોટીન વાળા સામાન જેમ કે ઇંડાની કિંમત ઘટી છે અને માંસ, માછલી અને દાળના ફુગવામાં નજીવો વધારો થયો છે. ડિસેમ્બરમાં ઇંધણ અને લાઇટનો ફુગાવો 4.54 ટકા રહ્યો છે. જે નવેમ્બરમાં 7.39 ટકા હતો. પેટ્રોલ, ડિઝલની કિંમતોમાં થયેલા ઘટાડાથી ઉત્પાદનોની કિંમત ઘટી છે.



જથ્થાબંધ મોંઘવારી ડિસેમ્બર-2018માં ઘટીને 3.80 ટકાએ આવી ગઈ છે. જે આઠ મહિનાના નીચલા સ્તરે છે. આ પહેલા એપ્રિલ-2018માં જથ્થાબંધ મોંઘવારી સૌથી નીચલા સ્તર 3.62 ટકાએ હતી.
First published:

Tags: December, Inflation, Retail inflation