Home /News /business /Retail inflation: સામાન્ય માણસને રાહત, છૂટક મોંઘવારી જુલાઈમાં ઘટીને 6.71% થઈ

Retail inflation: સામાન્ય માણસને રાહત, છૂટક મોંઘવારી જુલાઈમાં ઘટીને 6.71% થઈ

ભારતમાં મોંઘવારી દર

Retail inflation : શુક્રવારે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ખાદ્ય ફુગાવો પણ જુલાઇમાં ઘટીને 6.75 ટકા થયો હતો જે જૂનમાં 7.75 ટકા હતો.

Retail inflation : મોંઘવારીના મોરચે સામાન્ય માણસ માટે રાહતના સમાચાર છે. દેશના છૂટક ફુગાવાના દરમાં ઘટાડો નોંધાયો છે. જુલાઈ મહિનામાં છૂટક ફુગાવો ઘટીને 6.71 ટકા થયો હતો. આ જૂન મહિના કરતાં 0.30 ટકા ઓછો છે. શુક્રવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર જૂન 2022માં ફુગાવાનો દર 7.01 ટકા હતો જ્યારે જુલાઈ 2021માં 5.59 ટકા હતો.

ખાદ્ય ફુગાવો પણ જુલાઈમાં 6.75 ટકા પર નરમ પડ્યો હતો

શુક્રવારે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ખાદ્ય ફુગાવો પણ જુલાઇમાં ઘટીને 6.75 ટકા થયો હતો જે જૂનમાં 7.75 ટકા હતો. જો કે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત છૂટક ફુગાવો હજુ પણ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના 6.0 ટકાના સંતોષકારક સ્તરના ઉચ્ચ થ્રેશોલ્ડથી ઉપર રહ્યો છે. જે છેલ્લા સાત મહિનાના 6.0 ટકાથી વધુ છે.

રિઝર્વ બેંકને રિટેલ ફુગાવાને 2 ટકાના તફાવત સાથે 4 ટકા પર રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં છૂટક ફુગાવો 7.0 ટકાથી ઉપર રહ્યો છે.

RBIએ રેપો રેટમાં 0.5 ટકાનો વધારો કરીને 5.4 ટકા કર્યો છે

આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ રિટેલ મોંઘવારી પર નિયંત્રણ લાવવા માટે રેપો રેટમાં 0.5 ટકાનો વધારો કરીને 5.4 ટકા કર્યો છે. રેપો રેટ 3 વર્ષની ટોચે પહોંચ્યો છે.

આ પણ વાંચોચીને અન્ય દેશોને આપી ચેતવણી - તાઈવાન મામલે અમેરિકાની નકલ ન કરતા, ભોગવવા પડશે ગંભીર પરિણામ

જૂનમાં ઔદ્યોગિક ઉત્પાદન 12.3% વધ્યું

અર્થવ્યવસ્થાના મોરચે કેન્દ્ર સરકાર માટે મોટી રાહતના સમાચાર આવ્યા છે. હકીકતમાં, દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં જૂન 2022 દરમિયાન 12.3 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. શુક્રવારે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા જાહેર કરાયેલ ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP) અનુસાર જૂન મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 12.3 ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલા, જૂન 2021 દરમિયાન, IIPમાં 13.8 ટકાનો વધારો થયો હતો.
First published:

Tags: Business news, Business news in gujarati, Inflation, Retail inflation, મોંઘવારી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો