એપ્રિલમાં મોંઘવારીના મોરચે સરકારને ઝટકો લાગ્યો છે. મહિના દર મહિનાના આધારે એપ્રિલમાં રિટેલ મોંઘવારી 2.92 ટકા પર આવી ગઈ છે. માર્ચમાં રિટેલ મોંઘવારી 2.86 ટકા ઉપર હતી. મહિના દર મહિનાના આધારે એપ્રિલમાં શાકબાજીની મોંઘવારી વધીને 2.87% થઈ ગઈ છે. જ્યારે ખાદ્ય મોંઘવારી 0.3% વધીને 1.1 ટકા થઈ છે. મહીના દર મહિનાના આધારે હાઉસિંગ મોંઘવારી 4.93 ટકાથી ઘટીને 4.76 ટકા રહી છે. સોમવારે CSO તરફથી જાહેર કરેલ આંકડા પ્રમાણે એપ્રિલમાં ફુડ બાસ્કેટની મોંઘવારી 1.1 ટકા અને માર્ચમાં 0.3 ટકા હતી.
મહિના દર મહિનાના આધારે એપ્રિલમાં દાળની મોંઘવારી -2.25 ટકાથી વધીને 0.89 ટકા થઈ ગઈ છે. મહિના દર મહિનાના આધારે શાકભાજીની મોંઘવારી -1.49 ટકાથી વધીને 2.87 ટકા થઈ છે.
એપ્રિલમાં મહિના દર મહિનાના આધારે ફ્યૂલ, વિજળી મોંઘવારી 2.42 ટકાથી વધીને 2.56 ટકા થઈ છે.અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે લોકસભા ચૂંટણી ખતમ થયા પછી મોંઘવારી ઝડપથી વધશે અને તેની સૌથી વધારે અસર ખાવા-પીવાની વસ્તુઓ ઉપર પડશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર