મોંઘવારીના મોરચે મોદી સરકારને ઝટકો લાગ્યો છે. જુનમાં દેશમાં ખુદરા મોંઘવારી દર 8 મહિનામાં સૌથી ઉંચા સ્તરે પહોંચી ગઇ છે. આ દરમિયાન મોંઘવારીનો દર વધી 3.18 ટકા થઇ ગયો. આ પહેલા મેમાં આ આંકડો 3.05 ટકા હતો. તાજા આંકડા સેન્ટ્રલ સ્ટેટસ્ટિક્સ ઓફિસ (CSO)એ જાહેર કર્યા છે.
કંઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારીત મોંઘવારી દર વધવા છતા પણ RBIના અનુમાન દાયરામાં છે. રિઝર્વ બેંકે 4 ટકા મોંઘવારી દરનો અનુમાન લગાવ્યો હતો.
જુનમાં ખાવા-પીવાની વસ્તુઓની કિંમતમાં વધારો થયો. જુન 2019માં ખાવા-પીવાની વસ્તુઓની કિંમતમાં 2.17 ટકાનો વધારો થયો જે મેમાં 1.83 ટકા હતો. અનાજની મોંઘવારી જુનમાં 1.31 ટકા વધી હતી. મેમાં આ 1.24 ટકા હતી. શાકભાજીની જુનમાં કિંમતમાં ઘટાડો નોંધાયો, જુનમાં શાકભાજીની કિંમતનો ગ્રોથ 4.66 ટકા રહ્યો જે મેમાં 5.46 ટકા હતો, તો હાઉસિંગ મોંઘવારી જુનમાં વધી 4.84 ટકા થઇ ગઇ. જે મેમાં 4.82 ટકા હતી. જો કે જુનમાં કપડા-બૂટની મોંઘવારી મેમાં 1.80 ટકાની સરખામણીએ ઘટીને 1.52 ટકા રહી.
ફાઇનેન્સ સેક્રેટરી સુભાષ ચંદ્ર ગર્ગે કહ્યું હતું કે ફિસ્કલ યર 2019-20ની પ્રથમ તિમાહી દરમિયાન મોંઘવારી દરમાં નરમી રહશે. ગત મહિને RBIએ આ વર્ષ સતત ત્રીજી વખત 0.25 ટકા રેટ કટ કર્યો હતો. મોંઘવારી દર ઓછી રહેવાની આશા છે કે આવનારા દિવસોમાં પણ રિઝર્વ બેંક રેટ કટ કરી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર