Home /News /business /AI RAISE 2020 : પ્રધાનમંત્રી મોદીએ કહ્યું - અમે ઇચ્છીએ છીએ કે ભારત AI માટે ગ્લોબલ હબ બને

AI RAISE 2020 : પ્રધાનમંત્રી મોદીએ કહ્યું - અમે ઇચ્છીએ છીએ કે ભારત AI માટે ગ્લોબલ હબ બને

ભારત ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કને વધારી રહ્યું છે જેનો ઉદ્દેશ્ય ગામડાઓમાં પણ ઝડપથી ઇન્ટરનેટ પહોંચાડવાનો છે - પીએમ મોદી

ભારત ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કને વધારી રહ્યું છે જેનો ઉદ્દેશ્ય ગામડાઓમાં પણ ઝડપથી ઇન્ટરનેટ પહોંચાડવાનો છે - પીએમ મોદી

  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર પાંચ દિવસના ગ્લોબલ વર્ચ્યૂઅલ સમિટ (Global AI Summit RAISE 2020)નું ઉદ્ઘાટન કર્યું હતું.. ‘રિસ્પોન્સિબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર સોશિયલ એમ્પાવરમેન્ટ’ કે RAISE 2020નું આયોજન ઉદ્યોગ અને શિક્ષણ વિભાગના પાર્ટનરશિપ સાથે કરવામાં આવી રહ્યું છે. આ સમિટનું લક્ષ્ય સ્વાસ્થ્ય, શિક્ષણ અને કૃષિ ક્ષેત્રોમાં પરિવર્તન લાવવાનું છે. આ પ્રસંગે  પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ એક ઘણું સારું પગલું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ પર ખુલીને વાત કરવામાં આવે. ટેકનિકે આપણા કામ કરવાના સ્થળને બદલી દીધું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ માણસની બુદ્ધિજીવિતા માટે પુરુસ્કાર છે જે ટૂલ અને ટેકનોલોજી બનાવવામાં માણસની મદદ કરે છે. ભારતમાં આપણે અનુભવ કર્યો છે કે ટેકનિક પારદર્શિતા અને સર્વિસ ડિલિવરીમાં સુધાર કરે છે.

  પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં દુનિયાનો સૌથી મોટો આઈડી સિસ્ટમ યૂનિક આઈડેન્ટીટી સિસ્ટમ આધાર, આપણી પાસે સૌથી ઇનોવેટિવ ડિજીટલ પેમેન્ટ સિસ્ટમ યૂપીઆઈ છે. ભારત ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કને વધારી રહ્યું છે જેનો ઉદ્દેશ્ય ગામડાઓમાં પણ ઝડપથી ઇન્ટરનેટ પહોંચાડવાનો છે. અમે ભારતને એઆઈના ક્ષેત્રમાં ગ્લોબલ લીડર બનાવવા માંગીએ છીએ.

  આ પણ વાંચો - GIC-Reliance Deal: રિલાયન્સ રિટેલમાં 5512 કરોડ રૂપિયાનું રોકાણ કરશે સિંગાપુરની મોટી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ GIC

  સમિટમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)એ કહ્યું હતું કે આ ગ્લોબલ સમિટમાં બોલવું મારા માટે સૌભાગ્યની વાત છે. આ સમિટ પીએમ મોદીના વિઝનનું સાક્ષ્ય છે.

  મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ડેટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ માટે એક કાચો માલ છે. આ યોગ્ય સમય છે અને બધા સાધન પણ તૈયાર છે કે ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સના ક્ષેત્રમાં વર્લ્ડ લીડરની જેમ કામ કરી શકે. ભારતનો યુવા, ઇન્ડસ્ટ્રી અને આખો દેશ આ એજન્ડાને લાગુ કરવા માટે તૈયાર છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સને પ્રોત્સાહન આપે અને મજબૂત અને સતત નવા ભારત બનાવવા માટે કામ કરે.

  પ્રોફેસર રાજ રેડ્ડીએ કહ્યું કે હું મુકેશ અંબાણીને ધન્યવાદ આપવા માંગું છું કે તેમણે ઘરો સુધી ફાઇબર પહોંચાડવાની શરૂઆત કરી છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ડિજિટલ ઇન્ડિયા દ્વારા ગર્વનન્સ આસાન થયું છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: નરેન્દ્ર મોદી, પીએમ મોદી, મુકેશ અંબાણી

  विज्ञापन
  विज्ञापन