આ તારીખથી ATM કાર્ડથી પૈસા ઉપાડવાના બદલાશે નિયમો, RBIએ કર્યો નિર્ણય

News18 Gujarati
Updated: January 15, 2020, 10:03 PM IST
આ તારીખથી ATM કાર્ડથી પૈસા ઉપાડવાના બદલાશે નિયમો, RBIએ કર્યો નિર્ણય
પ્રતિકાત્મક તસવીર

ઓનલાઈન લેવદદેવડ, કાર્ડ નહીં હોવાથી લેવડદેવડ અને કોન્ટેક્ટલેસ લેવડદેવડ માટે ગ્રાહકોએ પોતાના કાર્ડ ઉપર સેવાઓ અલગથી સેટ કરાવી પડશે.

  • Share this:
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI-Reserve Bank of India)એ એટીએમ કાર્ડ એટલે કે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ અંગે નવા નિયમો રજૂ કર્યા છે. આરબીઆઈએ બેન્કોને કહ્યું છે કે ભારતમાં કાર્ડ ઈશ્યૂ કરતા સમયે એટીએમ અને પીએસઓ ઉપર માત્ર ડોમેસ્ટિક કાર્ડના ઉપયોગની જ મંજૂરી આપે. આરબીઆઈ તરફથી આવેલા નિવેદન પ્રમાણે આંતરરાષ્ટ્રીય લેવડદેવડ માટે અલગથી મંજૂરી લેવી પડશે. આ ઉપરાંત ઓનલાઈન લેવદદેવડ, કાર્ડ નહીં હોવાથી લેવડદેવડ અને કોન્ટેક્ટલેસ લેવડદેવડ માટે ગ્રાહકોએ પોતાના કાર્ડ ઉપર સેવાઓ અલગથી સેટ કરાવી પડશે. આ નિયમ આગામી 16 માર્ચ 2020થી નવા કાર્ડો માટે લાગું પડશે.

RBI તરફથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડના નવા નિયમો વિશે જાણો

1- RBIએ બેન્કોને કહ્યું છે કે, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ રજૂ કરતા સમયે હવે ગ્રાહકોને સ્થાનિક ટ્રાન્જેક્શનની મંજૂરી આપવી જોઈએ. આનો મતલબ એ થાય કે જો જરૂરિયાત નથી તો એટીએમ માંથી પૈસા કાઢવા અને પીઓએસ ટ્રમિનલ ઉપર શોપિંગ કરવા માટે વિદેશી ટ્રાન્જેક્શનની મંજૂરી આપવામાં આવે.

આ પણ વાંચોઃ-સંજય રાઉતનો દાવો: અંડરવર્લ્ડ ડોન કરીમ લાલાને મળતા હતા ઈન્દિરા ગાંધી

2- આંતરરાષ્ટ્રીય લેવડદેવડઃ ઓનલાઈન લેવડદેવડ અને કોન્ટ્રેક્ટલેન્સ કાર્ડથી લેવડદેવડ માટે ગ્રાહકોને અલગથી પોતાની પ્રાથમિક્તા નોંધાવવી પડશે. એટલે કે ગ્રાહકોને જરૂરિયાત હોય તો જ આ સેવાની મંજૂરી મળશે. આ માટે અલગથી અરજી કરવી પડશે.

આ પણ વાંચોઃ-લદ્દાખઃ ચાદર ટ્રેકિંગમાં અનેક ગુજરાતી ફસાયા, હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરાયા3- અત્યારના કાર્ડ્સ માટેઃ રજૂકર્તા પોતાના જોખમોની ધારણાના આધાર ઉપર નિર્ણય લઈ શકે છે. મતલબ સાફ છે કે, તમે તમારા કાર્ડથી સ્થાનિક ટ્રાન્જેક્શન ઈચ્છો છો કે ઈન્ટરનેશન ટ્રાન્જેક્શન. આનો નિર્ણય ગ્રાહક કરી શકે છે. કઈ સેવા એક્ટિવેટ કરાવવી છે અને કઈ સેવા ડિએક્ટિવેટ કરાવવી એ ગ્રાહક ઉપર આધાર છે.

આ પણ વાંચોઃ-Xiaomi લાવી રહી છે 7 પોપ-અપ કેમેરા વાળો સ્માર્ટફોન! Photos થયા લીક

4- ગ્રાહક 24 કલાક અને સાતે દિવસ પોતાના ટ્રાન્જેક્શ લિમિટને ગમે ત્યારે બદલી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો તમે તમારા એટીએમ કાર્ડને મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેકિંગ, એટીએમ મશીન જઈને, આઈવીઆર થકી કાર્ડની ટ્રાન્જેક્શન લિમિટ નક્કી કરી શકો છો.

5- આરબીઆઈ તરફથી રજૂ એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ અંગે નવા નિયમો 16 માર્ચ 2020થી લાગુ પડશે.

6- આરબીઆઈ તરફથી રજૂ નવા નિયમ પ્રીપેડ ગિફ્ટ કાર્ડ ઉપર લાગુ નહીં પડે.
First published: January 15, 2020, 9:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading