Corona સંકટ વચ્ચે ભરાયો દેશનો ખજાનો, 534 અબજ ડોલર થયો વિદેશી મુદ્દા ભંડાર

News18 Gujarati
Updated: August 9, 2020, 8:48 PM IST
Corona સંકટ વચ્ચે ભરાયો દેશનો ખજાનો, 534 અબજ ડોલર થયો વિદેશી મુદ્દા ભંડાર
પ્રતિકાત્મક તસવીર

દેશનો વિદેશી મુદ્રા ભંડાર અત્યાર સુધીમાં પોતાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો છે. અથવા એમ કહીએ તો ભારત પાસે પ્રથમ ક્યારે પણ આટલી વિદેશી મુદ્રા ન હતી.

  • Share this:
નવી દિલ્હી : કોરોના સંકટ (Coronavirus Crisis) વચ્ચે આર્થિક ગતિવિધિઓ ખુબ ધીમી ઝડપથી ચાલી રહી છે. આર્થિક મોર્ચા (Economic Front) પર સળંગ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે દેશનો વિદેશી મુદ્દા ભંડાર (Forex Reserve) સળંગ રાહતના સમાચાર આપી રહ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા (RBI)એ જણાવ્યું કે, દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 31 જુલાઈના રોજ ખતમ થયેલા અઠવાડીયા દરમિયાન 11.94 અબજ ડોલરનો શાનદાર વધારો નોંધાયો છે. આ સાથે જ ફોરેક્સ રિઝર્વ 534.57 અબજ ડોલરના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે.

13.4 મહિનાના આયાત ખર્ચના બરાબર છે હાલનો ફોરેક્સ રિઝર્વ

દેશનો વિદેશી મુદ્રા ભંડાર અત્યાર સુધીમાં પોતાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો છે. અથવા એમ કહીએ તો ભારત પાસે પ્રથમ ક્યારે પણ આટલી વિદેશી મુદ્રા ન હતી. મૌદ્રિક નીતિ (Monetary Policy)ની જાહેરાત કરતા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta das) ગુરૂવારે કહ્યું હતું કે, 534.6 અબજ ડોલરની વિદેશી મુદ્રા ભંડાર 13.4 મહિનાના આયાત ખર્ચ (Import Expenses) બરાબર છે. તેમણે કહ્યું કે, નાણાકીય વર્ષ 2020-21માં 31 જુલાઈસુધી વિદેશી મુદ્રા ભંડારમાં 56.8 અબજ ડોલરનો વધારો નોંધાયો છે.

આરબીઆઈ અનુસાર, આ પહેલા 24 જુલાઈએ અંતિમ અઠવાડીયામાં પણ વિદેશી મુદ્રા ભંડાર 4.993 અબજ ડોલરથી વધીને 522.630 અબજ ડોલર પર પહોંચી ગયો હતો. તો 5 જૂનના રોજ ખતમ થયેલા અઠવાડીયામાં પહેલી વખત દેશનો વિદેશી મુદ્રા ભંડાર 500 અબજ ડોલરના રેકોર્ડ સ્તરથી ઉપર નીકળી ગયો હતો. વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થવાનું કારણ 31 જુલાઈ 2020ના અઠવાડીયામાં ફોરેન કરન્સી એસેટ્સ (Foreign currency assets)નું વધવું જણાવવામાં આવી રહ્યું છે, જે મુદ્રા ભંડારનો મહત્વનો ભાગ હોય છે.

સોનાના ભંડારમાં પણ નોંધાયો 1.53 અબજ ડોલરનો વધારો

કેન્દ્રીય બેન્કનું કહેવું છે કે, એફસીએ પણ 10.35 અબજ ડોલર વધીને 490.83 અબજ ડોલર થઈ ગઈ છે. તેનાથી સમીક્ષાધીન અઠવાડીયામાં સોનાનો ભંડાર 1.53 અબજ ડોલર વધીને 37.63 અબજ ડોલર થઈ ગયો છે. તો, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષમાં ભારતનો આરક્ષિત મુદ્રા ભંડાર 5.4 કરોડ ડોલર વધીને 4.64 અબજ ડોલર થઈ ગયો છે. સાથે જ આઈએમએફમાં દેશનો Special drawing right પણ 1.2 કરોડ ડોલરની વધીને 1.48 અબજ ડોલર થઈ ગયો છે.
Published by: kiran mehta
First published: August 9, 2020, 8:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading