200 અને 500 રૂપિયાની નવી નોટો આવશે, RBIએ કરી જાહેરાત

News18 Gujarati
Updated: April 25, 2019, 7:14 AM IST
200 અને 500 રૂપિયાની નવી નોટો આવશે, RBIએ કરી જાહેરાત

  • Share this:
નોટબંધી બાદ ભારતીય રિઝર્વ બેન્કે 200 અને 500 રૂપિયાની નવી કરન્સી નોટો જાહેર કરી હતી. હવે એક વાર ફરી આરબીઆઈ 200 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડવા જઈ રહી છે. આરબીઆઈના જણાવ્યા પ્રમાણે, આ નોટને મહાત્મા ગાંધી(નવી) સિરિઝ અંતર્ગત લોન્ચ કરવામાં આવી રહી છે. એટલે કે આ નોટો પર પણ મહાત્મા ગાંધીનો ફોટો હશે. પરંતુ તેમાં આરબીઆઈ ગવર્નરના હસ્તાક્ષર બદલાઈ જશે. નવી નોટ આવવાથી સિસ્ટમમાં ચાલી રહેલી જૂની નોટ બંધ થશે નહિ

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ચલણમાં જે 200 અને 500 રૂપિયાની નોટ છે, તેમાં આરબીઆઈના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર છે. જયારે નવી નોટમાં હાલના ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે. 200 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડવાને લઈને આરબીઆઈએ ટ્વિટ કરીને જાણકારી આપી છે. આ સિવાય કેન્દ્રીય બેન્કે એ પણ સ્પષ્ટ કર્યું છે કે નવી નોટ આવવાથી સિસ્ટમમાં ચાલી રહેલી જૂની નોટ પણ ચાલું રહેશે.

અહીં ક્લિક કરી વાંચોઃ આ છે દુનિયાની સૌથી મોંઘી કાર, આવી છે તેની ખાસિયતો

નવી નોટને લઈને આરબીઆઈ એ બીજી એક મહત્વની માહિતી આપી છે. કેન્દ્રીય બેન્કનું કહેવું છે કે નવી નોટની ડિઝાઈનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહિ. જોકે તેની ડિઝાઈન મહાત્મા ગાંધી(નવી) સિરિઝમાં આવતી અગાઉની તમામ નોટોની જેવી જ હશે. થોડા મહિનાઓ અગાઉ જ આરબીઆઈએ 50 અને 100 રૂપિયાની નવી નોટ બહાર પાડી હતી. આ બંને નોટ પર હાલના ગવર્નર શક્તિકાંત દાસે હસ્તાક્ષર કર્યા છે.
First published: April 24, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading