આજે ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરતાં પહેલાં જાણી લેજો આ નિયમ, RIBએ કહ્યું કે..

RBI

આરબીઆઇ (RBI)એ જણાવ્યું કે 23 મેનાં બપોરે 2 વાગ્યા સુધી આપ ઓનલાઇન પૈસા ટ્રાન્સફર નહીં કરી શકો. આજે કેટલાંક કલાક માટે NEFT સર્વિસ કામ નહીં કરે.

  • Share this:
    નવી દિલ્હી: આજે જો આપ ઓનલાઇન પૈસા ટ્રાન્સફર (Online Money Transfer) કરવાં જઇ રહ્યાં છો તો આપનાં માટે આ જાણવું જરૂરી છે. RBIએ જણાવ્યું કે, 23 મેનાં બપોરે 2 વાગ્યા સુધી આપ ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરી શકશો. આપને જણાવી દઇએ કે, 23 મેનાં કેટલાંક કલાકો માટે NEFT સર્વિસ કામ નહીં કરે. આપને જણાવી દઇએ કે, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર સિસ્ટમ (NEFT) આખા દેશમાં ચાલતી પેમેન્ટ સિસ્ટમ છે. જેમાં કોઇ બેંકે અકાઉન્ટથી દૂર અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફ કરવામાં આવે છે. NEFT દ્વારા ગ્રાહક મિનિટોમાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે. આપ દેશનાં કોઇપણ બેંકની બ્રાન્ચમાં આ સુવિધા દ્વારા પૈસા ટ્રાન્સફર કરી શકો છો. NEFT દ્વારા ગ્રાહકો મિનિટોમાં ટ્રાન્સફર કરી શકે છે. આપ દેશનાં કોઇપણ બેંકની બ્રાન્ચમાં આ સુવિધા દ્વારા પૈસા ટ્રાન્સફર કરાવી શકો છો.

    RBIએ કરી હતી ટ્વિટ- RBI તરફથી આ અંગે ટ્વિટ કરી જાણકારી પહેલાં જ આપી દેવામાં આવી હતી. RBIએ 17 મેનાં ટ્વિટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, 22 મેનાં બેંકમાં કામકાજ પૂર્ણ થયા બાદ ટેક્નિકલ અપગ્રેડને કારણે NEFT 23 મેનાં 00.01થી લઇ 14.00 વાગ્યા સુધી (રાતે 12 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી) કામ નહીં થાય. પણ RTGSની સુવિધા ચાલુ રહેશે.

    આપને જણાવી દઇએ કે, NEFT દ્વારા ફંડ ટ્રાન્સફર કરવાની કોઇ મિનિમમ લિમિટ નથી. એટલે કે, આપ કેટલાં પણ પૈસા ટ્રાન્સફર કરી શકો છો. તો જો મેક્સિમમ લિમિટની વાત કરીઓ તો દરેક બેંક પ્રમાણે અલગ અલગ હોઇ શકે છે.

    RTGS અને IMPS થી કેટલાં રૂપિયા ટ્રાન્સફર કરી શકો છે.

    NEFT ઉપરાંત ગ્રાહકો RTGS અને IMPS (Immediate Payment Service) નો ઉપયોગ કરી પૈસા ટ્રાન્સફર કરી શકો છો. RTGSની વાત કરીએ તો આ માટે એક વખતમાં 2 લાખ રૂપિયાથી ઓછી અમાઉન્ટ ટ્રાન્સફર નથી થઇ શકતી. તો મેક્સિમમ અમાઉન્ટની લિમિટ અલગ અલગ બેંકમાં અલગ અલગ છે. IMPS દ્વારા એક દિવસમાં 2 લાખ રૂપિયા સુધીની અમાઉન્ટ રિયલ ટાઇમમાં ટ્રાન્સફર કરી શકાય છે.

    કેવી રીતે કરી શકો છો NEFTથી ફંડ ટ્રાન્સફર
    -NEFTથી ફંડ ટ્રાન્સફર કરવા માટે આપની પાસે નેટ બેંકિંગનું લોગઇન આઇડી અને પાસવર્ડ હોવો જોઇએ.
    -લોગઇન કર્યા બાદ આપને NEFT Fund Transfer સેક્શનમાં જવાનું રહેશે.
    -હવે આપને પ્રાપ્તકર્તાની ડિટેલ્સ એડ કરવાની રહેશે.
    -તેમાં રિસીવરનું નામ, બેંક અકાઉન્ટ નંબર અને IFSC કોડ એન્ટર કરો.
    -પ્રાપ્તકર્તાએ એડ થતા જ આપ NEFT ટ્રાન્સફરનું કામ શરૂ કરી શકે છે.
    -હવે જેટલાં પૈસા આપે મોકલવાનાં હોય તે રકમ એડ કરો. સેન્ડનું બટન દબાવો.
    Published by:Margi Pandya
    First published: