લૉકડાઉન વચ્ચે RBIએ રદ કર્યું આ બેંકનું લાઇસન્સ, લાખો ખાતાધારકોના રૂપિયા ફસાયા

લૉકડાઉન વચ્ચે RBIએ રદ કર્યું આ બેંકનું લાઇસન્સ, લાખો ખાતાધારકોના રૂપિયા ફસાયા
પ્રતિકાત્મક તસવીર

સીકેપી સહકારી બેંક (CKP Cooperative Bank Limited)નું લાઇસન્સ રદ. મનીકંટ્રોલના જણાવ્યા પ્રમાણે બેંકના આશરે સવા લાખ ખાતાધારકો પર સંકટ.

 • Share this:
  મુંબઈ : ભારતીય મધ્યસ્થ બેંક (Reserva Bank of India)એ સીકેપી સહકારી બેંક (CKP Cooperative Bank Limited)ના ગ્રાહકોને ઝટકો આપતા બેંકનું લાઇસન્સ રદ કરી નાખ્યું છે. મનીકંટ્રોલના જણાવ્યા પ્રમાણે આ કારણે બેંકના આશરે સવા લાખ ખાતાધારકો પર સંકટ ઊભું થયું છે. બેંકની 485 કરોડ રૂપિયાની એફડી (Fixed Deposit) પણ અધ્ધરતાલ છે.

  આરબીઆઈ વર્ષ 2014થી જ આ બેંક પર સતત પ્રતિબંધની મુદત વધારી રહી છે. આ પહેલા 31 માર્ચના રોજ મુદત વધારીને 31 મે કરવામાં આવી હતી, પરંતુ આરબીઆઈએ આ પહેલા જ બેંકનું લાઇસન્સ રદ કરી નાખ્યું છે.  મનીકંટ્રોલને સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે, સીકેપી સહકારી બેંકની નેટવર્થમાં ઘટાડો લાઇસન્સ રદ થવાનું કારણ રહ્યું. ઑપરેશનલ નફો હોવા છતાં નેટવર્થમાં ઘટાડો થતાં બેંકનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે.

  >> મુંબઈના દાદરમાં CKP-Bankનું મુખ્યાલય છે. મહારાષ્ટ્ર ટાઇમ્સમાં છપાયેલા સમાચાર પ્રમાણે બેંકની ખોટ વધતા અને નેટવર્થમાં ઘટાડો થતા લેવડદેવડ અંગે બેંક પર વર્ષ 2014માં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જે બાદમાં અનેક વખત બેંકની ખોટ ઓછી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો : રાજકોટમાં લૉકડાઉનનાં લીરેલીરા! સરકારી શાળાએ વેકેશનમાં વિદ્યાર્થીઓને બોલાવ્યા
  > આ માટે રોકાણકારો અને થાપણદારોએ પ્રયાસ કર્યો હતો. વ્યાજદરમાં કાપ મૂકવામાં આવ્યો હતો. વ્યાજદર બે ટકા સુધી આવી ગયો હતો.

   

  >> અમુક લોકોએ પોતાની એફડીનું શેરમાં રોકાણ કરી લીધું હતું, અમુક હદ સુધી તેની અસર પણ જોવા મળી હતી.

  >> બેંકનું નુકસાન ઓછું થઈ રહ્યું હતું પરંતુ આરબીઆઈએ સીકેપી બેંકનું લાઇસન્સ રદ કરીને રોકાણકારોને ઝટકો આપ્યો છે.
  Published by:News18 Gujarati
  First published:May 02, 2020, 11:53 am

  ટૉપ ન્યૂઝ