ATM અને ઑનલાઇન ટ્રાન્જેક્શન કરનાર માટે આ છે Good News

News18 Gujarati
Updated: October 12, 2019, 5:07 PM IST
ATM અને ઑનલાઇન ટ્રાન્જેક્શન કરનાર માટે આ છે Good News
પ્રતિકાત્મક તસવીર

રિઝર્વ બેન્કે દરેક પેમેન્ટ ઑપરેટર્સને (Payment Operators) આ પ્રકારના ફેઇલ ટ્રાન્જેક્શનને નક્કી કરેલા સમયની અંદર ઉકેલવાનો આદેશ કર્યો છે

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ભારતીય રિઝર્વ બેન્કે (Reserve Bank of India) ઑનલાઇન અને ATM દ્વારા ટ્રાન્જેક્શન એટલે કે પૈસાની દેવડ-દેવડ કરનાર ગ્રાહકો માટે રાહતની જાહેરાત કરી છે. ડેબિટ કાર્ડ (Debit Cards) સહિત એકાઉન્ટથી અન્ય પ્રકારના ટ્રાન્જેક્શન ફેઇલ (Failed Transaction)થવાની ઘટનાને નિપટાવવા માટે બેન્કો પાસે હવે થોડા જ દિવસો મળશે. ઑનલાઇન ટ્રાન્જેક્શન કરતા સમયે ખાતામાંથી પૈસા કપાઇ જાય છે પરંતુ મર્ચન્ટને પેમેન્ટ થતું નથી.

બીજી તરફ ATM એટલે ડેબિટ કાર્ડ સ્વાઇપ કરતા સમયે પણ અનેક વખત આવું થયા છે. આવી સ્થિતિમાં ગ્રાહકોનું ટેન્શન ખુબ જ વધી જાય છે. એટલા માટે ભારતીય રિઝર્વ બેન્કે (RBI) આ અંગે કડક વલણ અપવનાવ્યું છે. અને નવી ગાઇડલાઇન નક્કી કરી છે. જેનાથી ગ્રાહકોને મોટી રાહત મળશે.

- કોઇ મર્ચન્ટને પેમેન કરતા સમયે ખાતામાં પૈસા કટ થઇ જાય છે પરંતું માર્ચન્ટને પેમેન્ટ થતું નથી આને ફેઇલ્ડ ટ્રાન્જેક્શન કહેવામાં આવે છે.

- આરબીઆઇએ ઇ-કૉમર્સ પેમેન્ટને વધારે સુવિધાનજક તથા સરળ બનાવવા માટે શુક્રવારે ટર્ન અરાઉન્ટ ટાઇમ ઉપર એક ગાઇડ લાઇન બહાર પાડી હતી. જેમાં સ્પષ્ટ કરી દીધું છે કે બેન્કોને ફેઇલ્ડ ડેબિટ કાર્ડ ટ્રાન્જેક્શનના મુદ્દાઓને પાંચની અંદર ઉકેલી દેવા પડશે.

આ પણ વાંચોઃ-સરકાર ખેડૂતોને મોટી ગિફ્ટ આપવા જઇ રહી છે, કમાણી વધવાની સાથે આ લાભ મળશે
- આ ઉપરાંત કેન્દ્રીય બેન્કના ફેઇલ્ડ એટીએમ, સ્વાઇપ મશીન થતાં આધાર એનેબલ્ડ પેમેન્ટસ (AEPS) ટ્રાન્જેક્શનના મુદ્દા પાંચ દિવસની અંદર તથા આઇએમપીએમથી જો઼ડાયેલા ફેઇલ ટ્રાન્જેક્શનના મુદ્દાઓ એક દિવસની અંદર જ ઉકેલવાનો આદેશ કર્યો છે.RBIએ ટ્રાન્જેક્શન સાથે જોડાયેલા નિયમો બદલ્યાઃ આરબીઆઇએ ગત 20 સમ્પેટમ્બરે આ સંબંધે એક સર્કુલર (RBI Circular on Failed Transaction) રજૂ કર્યો હતો. જેમાં ટર્ન અરાઉન્ડ ટાઇમ માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-SBIના ગ્રાહકોને 'ડબલ ફટકો', હવે લૉન લેવા પર આટલી આપવી પડશે પ્રોસેસિંગ ફી

- રિઝર્વ બેન્કે દરેક પેમેન્ટ ઑપરેટર્સને (Payment Operators) આ પ્રકારના ફેઇલ ટ્રાન્જેક્શનને નક્કી કરેલા સમયની અંદર ઉકેલવાનો આદેશ કર્યો છે.

RBIએ રજૂ કર્યા નવા નિયમો

1- ખાતમાંથી પૈસા કપાવવા અને એટીએમમાંથી રોકડ ન નીકળવાની ઘટનાને ઉકેલવા માટે પાંચ દિવસથી વધારે સમય લાગે છે તો તેના ઉપર રૂ.100ના લેખે વળતર મળશે.
2- ખાતામાંથી પૈસા કપાયા હોવા છતાં પણ મોકલેવા વ્યક્તિના ખાતામાં પૈસા ન પહોંચે આવી ઘટનાને ઉકેલવામાં એક દિવસનું મોડું થાય તો પ્રતિ દિવસ 100 રૂપિયાનું વળતર મળશે.

આ પણ વાંચોઃ-IRCTCમાં પૈસા લગાવનાર માટે સારા સમાચાર, મળી શકે છે 70% ફાયદો

3- ખાતમાંથી પૈસા કપાયા હોવા છતાં પણ મર્ચન્ટને કન્ફોર્મેશન ન મળે તો આવી ઘટનામાં 5 દિવસ પછી મોડુ થાય તો રૂ.100 પ્રતિદિન વળતર મળશે. ઇ-કોમર્સ સાઇટ મામલામાં પણ આ નિયમ લાગુ પડશે.
4- કોઇપણ પ્રકારના યુપીઆઇ કે આઇએમપીએસથી ટ્રાન્જેક્શન કરવાર પર મોકલનાર વ્યક્તિને પૈસા મળ્યા નથી તો એક દિવસ પછી રૂ.100 પ્રતિદિવસનું વળતર મળશે.
5- યુપીઆઇ પેમેન્ટ પુરું થયા પછી મર્ચન્ટને કન્ફોર્મેશન ન મળતે તો પાંચ દિવસ પછી રૂ.100 વળતર મળશે. આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સર્વિસસના મામલામાં પણ આ નિયમ લાગું પડશે.
First published: October 12, 2019, 4:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading