ફાટેલી નોટ બદલવાની સરળ રીત, જાણો - RBIએ જાહેર કરેલા 4 નિયમ

News18 Gujarati
Updated: August 26, 2018, 9:51 AM IST
ફાટેલી નોટ બદલવાની સરળ રીત, જાણો - RBIએ જાહેર કરેલા 4 નિયમ
ફાટેલી પચ્ચાસ રૂપિયાની નોટ (ફાઈલ ફોટો)

હંમેશા આપણે ફાટેલી નોટની સમસ્યાથી પરેશાન રહીએ છીએ, પરંતુ શું તમે આની સાથે જોડાયેલા નિયમ જાણો છો?

  • Share this:
હંમેશા આપણે ફાટેલી નોટની સમસ્યાથી પરેશાન રહીએ છીએ, પરંતુ શું તમે આની સાથે જોડાયેલા નિયમ જાણો છો? મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે, ફાટેલી નોટ સાથે શું કરવું જોઈએ. જાણીએ ક્યારે અને કેવી રીતે ફાટેલી નોટ બદલી શકાય છે. તો આજે અમે તમને આની સાથે જોડાયેલા ચાર નિયમ વિશે જણાવીશું.

1 - આવી નોટો નથી બદલી શકાતી - કેટલીક સ્થિતિમાં નોટ નથી બદલી શકાતી. ભારતીય રિઝર્વ બેન્કના નિયમ અનુસાર, એકદમ સળગી ગયેલી નોટ, ટુકડે-ટુકડા થઈ ગયેલી સ્થિતિમાં નોટ નથી બદલી શકાતી. આ રીતની નોટને આરબીઆઈની ઈસ્યૂ ઓફિસમાં આપી શકાય છે. સાથે જે નોટ પર નારા અથવા રાજનૈતિક સંદેશ લખવામાં આવ્યો હોય, તેવી નોટ પણ ઉપયોગમાં નથી લઈ શકાતી. જો બેંક અધિકારીને લાગે કે, તમે જાણી જોઈને નોટને ફાડી છે કે કાપી છે, તો તે તમારી મુદ્દા બદલવાની ના પાડી શકે છે.

2 - બેંકમાં બદલો - આરબીાઈ નિયમ અનુસાર, દરેક બેન્કે જુની, ફાટેલી નોટ સ્વીકાર કરવી પડશે, બસ તે નકલી ન હોવી જોઈએ. જેથી તમે સરળતાથી નજીકની બેંક શાખામાં જઈને તમારી નોટ બદલી શકો છો. આની માટે કોઈ ફી નથી. એટલું જ નહીં કોઈ પણ બેન્કમાં તમે નોટ બદલી શકો છો, તેના માટે તમારે તે બેન્કના ગ્રાહક હોવું જરૂરી નથી.

3 - કરી શકો છો બિલની ચૂકવણી - તમે તમારા બિલ કે ટેક્સની ચૂકવણી કરી શકો છો. ખાતામાં કરો જમા આ રીતની નોટથી તમારા બેન્કની રકમ વધારી શકો ચો. રિઝર્વ બેન્કના નિયમઅનુસાર, આ નોટોને ફરી જાહેર કરી શકાય છે. કેન્દ્રીય બેન્ક નવી નોટ જાહેર કરશે. સાથે ધ્યાન રાખો કે, ફાટેલી નોટનો 51 ટકા ભાગ તમારી પાસે હોવી જરૂરી છે.

4 - આવું પણ કરી શકો છો - તમે પાંચ નોટ સુધીની સંખ્યામાં નોટ તે બેન્કમાં બદલી શકો છો, જેમાં મુદ્દા તિજોરી નથી હોતી. આની અવેજમાં બેન્ક તમને રીસિપ્ટ આપશે. આ જમાને બદલે તમને 30 દિવસમાં રકમ આપવામાં આવશે.
First published: August 26, 2018, 9:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading