Home /News /business /આરબીઆઈએ બેંક લોકરને લઈને નિયમોમાં કર્યો ફેરફાર, હવે બેંકોએ ચોરી થવાના કેસમાં આપવું પડશે મોટું વળતર
આરબીઆઈએ બેંક લોકરને લઈને નિયમોમાં કર્યો ફેરફાર, હવે બેંકોએ ચોરી થવાના કેસમાં આપવું પડશે મોટું વળતર
બેંક લોકર (પ્રતીકાત્મક તસવીર)
RBI Bank Locker Rules: આરબીઆઈએ કહ્યુ છે કે પારદર્શકતા જાળવી રાખવા માટે બેંકોએ ખાલી લૉકરની યાદી, લોકર માટે વેઇટિંગ લિસ્ટ અને વેઇટિંગ લિસ્ટના નંબર ડિસ્પ્લે પર મૂકવા પડશે.
મુંબઈ: ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank of India) ગ્રાહકોની જરૂરિયાતો અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને બેંક લોકર (Bank Locker)ના નિયમોમાં ફેરફાર કર્યો છે. આરબીઆઈએ નવા નિયમ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જો તમે પણ બેંકમાં લોકર લેવા માંગો છો તો તમારે આ નિયમ વિશે જાણી લેવું જરૂરી છે. બેંક લોકરના નિયમો આ વર્ષની શરૂઆતથી લાગૂ થઈ ગયા છે. આ નિયમોને ગત વર્ષે કેન્દ્રી બેંકે નોટિફાઈ કર્યા હતા. નવા નિયમો ગ્રાહકો માટે વધારે અનુકૂળ છે. ગ્રાહકો તરફથી સતત ફરિયાદો બાદ આરબીઆઈ (RBI)એ નવા નિયમો લાગૂ કર્યાં છે. બેંક લોકર સાથે જોડાયેલા નિયમો પહેલી જાન્યુઆરીથી જ લાગૂ કરી દેવામાં આવ્યા છે.
લૉકર ભાડાનું 100 ગણું વળતર આપવું પડશે
નવા નિયમો પ્રમાણે બેંક લોકરમાંથી ચોરી થવા પર અથવા કોઈ ગરબડ થવા પર બેંકે વળતર ચૂકવવું પડશે. હવે બેંક એવું નહીં કહી શકે કે ચોરી થવાના કેસમાં તેમની જવાબદારી નથી. જો બેંકના કર્મચારીઓ તરફથી ફ્રોડ કરવામાં આવશે તો બેંકે લોકરના 100 ગણું વળતર ચૂકવવું પડશે.
ખાલી લૉકરની વિગત આપવી પડશે
આરબીઆઈએ કહ્યુ છે કે પારદર્શકતા જાળવી રાખવા માટે બેંકોએ ખાલી લૉકરની યાદી, લોકર માટે વેઇટિંગ લિસ્ટ અને વેઇટિંગ લિસ્ટના નંબર ડિસ્પ્લે પર મૂકવા પડશે. બેંક ગ્રાહકોને લોકરને લઈને અંધારમાં ન રાખી શકાય. બેંક લૉકર માટે તમામ એપ્લિકેશનનો સ્વીકાર કરશે અને ગ્રાહકોને વેઇટિંગ લિસ્ટ અંગે માહિતી આપશે.
ઇમેઇલ અને SMS એલર્ટ
જ્યારે પણ ગ્રાહક બેંક લોકરનો ઉપયોગ કરે છે ત્યારે બેંકે એસએમએસ અને ઈમેઇલથી જાણ કરવાની રહેશે. આરબીઆઈએ કૌભાંડથી બચવા માટે આ નિયમ બનાવ્યો છે. બેંક ઓપરેટ થયાની જાણકારી ગ્રાહકને આપશે, જેનાથી છેતરપિંડીથી બચી શકાય.
લૉકર રૂમના પ્રવેશ દ્વાર અને બહાર નીકળવાના દ્વાર પર બેંકે સીસીટીવી લગાવવા પડશે. આ ફૂટેજનો 180 દિવસનો ડેટા પણ રાખવો પડશે. આરબીઆઈએ કહ્યું છે કે, જો ગ્રાહક ચોરી કે લોકર ખુલ્યાની ફરિયાદ કરે છે અથવા કોઈ ગેરરીતિ થાય છે તો બેંક પોલીસ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સીસીટીવી ફૂટેજનું રેકોર્ડિંગ જાળવી રાખશે.
નવા નિયમ પ્રમાણે બેંકને એક સાથે ફક્ત ત્રણ વર્ષનું ભાડું લેવાની મંજૂરી છે. એટલે કે જો ચાર હજાર રૂપિયા ભાડું હોય તો બેંક અન્ય મેઇન્ટેનન્સ ચાર્જને બાદ કરતા 12,000થી વધુની કિંમત વસૂલ કરી શકે નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર