RBIએ બદલ્યો આ નિયમ, હવે 2 લાખને બદલે 5 લાખ રૂપિયા કરી શકાશે ટ્રાન્સફર

હવે ઓનલાઇન ફંડ ટ્રાન્સફર કરવું વધું સરળ થઈ ગયું છે. (પ્રતીકાત્મક તસવીર)

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ IMPSના માધ્યમથી થતાં ટ્રાન્ઝેક્શનની મર્યાદા 2 લાખથી વધારી 5 લાખ રૂપિયા કરી

  • Share this:
    નવી દિલ્હી. જો તમે પણ ઇન્ટરનેટ બેન્કિંગના (Internet Banking) માધ્યમથી નાણાની લેવડ-દેવડ (Money Transactions) કરો છો તો આપના માટે ખુશખબર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (Reserve Bank of India- RBI) IMPSના (Immediate Payment Service) માધ્યમથી થનારા ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારી દીધી છે. હવે એક દિવસમાં 2 લાખ રૂપિયાને બદલે 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો. એટલે કે હવે ઓનલાઇન ફંડ ટ્રાન્સફર (Online Fund Transfer) કરવું વધું સરળ થઈ ગયું છે.

    ગ્રાહકોની સગવડ માટે રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો છે. હવે RTGSનો ટાઇમિંગ 24X7 થઈ ગયો છે એટલે કે તમે કોઈ પણ સમયે RTGSના માધ્યમથી ઓનલાઇન ફંડ ટ્રાન્સફર કરી શકો છો.

    NEFTના માધ્યમથી ફંડ ટ્રાન્સફર કરવાની મિનિમમ લિમિટ નહીં

    નોંધનીય છે કે, NEFTના માધ્યમથી ફંડ ટ્રાન્સફર કરવાની કોઈ મિનિમમ લિમિટ નથી એટલે કે તમે ઈચ્છો તેટલા નાણા ટ્રાન્સફર કરી શકો છો. જો મેક્સિમમ લિમિટની વાત કરવામાં આવે તો તે બેંકો પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે.



    આ પણ વાંચો, Gold Price Today: 10 ગ્રામ સોનાના ભાવમાં આજે થયો ફેરફાર, ફટાફટ ચેક કરો Gold કેટલું સસ્તું થયું

    RTGS અને IMPSથી કેટલા નાણા થાય છે ટ્રાન્સફર

    NEFT ઉપરાંત ગ્રાહક RTGS અને IMPSનો ઉપયોગ કરીને પણ નાણા ટ્રાન્સફર કરી શકે છે. RTGSની વાત કરીએ તો તેના દ્વાર એક સમયે 2 લાખ રૂપિયાથી ઓછી રકમ ટ્રાન્સફર નથી થઈ શકતી. બીજી તરફ મેક્સિમમ રકમની મર્યાદા અલગ-અલગ બેંકોમાં અલગ-અલગ હોય છે. IMPSના માધ્યમથી એક દિવસમાં 2 લાખ રૂપિયા સુધીની રકમ રિયલ ટાઇમમાં ટ્રાન્સફર કરી શકાતી હતી, જેને હવે વધારીને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.

    આ પણ વાંચો, ITR Filling: SBI ગ્રાહકો હવે ફ્રીમાં ભરી શકશે ઈન્કમ ટેક્સ રિટર્ન, જાણો શું છે પ્રોસેસ

    રેપો રેટ 4 ટકા પર બરકરાર

    શુક્રવારે ત્રણ દિવસીય બેઠક બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) કહ્યું કે, RBIએ રેપો રેટ (Repo Rate) અને રિવર્સ રેપો રેટમાં (Reverse Repo Rate) કોઈ ફેરફાર નથી કર્યો. રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકાના દર પર કાયમ છે. નોંધનીય છે કે, રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની આગેવાનીવાળી મોનેટરી પોલિસી કમિટીએ (MPC) છેલ્લીવાર 22 મે, 2020ના રોજ રેપો રેટના દરમાં ફેરફાર કર્યો હતો.
    Published by:Mrunal Bhojak
    First published: