Home /News /business /

Repo Rate Hike: આરબીઆઈએ બે વર્ષ બાદ રેપો રેટમાં કર્યો વધારો, હોમ, ઓટો સહિત તમામ પ્રકારની લોન મોંઘી થશે

Repo Rate Hike: આરબીઆઈએ બે વર્ષ બાદ રેપો રેટમાં કર્યો વધારો, હોમ, ઓટો સહિત તમામ પ્રકારની લોન મોંઘી થશે

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ (ફાઇલ તસવીર)

Repo Rate hike: શક્તિકાંત દાસે રેપો રેટ વધારવાની જાહેરાત કરી. રેપો રેટ વધતા હવે તમામ પ્રકારની લોન મોંઘી થશે. રેપો રેટમાં 40 બેસિસ પોઇન્ટનો વધારો કરાયો.

    મુંબઈ: રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve Bank of India)ના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) આજે મોટો ઝટકો આપ્યો છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આજે બે વાગ્યે મીડિયાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન શક્તિકાંત દાસે રેપો રેટ (Repo rate hike)માં વધારો કરવાની જાહેરાત કરી છે. રેપો રેટમાં એક સાથે  40 બેસિસ પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ રેપો રેટ વધીને 4.40 ટકા થયો છે. રેપો રેટ વધવાની સાથે જ હવે તમામ પ્રકારની લોન મોંઘી થશે. અમેરિકા તરફથી વ્યાજદરમાં વધારાની જાહેરાત પહેલા આરબીઆઈનું આ પગલું ભારતીય શેર બજાર (Indian stock market)ને હેરાન કરનારું છે. બીજી તરફ આરબીઆઈના ગવર્નરનું કહેવું છે કે મોંઘવારી પર કાબૂ મેળવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. આરબીઆઈએ છેલ્લે 22 મે, 2020ના રોજ પૉલિસી રેટમાં ફેરફાર કર્યો હતો. જે બાદ હવે રેપો રેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આરબીઆઈર મૉનેટરી પૉલિસીની અંતિમ બેઠકનું પરિણામ આઠમી એપ્રિલના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં આરબીઆઈએ રેપો રેટ યથાવત રાખ્યો હતો.

    રેપો રેટ એટલે શું? (Repo rate)


    રેપો રેટ એટલે સામાન્ય ભાષામાં વ્યાજનો રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા જે દરે દેશની તમામ બેન્કોને લોન આપે તે વ્યાજનો દર. આ દર ઘટે તો બેન્કોને ફાયદો થાય કારણ કે તેમણે આરબીઆઈને ઓછું વ્યાજ ચૂકવવું પડે. જો આ દર વધે તો બેન્કોએ આરબીઆઈને વ્યાજનો ઊંચો દર ચૂકવવો પડે.

    અસર: રેપો રેટ વધે તો દેશમાં વિવિધ પ્રકારની લોનના વ્યાજના દરમાં વધારો થઈ શકે. EMIના વ્યાજ દર વધી શકે અને સામાન્ય માણસનું બજેટ ખોરવાય. જો રેપો રેટ ઘટે તો બેન્ક પોતાના વ્યાજના દર ઘટાડી શકે, હોમ લોન સહિતની કેટલીક લોન સસ્તી થઈ શકે. પરંતુ આ લોનના દર ઘટાડવા કે નહીં તે બેન્ક પર આધારિત હોય છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેર નવી ઊંચાઈએ પહોંચ્યો

    રિવર્સ રેપો રેટ એટલે શું? (Reverse Repo Rate)


    રિવર્સ રેપો રેટ એટલે વ્યાજનો એ દર જે આરબીઆઈ બેન્કો પાસેથી વ્યાજે પૈસા લે અને તેમને વ્યાજનો જે દર ચુકવે તે. સામાન્ય સંજોગોમાં આરબીઆઈ દેશમાં નાણાના પુરવઠાની સપ્લાયને કંટ્રોલ કરવા માટે રિવર્સ રેપો રેટનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે.

    આ પણ વાંચો: એલઆઈસીના આઈપીઓ માટે રોકાણકારોએ ધડાધડ કરી બીડ

    અસર: રિવર્સ રેપો રેટ વધે તો બજારમાં નાણાનો પુરવઠો ઘટી શકે છે. જ્યારે રિવર્સ રેપો રેટમાં વધારો થાય ત્યારે કોમર્શિયલ બેન્કોને આરબીઆઈ તરફથી વધારે વ્યાજ મળે. આ સ્થિતિમાં પણ બેન્કો પોતાના નાણા આરબીઆઈને ધીરે અને બજારમાં નાણાનો પુરવઠો ઘટી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, Repo rate, Shaktikanta Das, આરબીઆઇ, હોમ લોન

    આગામી સમાચાર