Home /News /business /આખરે RBIના ગવર્નર ઉર્જિત પટેલે રાજીનામું આપ્યું, અંગત કારણનો હવાલો આપ્યો

આખરે RBIના ગવર્નર ઉર્જિત પટેલે રાજીનામું આપ્યું, અંગત કારણનો હવાલો આપ્યો

આરબીઆઈ ગર્વનર ઉર્જિત પટેલે રાજીનામું આપ્યું

અંગત કારણનો હવાલો આપીને આરબીઆઈના ગવર્નર પદેથી રાજીનામું આપ્યું

  રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર ઉર્જિત પટેલે રાજીનામું આપ્યું છે. તેમણે અંગત કારણનો હવાલો આપીને આરબીઆઈના ગવર્નર પદેથી રાજીનામું આપ્યું છે.

  ઉર્જિત પટેલે એક નિવેદન જાહેર કરીને આ રાજીનામું આપ્યું છે. ઉર્જિત પટેલે પોતાના રાજીનામાં કહ્યું હતું કે વ્યક્તિગત કારણોથી મેં વર્તમાન પદ તત્કાલ પ્રભાવથી છોડવાનો નિર્ણય કર્યો છે. વર્ષો સુધી રિઝર્વ બેન્કમાં અલગ-અલગ જવાબદારીઓ સાથે મને રિઝર્વ બેન્કમાં સેવા કરવાની તક મળી તે મારા માટે સન્માનની વાત છે.

  તેમણે આગળ કહ્યું લખ્યું હતું કે આરબીઆઈ સ્ટાફ, ઓફિસર્સ અને મેનજમેન્ટના સમર્થન અને સખત મહેનતથી બેન્કે હાલના વર્ષોમાં ઘણી સિદ્ધિઓ મેળવી છે. હું આ પ્રસંગે મારા સાથીઓ અને આરબીઆઈના ડાયરેક્ટર્સ પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું અને તેમને ભવિષ્યની શુભકામના પાઠવુ છું.

  ભારત સરકારે ઓગસ્ટ 2016માં આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર ઉર્જિત પટેલને નવા ગવર્નર જાહેર કર્યા હતા. તેઓએ રઘુરામ રાજનનું સ્થાન લીધું હતું. તેમનો કાર્યકાળ 3 વર્ષનો હતો. 28 ઓક્ટોબર 1963ના રોજ જન્મેલા ઉર્જિત પટેલે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સથી અભ્યાસ કર્યો છે.

  ઉર્જિત પટેલે એક નિવેદન જાહેર કરીને આ રાજીનામું આપ્યું છે


  કેમ આપ્યું રાજીનામું?
  આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલે રાજીનામું આપી દીધું છે. રાજીનામા પાછળ તેઓએ અંગત કારણોને જવાબદાર ગણાવ્યા છે.  હવે આગળ શું?
  સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, નીતિ આયોગના સીઈઓ રાજીવ કુમારે થોડા સમય પહેલાં જ પીએમ મોદી સાથે મુલાકાત કરી છે. માનવામાં આવે છે કે તેમને વધારાની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

  શેર બજાર પર શું થશે અસર?
  એક્સપર્ટસનું કહેવું છે કે ઉર્જિત પટેલના રાજીનામાથી શેર બજારમાં ગાબડું પડી શકે છે, કારણ કે બજાર જાણવા માંગે છે કે સરકાર અને આરબીઆઈની વચ્ચે શું સંઘર્ષ હતો?
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Urjit patel

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन