આજથી લાગૂ નહીં થાય ઑટો ડેબિટના નિયમો, RBIએ 30 સપ્ટેમ્બર સુધી સમયમર્યાદા વધારી

આજથી લાગૂ નહીં થાય ઑટો ડેબિટના નિયમો, RBIએ 30 સપ્ટેમ્બર સુધી સમયમર્યાદા વધારી
ફાઇલ તસવીર: Shutterstock

જો કોઈ ગ્રાહકે મોબાઈલ બિલ (Mobile bill) કે કોઈ યુટીલીટી બિલ (Utility bill) પેમેન્ટ માટે ઑટો ડેબિટની સુવિધા લીધી હશે તો હવે તેમણે પરેશાન થવાની જરૂર નથી.

  • Share this:
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકે (Reserve bank of India) ઑટો ડેબિટ સુવિધા (Auto debit facility) લાગૂ કરવા માટે છ મહિનાની મુદત આપી છે. જેની અસરના જો કોઈ ગ્રાહકે મોબાઈલ બિલ (Mobile bill) કે કોઈ યુટીલીટી બિલ (Utility bill) પેમેન્ટ માટે ઑટો ડેબિટની સુવિધા લીધી હશે તો હવે તેમણે પરેશાન થવાની જરૂર નથી. RBIએ વેરિફિકેશન માટે એડિશનલ ફેક્ટર ઓફ ઓથેન્ટિકેશનને લાગૂ કરવાની ડેડલાઈન 30 સપ્ટેમ્બર 2021 સુધી લંબાવી દીધી છે.

1 એપ્રિલ 2021થી લાગુ થવાનો હતો નિયમRBIએ ચોથી ડિસેમ્બરે RRB, NBFC અને પેમેન્ટ ફેસિલિટી આપતા પ્લેટફોર્મ સહિત બધી બેન્કોને નિર્દેશ આપ્યો હતો કે, કાર્ડ અથવા PPE તેમજ UPIનો ઉપયોગ કરીને ઑટો બિલ પેમેન્ટ વ્યવસ્થામાં જો AFAનું પાલન નથી થઇ રહ્યું તો આ વ્યવસ્થા 31 માર્ચ 2021થી બંધ થઇ જશે. જે બાદમાં બેંકો અને પેમેન્ટ પ્લેટફોર્મ્સ આ માટે RBI પાસેથી વધુ સમયની માંગ કરી રહ્યા હતા.

આ પણ વાંચો: સુરત: રૂપિયા પડાવવા 10 લોકોની ટોળકીએ ઘડ્યો ખતરનાક પ્લાન, યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વીડિયો બનાવ્યો

RBIના નવા નિયમનો હેતુ

RBIના આ નિયમનો હેતુ કાર્ડ દ્વારા થતા ટ્રાન્જેક્શનને મજબૂત કરવાનો છે. જો આ નિયમ અંતર્ગત એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશનના નિયમનું પાલન ન કરવામાં આવે તો સંબંધિત પક્ષને વીજળી સહીત અન્ય ગ્રાહક કેન્દ્રિત સેવાઓ, OTT સહિત અન્ય બિલના પેમેન્ટમાં 30 સપ્ટેમ્બર સુધી બાદમાં અસર થઇ શકે છે.

આ પણ વાંચો: દેશમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો: 172 દિવસ બાદ સૌથી વધારે કેસ અને 116 દિવસ પછી સૌથી વધારે મોત નોંધાયા
આ પણ વાંચો: નાની બચત યોજનાઓ પર વ્યાજદર ઘટાડવાનો નિર્ણય સરકારે પરત ખેંચ્યો


તાજેતરમાં રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ કોન્ટેક્ટ લેસ કાર્ડ દ્વારા પેમેન્ટ અને કાર્ડ તેમજ UPI દ્વારા ઑટો પેમેન્ટની સીમા 1 જાન્યુઆરીથી 2 હજાર રૂપિયાથી વધારીને 5 હજાર કરી દીધી હતી. જેનો હેતુ ડિજિટલ ટ્રાન્જેક્શનને વધુ સુરક્ષિત અને આસાન બનાવવાનો છે. નવી ગાઇડલાઇન અંતર્ગત 5 હજાર રૂપિયાથી વધુના પેમેન્ટ માટે બેંકોને ગ્રાહકો માટે વન ટાઇમ પાસવર્ડ એટલે કે OTP મોકલવાનો રહેશે.
Published by:News18 Gujarati
First published:April 01, 2021, 10:56 am

ટૉપ ન્યૂઝ